SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ સુધી પ્રવચનના આધારે જ પ્રવર્તે છે આ અપેક્ષાએ અરિહંતાદિથી પણ પ્રવચન પ્રધાન થાય છે અને એ જ્ઞાનાદિ ગુણસ્વરૂપ હોવાથી એને ઈષ્ટદેવતા તરીકે કહેવામાં કોઈ બાધ નથી આવતો. અને એટલે જ તેને ઇષ્ટ માની અમે નમસ્કાર સ્વરૂપ મંગલ કરીએ છીએ એમ કહ્યું છે. પ્રશ્ન-૭ – તમે જે અગાઉ કહ્યું છે ને કે મન્દીમતી એવા મેં મન્દતરમતી એવા શિષ્યોને અર્થબોધ થાય એ માટે આ સરળ વ્યાખ્યા કરી છે તો જેઓને મહામતિવાળા એવા પૂર્વપુરુષોના વચનોથી અર્થ બોધ નથી થતો તો તમારા જેવા મંદમતિના વચનોથી કઈ રીતે થશે? ઉત્તર-૭ – સમાનસ્વભાવવાળા વચનોથી સમાનસ્વભાવવાળાને અર્થ બોધ થાય છે જેમકે – મન્નુમાણ પામવૃÉિ મિચ્છી હૉતિ મિચ્છર્દિ! સપ્ત પવિત્તીય મલ્વિસ ને विबुहभणिएहि ॥१॥ निअभासाए भणंते समाणसीलम्मि अत्थपडिवत्ती । जायइ मंदस्स वि न उण विविहसक्कयपबंधेहिं ॥२॥ પ્રશ્ન-૮- આ આવશ્યકાનુયોગ સાંભળવાનું ફળ શું છે કે જેને સાંભળવા અમે પ્રવર્તન કરીએ? ઉત્તર-૮– આવી શિષ્યની જિજ્ઞાશાને પૂરી કરવા અનુયોગના ફળ સંબંધી સંગ્રહગાથા જણાવે છે. तस्स फल-जोग-मंगल-समुदायत्था तहेव दाराई । तब्भेय-निरुत्त-क्कम पओयणाइं च वच्चाइं ॥२॥ તેના ચાર ધારો છે – ૧ - ફળ - મોક્ષપ્રાપ્તિનું લક્ષણ કહેવું. ૨ - યોગ - શિષ્યને આપવા માટે સંબંધ-અવસર જણાવવો. ૩ - મંગલ - આવશ્યકાનુયોગ કરતાં મંગળ કરવું. ૪ - સમુદાયાથે - સામાયિકાદિ અધ્યયનોનો “સાવનનો વિર ૩ત્તા ગુણવો ય પરવરી' (ગાથા-૯૦૨) વગેરે ગાથાથી સમુદાય અર્થ “સાવઘયોગ વિરતિ વગેરે બતાવવો. એ ૪ દ્વારોનાં ૧. ભેદો - (૧) આનુપૂર્વી – નામ-પ્રમાણ-વક્તવ્યતા-અર્વાધિકાર અને સમવતાર એ ૬ ભેદથી ૬ પ્રકારનો ઉપક્રમ કરવો તે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy