SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૪૬૦ – જેમ અવિશુદ્ધ ચક્ષુવાળાને અલ્પપ્રકાશમાં અસ્પષ્ટ રૂપોપલબ્ધિ થાય છે, એમ અસંશી સમુચ્છિમ પંચેન્દ્રિયને સ્વલ્પમનોવિજ્ઞાન ક્ષયોપશમ વશ અત્યંત અલ્પ મનોદ્રવ્યગ્રહણ શક્તિથી શબ્દાદિની અસ્પષ્ટ જ ઉપલબ્ધિ થાય છે. પ્રશ્ન-૪૬૧ – જો સમુચ્છિમ પંચેન્દ્રિયને એવું અસ્પષ્ટજ્ઞાન થાય તો એકેન્દ્રિયાદિને તે કઈ રીતે થાય? ઉત્તર-૪૬૧ – જેમ મૂચ્છિતાદિને સર્વ અર્થોમાં અવ્યક્ત જ્ઞાન થાય છે. એમ, અતિપ્રકૃષ્ટાવરણોદયથી એકેન્દ્રિયોને પણ અવ્યક્ત જ્ઞાન થાય છે. તેનાથી શુદ્ધતમ બેઈજિયાદિને અનુક્રમે થાય છે આમ પંચેન્દ્રિયસમુચ્છિમ સુધી જાણવું તેનાથી સર્વસ્પષ્ટતમ જ્ઞાન સંશિને થાય છે. પ્રશ્ન-૪૬૨ – સર્વજીવોમાં ચૈતન્યસમાન હોવા છતાં જીવોને આવી ઉપલબ્ધિ ભિન્નતા કઈ રીતે? ઉત્તર-૪૬૨ – સામર્થભેદથી. તે જ્ઞાનાવરણ ક્ષયોપશમની વિચિત્રતાથી હોય છે. જેમ, છેદકભાવ સમાન હોવા છતાં ચક્રીના ચક્રરત્નના છેદન સામર્થ્ય જેવું અન્ય ખડગ, દાતરડું-બાણ આદિ છેદનવસ્તુનું સામર્થ્ય નથી હોતું. તેમાં ક્રમશઃ ઘટતું ઘટતું જ હોય છે. એમ ચૈતન્ય સમાન હોવા છતા મનોવિશ્વયિ સંજ્ઞીઓની અવગ્રહ-ઇહા આદિમાં જેટલી અવબોધપટુતા હોય તે તેવા ક્ષયોપશમ વગરના યથોક્ત દીર્ઘકાલિક સંજ્ઞા વિનાના સમુચ્છિમ પંચેન્દ્રિય-વિકલેન્દ્રિય-એકેન્દ્રિય એવા અસંશીઓને નથી જ હોતી. તેઓમાં ક્રમશઃ ઘટતી જ હોય છે. (૨) હેતુવાદોપદેશિકી સંજ્ઞા :- જેઓ વિચારી-વિચારીને ઇષ્ટ-અનિષ્ટ છાયાઆતપઆહારાદિ વિષયવસ્તુમાંથી સ્વદેહપરિપાલના હેતુથી ઇષ્ટમાં વર્તે અને અનિષ્ટમાંથી પાછા ફરે છે. તથા પ્રાય: વર્તમાન કાળે જ પ્રવર્તે અતીત-અનાગત કાળે નહિ. પ્રાયઃ ગ્રહણથી કેટલાક અતીત અનાગતાવલંબ હોય, પણ જે અતિ દીર્ઘકાળાનુસારી નથી, તે બેઈન્દ્રિયાદિ હેતુવાદોપદેશથી સંજ્ઞી જાણવા, પ્રયોગઃ સંજ્ઞનો દ્રીન્દ્રિયાય, સંવિત્ય સંવિન્ય યો-પાયેષુ નિવૃત્તિ-પ્રવૃત્ત , તેવદૂત્તવિવત્ ! એ રીતે હેતુવાદિના મતે નિષ્પષ્ટ એવા પૃથ્વી આદિ અસંજ્ઞી જ છે. (૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા - દૃષ્ટિવાદોપદેશથી લાયોપથમિક જ્ઞાનમાં રહેતો સમ્યગ્દષ્ટિ જ વિશિષ્ટ સંજ્ઞાવાળો હોવાથી સંજ્ઞી છે, મિથ્યાષ્ટિ વિપરિત હોવાથી અસંજ્ઞી છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy