________________
૩૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અથવા સાધુદ્રવ્ય ભવિષ્યમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થવાથી અનુક્રમે ઇન્દ્રાદિ દ્રવ્યમાં ઉપયોગરૂપ થતો તે ભાવેન્દ્ર પરિણતિ રૂપ ભાવનું નિમિત્ત બને છે - પર્યાય બને છે, તે રીતે નામ કે સ્થાપના એકબીજાના કાર્ય-કારણ બનતા નથી. એમ કહેવાય છે કે જે રીતે અનુપયુક્ત વક્તા દ્રવ્ય ક્યારેક ઉપયુક્તત્વકાલે તે ઉપયોગરૂપ ભાવનું કારણ બને છે, તે ઉપયોગરૂપ ભાવ પણ તે અનુપયુક્ત વક્તા દ્રવ્યનો પર્યાય બને છે અથવા જે રીતે સાધુ જીવ દ્રવ્યેન્દ્ર છતો ભાવેન્દ્રરૂપ પરિણતિનું કારણ બને છે અને તે ભાવેન્દ્રપરિણતિરૂપ ભાવ તેનો પર્યાય બને છે તે રીતે નામ-સ્થાપના બનતા નથી. એથી, તે બંનેથી દ્રવ્યનો ભેદ છે.
નામનો સ્થાપના-દ્રવ્યથી ભેદ :- નામનો તો સ્થાપના-દ્રવ્યથી ભેદ સામર્થ્યથી જણાય જ છે. જો કે આગળ કરેલી શંકા પ્રમાણે નામ-સ્થાપના અને દ્રવ્ય અભિન્ન છે છતાં અહીં ઉપર કહ્યા પ્રમાણે પરસ્પર ભેદ છે. જેમ, દૂધ-દહીં-છાશ વગેરેમાં ગોરપણું, સફેદાઈ વગેરે સમાન છતાં મીઠાશાદિમાં ફરક છે જ એમ અહીં પણ સમજવું.
પ્રશ્ન-૪૮ - નામાદિ ચારમાં માત્ર ભાવ જ વસ્તુરૂપ જણાય છે, કારણ કે પ્રયોજનની સિદ્ધિ તેનાથી જ થાય છે જેમકે, ભાવઈન્દ્ર, દાનવોને દમન કરવારૂપ કાર્ય સાધવામાં સમર્થ છે તે રીતે નામ ઈન્દ્રાદિ ત્રણે નથી થતા તો પછી તે ત્રણેનું શું પ્રયોજન છે?
ઉત્તર-૪૮ – ભાવને વસ્તુપણે માનવામાં કાંઈ દોષ નથી. નામાદિ પણ વસ્તુના પર્યાયો હોવાથી ભાવની જ અવસ્થાઓ છે કારણ કે પર્યાય-ધર્મ-ભેદ-ભાવ વગેરે સમાનાર્થી શબ્દો જ છે જેમ કોઈ સામાન્યથી “ઇન્દ્ર' શબ્દ બોલે એમાં સાંભળનારને નામાદિ ચારેની પ્રતીતિ થાય છે. એટલે શંકા થાય કે એણે નામઇન્દ્ર કહ્યો સ્થાપના ઈન્દ્ર કહ્યો વગેરે ? આથી ઇન્દ્રાદિ વસ્તુના જે નામાદિ ચારે છે તે સ્વયં વસ્તુના પર્યાયો-ભાવવિશેષો છે. એટલે જ વિશિષ્ટ અર્થક્રિયા સાધક ભાવ ઇન્દ્રાદિરૂપ ભાવને આશ્રયીને વસ્તુપણું સાધીએ તો કાંઈ હાની નથી. તથા નામાદી પણ ભાવમંગલાદિનું કારણ હોવાથી ભાવમંગલ જ છે.
ભાવ મંગલપરિણામ એટલે ભાવમંગલમાં ઉપયોગ અથવા ભાવમંગલ એ સાધુ આદિની પરિણતિ રૂપ છે. કારણકે ભાવમંગલ પરિણામ તે બંનેમાં નિમિત્ત કારણ બને છે. જે જેનું કારણ બને છે તે તેના વ્યપદેશને પ્રાપ્ત કરે છે જેમકે, ‘ગાયુષ્કૃતમ્' “પો મોગનમ્' વગેરે, કેટલાંક ક્લિષ્ટકર્મોવાળાનાં નામાદિ ભાવમંગલનાં કારણ નથી પણ બનતાં, તેથી મૂળમાં પ્રાયઃ શબ્દ મુક્યો છે અહીં મંગલની વાત ચાલે છે તેથી ભાવમંગલના કારણો નામાદિ કહ્યા તેથી નામાદિ પણ ભાવમંગલરૂપ જ છે, ભાવવસ્તુના સાધનમાં નામાદિ પણ તેની સાધકતામાં કારણભૂત હોવાથી ક્ષતિ નથી.