SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૫૨૮ - • વ્યવહારવાદી :- હે નિશ્ચયમતવાદિ ! જો એકાન્તગુરુ-એકાન્તલઘુ દ્રવ્ય સર્વથા નથી તો પછી ઉપર-નીચે જીવોનું-પુદ્ગલોનું ગમન કરી રીતે થાય ? જો ઉપર સૌધર્મદેવલોકાદિમાં લઘુકર્મી જીવોનું ગમન આગમમાં કહ્યું છે અને ગુરુકર્મીઓનું સાતમીનારકાદિમાં ગમન કહ્યું છે અથવા એમ શા માટે કહેવું ? સર્વ શાસ્ત્રવેત્તાઓનું આ પ્રસિદ્ધ જ છે કે જીવો અને પુદ્ગલો પણ ઉપર-નીચે જનારા પ્રાયઃ ઉર્ધ્વલોકાન્તથી અઘોલાકાન્ત સુધી જાય છે. અને અધોલોકથી ઉર્ધ્વ લોકાન્ત સુધી જાય છે. પ્રાયઃ ગ્રહણથી અનુશ્રેણી તિર્યક્ પણ જાય છે. તેથી ગુરુતાના અભાવે એ નીચે કઈ રીતે જાય અને લઘુતાના અભાવે ઉપર કઈ રીતે જાય ? તેથી વ્યવહારની જેમ તમારે પણ ગુરુ આદિ ચારે પ્રકારની વસ્તુ માનવી જોઈએ. ૨૫૪ ઉત્તર-૫૨૮ – નિશ્ચયનયવાદિ-અહીં દ્રવ્યોની ગુરુતા-લઘુતા કોઈ અન્ય જ છે. અને વીર્યપરિણામ અન્ય છે. અને તેમનો ગતિપરિણામ પણ અન્ય છે. અવશ્ય ગુરુત્વ-લઘુત્વ નિમિત્ત નથી. કેમકે, ૫૨મલઘુ અણુઓનું પણ અધોગમન થાય છે. ત્યાં અધોગમનના પરિણામની ઉત્કટતા છોડીને અન્ય ક્યો હેતુ છે ? તેમ, સ્થૂળતર, બાદરનું પણ બાદરપણાથી ગુરુનું પણ છે. ધૂમાદિ જે ઉપર જાય છે ત્યાં પણ ઉર્ધ્વગતિ પરિણામની ઉત્કટતા છોડીને કોઈ પ્રયોજન નથી. એનાથી અન્નો રિળામો નાવલ્લું ગુરુતદ્ઘનિમિત્તો એ વાત સમર્થિત થાય છે. અને ગતિપરિણામથી ગુરુ-લઘુતાનું અતિક્રમણ ઉપલક્ષણ છે. એટલે ઉત્કટ સ્થિતિ પરિણામથી પણ ગુરુતા ના અતિક્રમ બતાવે છે. જો ગુરુતા અધોગતિનું કારણ મનાય તો મહાગુરુ એવા આનત દેવલોક-ઇષત્ પ્રાક્ભારપૃથ્વી આદિ નીચે કેમ જતા નથી ? તેથી ત્યાં પણ ઉત્કટ સ્થિતિપરિણામ જ ગુરુતાને અતિક્રમીને તેમાં અવસ્થિતિ કરે છે. અત્યંત નાના શરીરવાળો મહાવીર્યવાળો દેવ કોઈ મહાશૈલને કઈ રીતે ઉપાડે છે. અને ઉપાડીને ઉપર કઈ રીતે નાખે છે ? અર્થાત્ ગુરુતાદિ અધોગતિ આદિનાં કારણો થાય તો એ મહાશૈલ પોતાની ગુરુતાથી મહાવીર્યવાળા દેવને પણ દબાવીને નીચે જ જાય. હવે જો તું માને કે આ તો દેવ સંબંધી મહાવીર્ય છે, એટલે ગુરુપર્વત પણ ઉપર ઉછાળાય છે. તો પછી એકાન્તે અધોગતિમાં કારણ ગુરુતા જ છે કે એકાન્તે ઉર્ધ્વગતિમાં કારણ લઘુતા જ છે. એ વાત ક્યાં રહી ? તો પછી શું છે ? દેવાદિગત વીર્ય એ જ વાત આવી, તેથી ઉક્તન્યાયે દેવાદિગત અધિક વીર્ય વસ્તુ-ગુરુલઘુનું ગતિ વિપર્યય કરે છે. તે રીતે ગતિ-સ્થિતિ પરિણામ પણ અધિક એવો વસ્તુઓની ગુરુલઘુતાનો ગતિવપર્યય કરે જ છે. જેમ ભારી પર્વતમાં દેવના વીર્યથી વિપર્યય બતાવ્યો એમ લઘુ બાષ્પાદિમાં પણ કરતાડિત દેવદત્તાદિના વીર્યથી ગતિ વિપર્યય જોવો. તેથી ગુરુતાદિ એકાન્તેઽધોગતિ આદિનું કારણ નથી. દેવાદિગત વીર્ય
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy