SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૬૩૪ – કોઈ આચાર્ય દેશીય અંતરભાષાથી જવાબ આપે છે-શાસ્ત્રની આદિમધ્ય-અવસાને મંગલ કરવા તરીકે પૂર્વસૂરિઓએ કહેલું છે. તેથી આદિમાં મંગલ કર્યું અને આ શાસ્ત્રનો મધ્ય છે તેથી મધ્યમંગલ અહીં કરવું જોઈએ. તે બરાબર નથી (૨) અન્ય આચાર્ય દ્વારા મધ્યમ મંગલની સિદ્ધિ : પ્રશ્ન-૬૩૫ – પ્રથમ મંગલમાટે નંદિ કહ્યો પછી અનુયોગદ્વારા કહ્યા પણ જે સામાયિકાધ્યયન રૂપ શાસ્ત્ર છે તે તો શરૂ જ નથી થયું. હજુ સુધી તેનો અક્ષર પણ જણાવ્યો નથી તો તેનો મધ્ય ક્યાંથી? જેથી મધ્યમંગલ થાય? ઉત્તર-૬૩૫ - શાસ્ત્રના ચાર અનુયોગ દ્વારો છે તેથી ઉપક્રમ-નિક્ષેપ એ બે દ્વાર પૂરા કહીને જે આ અનુગમભેદરૂપ ઉપોદ્દઘાતની આદિમાં મંગલ છે તે યુક્તિથી જ મધ્યમંગલ થાય છે. અને જે શાસ્ત્રની શરૂઆત વિના પણ અનુયોગ દ્વાર મધ્યમાં મંગલ પ્રહણ છે તે પણ સિદ્ધ થાય છે-શાસ્ત્રના અંગો અનુયોગદ્વારો શાસ્ત્ર સ્વરૂપ જ છે તેનાથી ભિન્ન નથી એટલે તેના આરંભના શાસ્ત્રારંભ જ માનવો તેથી આ મધ્યમંગલ શાસ્ત્રનું જ છે. પ્રશ્ન-૬૩૬ – છતાં મારી યુક્તિથી એ મધ્યમ ઘટતું નથી પરંતુ અહીં પડાવશ્યકનું જે મધ્ય છે તે પૂર્વે શરૂઆતમાં જ ભાષ્યકારે મધ્યમંગલ તરીકે બતાવ્યું છે. આ તો આવશ્યકનો મધ્ય જ નથી પરંતુ તારી કહેલી યુક્તિથી જો થાય તો પ્રથમ સામાયિકાધ્યયનનું એ મધ્ય મંગલ થાય પણ ખરું પરંતુ સામાયિક અધ્યયનનો મધ્ય ભાગ આવશ્યકનું મધ્ય મંગળ ન કહી શકાય. આ આખું શાસ્ત્ર મંગલરૂપ જ છે તો વિશેષથી મધ્યાદિમંગલ કરવાના પ્રયાસથી શું વળે? ઉત્તર-૬૩૬– સમસ્તશાસ્ત્ર મંગલરૂપ છતાં શિષ્યને મંગલત્રયમતિના પરિગ્રહ માટે આ પ્રયત્ન છે. તે પણ નથી કારણ કે શિષ્યને પણ ત્રણ મંગલની મતિનો પરિગ્રહ પહેલાં જ કરાવાયો છે. પ્રશ્ન-૬૩૭ – જો આ આખું શાસ્ત્ર મંગલ છે અને શિષ્યને મંગલત્રયનો પરિગ્રહ કરાવાયેલો છે તો આ મધ્યમંગલ નથી તો આપ જ કહો આ મંગલ શા માટે? ઉત્તર-૬૩૭ – પૂર્વે (ગા) ૭૯)માં જે શરૂઆતમાં મંગલકર્યું અને સર્વશાસ્ત્ર મંગલરૂપ જ છે એમ જે કહયું અને જે શિષ્યને મંગલત્રયનો પરિગ્રહ કરાવાયો તે બધું આવશ્યકનું કર્યું છે. અહીં તો જેના આરંભે પ્રસ્તુત મંગલ કરાય છે તે આવશ્યકમાત્ર નથી પરંતુ આખા સિદ્ધાંત શાસ્ત્રોનો જે અનુયોગ છે તેનાથી સંબદ્ધ આ ઉપોદ્યાત નિર્યુક્તિ છે. તલક્ષણ જે વસ્તુતઃ અન્ય શાસ્ત્ર છે તેનો આ પ્રારંભ જ છે અને ઉપોદઘાત નિયુક્તિ શાસ્ત્ર સકલ સિદ્ધાંત વ્યાપક હોવાથી મહા અર્થવાળી હોઈ આવેદન સંપાદન માટે મંગલ છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy