________________
| 34 ગ . ॥ श्री तारंगातीर्थाधिराज श्री अजितनाथाय नमः ॥
|| છાનો વીયરીયે |
श्री विशेषावश्यक भाष्यम्
શ્રી આવશ્યક સૂત્ર અર્થથી સૌ પ્રથમ તીર્થકર ભગવંતો ફરમાવે છે, ત્યાર બાદ ગણધર ભગવંતો તેને સૂત્રમાં ગુંથે છે. એમાં ચરણ સિત્તરી અને કરણ સિત્તરરૂપ જે ક્રિયાઓ છે તે સૂત્ર રૂપી વૃક્ષનું મૂળ છે. સામાયિકાદિ છ આવશ્યક અધ્યયન રૂપ શાસ્ત્ર તે વૃક્ષનો સ્કંધ છે. અત્યંત ગંભીર અર્થવાળું તથા સર્વ સાધુ-શ્રાવક વર્ગને નિરંતર ઉપયોગવાળું જાણીને શ્રુતકેવલી શ્રીમાન્ ભદ્રબાહુસ્વામી દ્વારા “માિિનવોદિયં નાdi સુચનાચેવ મહિના ર” (નિ.ગા.૭૯) વગેરે ગાથાઓ દ્વારા કરેલ વ્યાખ્યાન “નિર્યુક્તિ” કહેવાય છે. છ અધ્યયન સ્વરૂપ આ આવશ્યક નિર્યુક્તિમાંથી પ્રથમ અધ્યયન “સામાયિક અધ્યયન'ની નિર્યુક્તિનો અર્થ જબરજસ્ત વિચારણા કર્યા પછી પણ જાણવો દુષ્કર છે. છતાં અત્યંત ઉપકારી છે એમ જાણીને પૂજ્યપાદ જિનભદ્રગણિક્ષમાશ્રમણ ભગવંતે સામાયિકની નિયુક્તિ ઉપર ભાષ્યની રચના કરી આ ભાષ્ય ઉપર સ્વયં પોતે અને શ્રીમાનું કોટ્યાચાર્ય ભગવંતે પણ વ્યાખ્યા કરી છે. પરંતુ એ વ્યાખ્યાઓ અત્યંત ગંભીર અને સંક્ષિપ્ત હોવાથી તથા પંચમકાળના પ્રભાવથી બુદ્ધિ વગેરેમાં હીન થયેલા અને વિસ્તાર રૂચિવાળા શિષ્યો માટે એ વૃત્તિઓ વિશેષ ઉપકારક નહિ થઈ શકે એમ સમજીને પૂ.પાદ મલધારી હેમચંદ્રસૂરિજીએ વિસ્તારપૂર્વક આ વૃત્તિની રચના કરી છે.
ગ્રંથના આરંભમાં ભાષ્યકાર વિપ્નોની શાન્તિ માટે મંગળ તથા શિષ્યોની પ્રવૃત્તિ માટે અભિધેયાદિ કહે છે.
कयपवयणप्पणामो वोच्छं चरण-गुणसंगहं सयलं ।
आवस्सयाणुओगं गुस्वएसाणुसारेणं ॥ પ્રવચન-શાસનને પ્રણામ કરીને હું ચરણ-ગુણના સકલ સંગ્રહવાળા આવશ્યકાનુયોગને ગુરૂ ઉપદેશનાનુસાર કહીશ.
ભાગ-૧/૨