SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૫૦ – “વસ્તુન: સ્વરુપ નામ, તત્રત્ય હેતુત્વોત, ધર્મવત, इह यद् यस्य प्रत्ययहेतुः तत् तस्य धर्मः, यथा घटस्य स्वधर्मा रूपादयः, यच्च यस्य धर्मो न भवति न तत् तस्य प्रत्ययहेतुः, यथा घटस्य धर्माः पटस्य । ઘટ' એવું કહેવાથી ઘટજ્ઞાન થાય જ છે. તેથી તે તેનો ધર્મ થયો બંનેના હેતુ સિદ્ધ છે, ઘટશબ્દથી પટાદિના વ્યવચ્છેદથી “ઘટ પ્રતિપત્તિ અનુભવાય છે. નામમાં સર્વવસ્તુ અવ્યભિચારી છે. કારણ જો વસ્તુ નામરૂપ ન હોય તો તે નામ વગરની હોવાથી, વસ્તુ જ ન હોય, દષ્ટાંત તરીકે ષષ્ઠભૂતાદિ કે જેનું નામ જ નથી તો તે પદાર્થની વિદ્યમાનતા પણ નથી. લક્ષણ - પિધાનરહિત તત્ વસ્તુ પર્વ મતિ, યથા પ્રધાનરહિતત્વેનાવીષ્ય: षष्ठभूतलक्षणोऽभावः । કોઈ નામવગરની વસ્તુ સ્વીકારે છે તો તે અવસ્તુજ છે. અને અવસ્તુ હોવાથી તેમાં તત્રત્યયદેતુત્વત્તક્ષણ હેતુની વૃત્તિ ક્યાંથી હોય કે જેનાથી અનેકાન્તિક થાય? तत्र (नाम्नि) तवृत्तौ (तत्प्रत्ययहेतुत्वलक्षणहेतुवृत्तौ) वा तस्य (नाम्नः) अपि वस्तुत्वमेव भवेत्, स्वप्रत्ययजनकत्वात्, घटादिवत् । - વિપક્ષમાં વૃત્તિના જ અભાવે હોવાથી ત્યાં વિરુદ્ધતા પણ અસંભવ છે તેથી વસ્તુધર્મ જ નામ છે એ સિદ્ધ થાય છે. પ્રશ્ન-૫૧ – ‘નાતીરે ગુદમૃતવિરમ્' એવા શબ્દથી કોઈ ત્યાં જવા પ્રવૃત્ત થયું અને ત્યાં એને એ વસ્તુ પ્રાપ્ત ન થઈ, તો નામ સાંભળવા છતાં વસ્તુધર્મતા ત્યાં ન રહી એટલે નામ ત્યાં અસત્ય ઠરશે ને? ઉત્તર-૫૧ – તો તો પ્રત્યક્ષાદિપ્રમાણમાં પણ તે આપત્તિ આવશે કારણકે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પણ પ્રવૃત્ત થયેલાને ક્યારેક વસ્તુની અપ્રાપ્તિ થાય છે જેમ કે કોઈકને દૂર પડેલા છીપલામાં રજતનું ભાન થાય છે અને ત્યાં જઈને જોતાં રજતની પ્રાપ્તિ થતી નથી. અહીં એમ કહેવામાં આવે કે એ બાધિત પ્રત્યક્ષ હોવાથી ત્યાં વસ્તુ પ્રાપ્તિ ન થઈ. પણ જો તે પ્રમાણો અબાધિત હોય અર્થાતુ પ્રમાણિત વસ્તુની ત્યાં હાજરી હોય તો અર્થપ્રાપ્તિ થાય જ છે તે અહીં પણ સમાન છે. સુવિવેચિત એવા આપ્તપ્રણીત શબ્દોથી અવશ્ય વસ્તુની પ્રાપ્તિ થાય જ છે. જયારે, વસ્તુધર્મ નામ ન સ્વીકારો ત્યારે વક્તા “ઘટ’ શબ્દ બોલ્યો ત્યારે સાંભળનાર ને એ શું બોલ્યો ? એવો સંશય જ હોય ઘટજ્ઞાન ન થાય અથવા “ઘટ’ શબ્દ ૧. નિશ્ચય વિનાનું બંને પક્ષનું જે જ્ઞાન થાય તે સંશય કહેવાય.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy