________________
૩૧
ગુજરાતી પ્રશ્નોત્તર
ભાવમંગલમાં કારણ બનતા નામાદિના ઉદાહરણો -
નામ :- મંગલ શબ્દરૂપ સિદ્ધ, વિજય, જિનેન્દ્રાદિ નામ કોઇએ બોલેલું સાંભળીને પ્રાય: કોઈ જીવ સમ્યગ્દર્શનાદિ ભાવમંગલ પરિણામવાળો થાય છે.
સ્થાપના :- કોઇ જિનપ્રતિમા–સ્વસ્તિક સાધુનાં પગલા વગેરે જોઇને ભાવમંગલ પરિણામવાળો થાય છે.
દ્રવ્ય :- મોક્ષમાં ગયેલા મુનિનો દેહ, ભવ્યયતિના પર્યાયવાળો દીક્ષાર્થી, સુવર્ણમાળાદિ જોઇને પ્રાયઃ સમ્યગ્દર્શનાદિ ભાવમંગલ પરિણામ થાય છે તેથી તે દ્રવ્ય પણ ભાવમંગલનું કારણ છે. તે કારણથી નામાદિ ત્રણે પણ ભાવના કારણ હોવાથી ભાવમંગલ છે.
પ્રશ્ન-૪૯ – જો નામાદિ પણ ભાવમંગલ હોય તો તે પણ તીર્થંકરાદિ ની જેમ પૂજ્ય કેમ ન બને?
ઉત્તર-૪૯ – નામાદિ ત્રણેયમાં ઇચ્છિત ફળસાધનમાં નિશ્ચયનો અભાવ હોવાથી અનેકાન્તિક છે જેથી આત્યંતિક બનતું નથી, કારણ કે આત્યંતિક પ્રકર્ષને પ્રાપ્ત થયેલા તેવા પ્રકારના વિશિષ્ટ ફળ સાધત્વનો ત્યાં અભાવ છે. ભાવવિષય મંગલ તો એનાથી વિપરિત સ્વરૂપવાળું છે. એટલે કે એકાંતિક અને આત્યંતિક ફળ સાધક છે. તેથી જે વિશેષ હોય તેને જ પૂજ્ય ગણવું. બીજા નહિં.
ઘટ-પર વિગેરે વિશ્વની સર્વવસ્તુઓ નામાદિ ચતુષ્પર્યાયાત્મક છે. જેમકે “ઘટ’ એવું નામ, તેનો આકાર તે સ્થાપના, તેના કપાલાદિ પરિણામી કાર્યના કારણ હોવાથી દ્રવ્ય તથા નિષ્પન્ન ઘટરૂપ તે ભાવ છે. આ રીતે સર્વવસ્તુનો સમૂહ નામાદિ ચાર સ્વરૂપ છે. એ રીતે જ સમ્યગ્દર્શનની વ્યવસ્થા હોવાથી જિન મન સર્વ નામાદિ નયાત્મક છે.
નામાદિ ચારમાં નામનય નામને જ પ્રધાન માને છે. આ સ્થાને સુગત (બૌદ્ધ) મતના અનુયાયીઓ “અર્થમાં-પદાર્થમાં શબ્દો નથી” વગેરે વચનથી નામ નયને વસ્તુધર્મ તરીકે માનતા નથી –
(૧) નામનયનો મત :પ્રશ્ન-૫૦ – વસ્તુનો ધર્મ એ નામ નથી “ર ઢળે શબ્બર સતિ' એ વચનથી અમે નામને વસ્તુના ધર્મ તરીકે કઈ રીતે માનીએ?
ટી.૧. જેનાથી જરૂરથી ફળ થાય ફળ થયા વિના ન રહે તે એકાંતિક કહેવાય અને જેનાથી ઉત્કૃષ્ટ ફળ થાય તે આત્યંતિક કહેવાય.