SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૧૯ સ્વાતંત્ર્ય નિષેધ માટે અને વિનયમૂળ ધર્મ બતાવવા માટે ગુરુગુણજ્ઞાનોપયોગ કરવો. એમ એનાથી જણાય છે. અથવા નામાદિ ચારભેદ આચાર્ય, ત્યાં આચાર્યમાં ઉપયોગરૂપ એ ભાવાચાર્ય શિષ્યના મનમાં છે. તદ્વિષય આ આમંત્રણ મનમાં રહેતા ગુણમય આચાર્યનું કારણ છે. એટલે ગુરુવિરહ પણ અહીં અસિદ્ધ છે. એમ, અન્યત્ર પણ ચાલના-પ્રત્યવસ્થાન વિચારવા આ પ્રમાણે ષવિધ વ્યાખ્યાનથી પ્રતિસૂત્ર સર્વત્ર સર્વનયમતાવતારથી પરિશુદ્ધ સમગ્ર અર્થ, પુરુષ અથવા પ્રજ્ઞાદિગુણોપેતને આશ્રયીને જે જેનું વ્યાખ્યાન કે નયમત વિચારણ યોગ્ય હોય તે તેને કહે. પ્રશ્ન-૬૩૨ – આ છ વ્યાખ્યાન ભેદોના સૂત્રાનુગતાદિનો કયો કોનો વિષય છે? ઉત્તર-૬૩૨ - અસ્મલિતાદિગુણોપેત સૂત્ર ઉચ્ચારી અને તેનો પદચ્છેદ કહીને સૂત્રાનુગમ-અનુગામનો પ્રથમ ભેદ કૃતાર્થ થાય છે. સૂત્રાલાપકન્યાસ-નિક્ષેપના ૩જા ભેદ રૂપ નામસ્થાપનાદિ ન્યાસ વિનિયોગ માત્ર કૃતાર્થ થાય છે, પછી પ્રાયઃ શેષ પદાર્થ-પદ-વિગ્રહચાલના-પ્રત્યવસ્થાનલક્ષણ વ્યાખ્યા ચતુરૂપ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનો વ્યાપાર જ પ્રાયઃ નૈગમાદિનયમતનો વિષય થાય છે. ફક્ત પદાર્થોદિ નહિ પણ પ્રાયઃ પદવિચ્છેદ પણ સૂત્ર સ્પર્શિકનિર્યુક્તિ માં ઉપયોગી જ છે. એટલે આગળ પ્રાયઃ નું ગ્રહણ કર્યું છે. પ્રશ્ન-૬૩૩ – પદ વિચ્છેદ પણ તેનો વિષય કઈ રીતે? ઉત્તર-૬૩૩ – જે કારણેથી તે વિચ્છિન્નપદોનો અર્થ અને કારક-કાળ-ક્રિયાદિનો ગતિઅવબોધ છે, તે પદચ્છેદ માત્રથી જ થાય છે. તેથી સૂત્ર સ્પર્શિકનિયુક્તિ પદવિચ્છેદમાત્ર જ છે તેટલાથી જ તેનો વ્યાપાર પૂરો થઈ જાય છે. એટલે પદચ્છેદ પણ તેમાં જ અંતર્ભાવ છે આ ઉપલક્ષણ છે તેથી ફક્ત પદાર્થોદિ જ નૈગમદિનયના વિષય નથી પણ પદચ્છેદસૂત્રાલાપકન્યાસાદિ પણ પ્રાયઃ તેના વિષય છે . અનુયોગકારો સમાપ્ત . મંગલ ઉપચાર અને તીર્થકરાદિને નમસ્કાર કરીને શાસ્ત્રનો ઉપોદઘાત જે પહેલાં સંક્ષેપથી કર્યો તેને જ વિસ્તારથી કહીશું. (૧) મધ્યમ મંગલની સિદ્ધિ : પ્રશ્ન-૬૩૪ – પહેલાં મામિળવોદિના (ગા) ૭૯) દ્વારા મંગલ કરેલું જ છે તો ફરીથી શા માટે કરો છો ? હવે જો કરેલું પણ ફરી કરવાનું હોય તો તે પ્રતિઅધ્યયન, પ્રતિઉદ્દેશક, પ્રતિસૂત્ર ઉપક્રમાદિ પ્રતિદ્વારે કેમ નથી કરતા?
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy