SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હતો પછી મંત્રીએ જેમ થયું હતું તેમ બધું જણાવ્યું-રાજાખુશ થયો અને વિચારવા લાગ્યો “અહો ! આ મંત્રી ઇંગિતાકાર જાણવામાં કેટલો કુશળ છે” એમ વિચારી પ્રધાનના પગારમાં વૃદ્ધિ કરી બીજી પણ અનેક પ્રકારે મહેરબાની કરી. આમ, અન્ય પણ અપ્રશસ્ત ભાવોપક્રમો પણ સ્વમતિથી વિચારવા. પ્રશસ્ત ભાવપક્રમ:- શિષ્ય જે સ્વહિત માટે શ્રુતાધ્યયનાદિ હેતુ પ્રસસ્તમનવાળો શુભ ગુરુભાવને ઉપક્રમ કરે છે-જાણે છે. તે મોક્ષનું ફળ હોવાથી પ્રશસ્ત ભાવપક્રમ. તેનો જ અહિ અધિકાર છે. પ્રશ્ન-૫૯૮ – અહીં આવશ્યકાનુયોગ વ્યાખ્યાન પ્રક્રાંત છે તે અવસરમાં આ અપ્રસ્તુત એવો ગુરુચિત્તના ઉપક્રમથી અધિકાર કયો છે? ઉત્તર-૫૯૮ – જે વ્યાખ્યાન અહીં પ્રસ્તુત આપ કહો છો તે ગુરુચિત્તાધીન જ છે. તેથી ગુરુચિત્ત ઉપક્રમ જ વ્યાખ્યાનનું પ્રથમ અંગ કારણ છે, કારણવિના કાર્યાભાવ હોવાથી તે પ્રકૃત છતે તે કારણના અધિકારનું અભિધાન કાંઈ અપ્રસ્તુત નથી. ફક્ત ગુરુચિત્તોપક્રમ જ પ્રથમ વ્યાખ્યાનાંગ નથી. પરંતુ, જે કોઈ સામાન્યથી શાસ્ત્રાદિઉપક્રમ-પુસ્તક-ઉપાશ્રય આહારવસ્ત્ર-પાત્ર-સહાયાદિ વ્યાખ્યાનાંગો છે તે બધા ગુરુચિત્તાયત્ત છે. તેથી જેમ ગુરુનું મન પ્રસન્ન થાય તેમ કરવું એટલે અહીં ગુરુચિત્તોપક્રમ અપ્રસ્તુત નથી. ગુરુચિત્ત પ્રસન્નતા માટેના ઉપાયો :जो जेण पगारेणं तुस्सइ करण-विणया-ऽणुवत्तीहिं । आराहणाए मग्गो सो च्चिय अव्वाहओ तस्स ॥९३२॥ आगारिंगियकुसलं जइ सेयं वायसं वए पुज्जा । तहवि य सिं न विकूडे विरहम्मि य कारणं पूच्छे ॥९३३॥ ગુરુનો આદેશ માનવો-કરણ, વિનય-સામે જવું આસનપ્રદાન-સેવા-અંજલિપૂર્વક અનુગમનાદિ, અનુવૃત્તિ-ઈંગિતાદિથી ગુરુનું મન જાણીને તેના અનુકૂળ વર્તન. આકારઇંગિતકુશળ શિષ્યને “સફેદ કાગડો' એમ પૂજ્યગુરુ કહે તો પણ તેના વિષેના વચનને કાપે નહિ અને એકાંતમાં તદ્વિષયક કારણ પૂછે. ઉદાહરણ :- કન્યકૂજનગરમાં કોઈ રાજાએ સૂરિ સાથે વાત કરતાં કહ્યું. રાજપુત્રો વિનીત છે, સૂરિએ કહ્યું-ના, સાધુઓ વિનીત હોય છે. તેના વિવાદમાં સૂરિએ કહ્યું. તમારો સર્વોત્કૃષ્ટ વિનયગુણવાળો રાજપુત્ર પરીક્ષાય અને અમારો જે આપને અવિનીત લાગે તે જ
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy