SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ ગુજરાતી પ્રશ્નોત્તર આદિ ભાવિદેવોનું ઉત્કૃષ્ટથી વનસ્પતિના કાળનું જ અંતર કહ્યું છે. અન્યત્ર પણ દેવેન્દ્ર ચક્રવર્તિત્વ આદિ પદયોગ્ય કર્મોનો બંધ ભવ્યોનો જ કહ્યો છે. એટલે ચક્રવર્તી ભવ્ય જ હોય છે. I૮૦૮ અવધિજ્ઞાનનો સંક્ષેપથી વિષય જણાવે છે. “તે અવધિજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે છે. દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી જઘન્યથી અવધિજ્ઞાની દ્રવ્યથી અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગમાં રહેલા રૂપી દ્રવ્યોને જુએ છે. કાળથી એ દ્રવ્યના આવલીના અસંખ્ય ભાગે રહેલા અતીત-અનાગત પર્યાયોને જુએ છે, અને ભાવથી દરેક દ્રવ્યના ચાર ગુણો જુએ છે. તથા ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની દ્રવ્યથી અને ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશ ખંડોમાં અવગાહીને રહેલા દ્રવ્યોને જુએ છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અંતર્ગત દ્રવ્યોનાં અતીત અનાગત પર્યાયોને જાણે છે, અને ભાવથી એક-એક દ્રવ્યનાં અસંખ્યાત પર્યાયો જુએ છે – જાણે છે.” ((૪) મન:પર્યવજ્ઞાન) મન:પર્યવજ્ઞાન રૂપિદ્રવ્યનિબંધનત્વ-ક્ષાયોપથમિકત્વ-પ્રત્યક્ષત્યાદિ સામ્ય છતાં અવધિજ્ઞાનથી સ્વામી આદિ ભેદથી વિશિષ્ટ છે. અઢી દ્વીપ-સમુદ્રમાં સંબદ્ધ એવા મનુષ્યક્ષેત્રના લોકોના મનના પરિચિતિત અર્થોને પ્રગટ કરે છે, ગુણકારણ છે, અને અપ્રમત્ત ઋદ્ધિ પ્રાપ્તવાદિ શાસ્ત્રમાં કહેલા વિશેષથી વિશિષ્ટ ચારિત્રવાળાને થાય છે. મનુષ્યલોકમાં સંજ્ઞી જીવો દ્વારા વિચારાતા મનોદ્રવ્યોને જાણે છે. આ તે જ્ઞાનનો દ્રવ્યથી વિષય કહ્યો. હવે કાળથી અને ભાવથી-ચિંતાનુગુણ સર્વપર્યાય રાશિના અનંતભાગે અનંત રૂપાદી પર્યાયો મનપણાથી પરિણિત અનંતસ્કંધ સમૂહમય ભાવમનના પર્યાયોને જાણે નહિ. કારણ કે ભાવમન તો જ્ઞાનરૂપ છે અને જ્ઞાન અમૂર્ત છે, અમૂર્ત વિષયને તો છદ્મસ્થ ગ્રહણ કરી શકે નહિ. પરંતુ, દ્રવ્ય મનના ભાવોને મનોદ્રવ્યમાં રહેલા જ જાણે છે. ચિત્તનીય બાહ્ય ઘટાદિવસ્તુમાં રહેલા નહિ. પ્રશ્ન-૫૯૧ – એ મનોદ્રવ્ય સંબંધિ છે જ નહિ તો એના વ્યવચ્છેદ માટે તેનું ગ્રહણ શા માટે કર્યું? ઉત્તર-પ૬૧ – એમ નહિ કહેવું કારણ કે મનો દ્રવ્યોને જોઈને પછી અનુમાનથી તે જણાય છે, એટલો મનોદ્રવ્યોસાથે સંબંધમાત્ર વિદ્યમાન છે. તે દ્રવ્યમનથી પ્રકાશિત બાહ્ય ચિંતનીય ઘટાદિને અનુમાનથી જાણે છે. કારણ કે તત્પરિણત જ આ મનોદ્રવ્યો છે. તેથી અત્રે આવી ચિંતનયવસ્તુ હોય છે. એમ ચિંતનીય વસ્તુને સાક્ષાત જાણતો નથી કારણ કે
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy