SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ચિંતક મૂર્ત-અમૂર્ત વસ્તુને વિચારે છે અને છદ્મસ્થ અમૂર્તને સાક્ષાત્ જોતો નથી તેથી જણાય છે કે અનુમાનથી જ ચિંતનીયવસ્તુને જાણે છે. પ્રશ્ન-૫૬૨ કેટલા અને ક્યા સમયે એ મનોદ્રવ્યપર્યાયોને જાણે છે ? ઉત્તર-૫૬૨ અતીત-અનાગત પલ્યોપમના અસંખ્ય ભાગરૂપ કાળમાં જે તે મનોદ્રવ્યોના ભૂત ભવિષ્ય ચિંતાનુગુણ પર્યાયોને જાણે છે. પ્રશ્ન-૫૬૩ અહીં વચ્ચે તં સમાતઓ ધૈવિદ્દ પન્નત્ત, તં નહા-વ્નો, ઘેત્તો, कालओ, भावओ । दव्वओ णं उजुमइ अणंते अनंतपएसिए स्वंधे जाणइ पासइ खे નંદિ સૂત્રમાં કહ્યું છે. ત્યાં મનઃપર્યાયજ્ઞાન પટુક્ષયોપશમપ્રભવ હોવાથી વિશેષ જ ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે. સામાન્ય નહિ. એટલે એ જ્ઞાન રૂપ જ છે, દર્શન રૂપ નથી તે હોય તો તેમાં પશ્યતિ સંગત થાય તો પાસફ એમ શા માટે કહ્યું ? - - - ઉત્તર-પ૬૩ – તે મનઃપર્યાયજ્ઞાની અચક્ષુદર્શનથી દેખે છે. જેમ શ્રુતજ્ઞાની કેટલાકના મતે અચક્ષુદર્શનથી જોવે છે એવું પૂર્વે કહ્યું છે ગા.૫૫૩. અહીં એવો ભાવ છે પર ઘટાદિક અર્થને વિચારતો સાક્ષાત્ મનોદ્રવ્યોને મનઃપર્યાયજ્ઞાની જાણે છે. અને તે જ મનથીઅચક્ષુદર્શનથી વિકલ્પે છે. એટલે તેની અપેક્ષાએ પશ્યતિ એમ કહેવાય છે. કારણ કે, મનઃપર્યવજ્ઞાનીને મનઃ પર્યવજ્ઞાન પછી તરત જ માનસ અચક્ષુદર્શન ઉત્પન્ન થાય છે. તેથી મન:પર્યવજ્ઞાનથી જાણે છે અને અચક્ષુદર્શનથી જુએ છે. = પ્રશ્ન-૫૬૪ – મતિ-શ્રુતે પરોક્ષમ્ એ વચનથી પરોક્ષાર્થ વિષય શ્રુતજ્ઞાન છે. અચક્ષુદર્શન પણ મતિનો ભેદ હોવાથી પરોક્ષાર્થ વિષય જ છે. એટલે શ્રુતજ્ઞાનાવિષયભૂત મેરૂસ્વર્ગાદિ પરોક્ષ અર્થમાં અચક્ષુદર્શન ઘટે છે, તે પણ તેનું આલંબન હોવાથી શ્રુતના સમાન વિષયવાળું છે તો કેમ ન ઘટે ? પરંતુ અધિ-મન:પર્યાય-વત્તાનિ પ્રત્યક્ષમ્ એ વચનથી મન:પર્યાય જ્ઞાન પ્રત્યક્ષ અર્થનો વિષય છે એટલે પરોક્ષાર્થવિષય અચક્ષુદર્શનની ત્યાં પ્રવૃત્તિ કઈ રીતે મનાય બંનેનો વિષય ભિન્ન છે ? ઉત્તર-૫૬૪ – જો પરોક્ષ અર્થમાં અચક્ષુદર્શનની પ્રવૃત્તિ માનો તો પ્રત્યક્ષમાં અંગી કરવી જોઈએ. ચક્ષુપ્રત્યક્ષ ઉપલબ્ધ ઘટાદિ જે પ્રત્યક્ષ અર્થ છે તે સંબંધી અચક્ષુદર્શનમાં વિશેષ અનુગ્રાહક છે. પ્રશ્ન-૫૬૫ કોણ ન માને કે કેવલ પ્રત્યક્ષ મનોદ્રવ્યાર્થગ્રાહક પ્રત્યક્ષ અર્થ સુતરાં અચક્ષુદર્શનનો અનુગ્રાહક છે ? હોવાથી આ રીતે મનઃપર્યાયજ્ઞાનની પ્રત્યક્ષતા ઘટે છે
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy