SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર માન્ય નથી. જેમકે મર્થ પ્રેક્ષાવતામ્ નાર્ય, છતા સતિ સ્વતન્ત્રતયામિથીયમનવાર, रथ्यापुरुषवाक्यवत् ? ઉત્તર-૪ – “ગુરૂવાલાપુર' પદથી અમે આગળ જણાવેલું જ છે એટલે કે અમે તીર્થકર-ગણધરોના ઉપદેશથી આ આવશ્યકાનુયોગ કરીએ છીએ પોતાની બુદ્ધિથી કરતા જ નથી. ગુરૂના ઉપદેશ અનુસાર તેમની પરતંત્રતા સ્વીકારીને જ કહીએ છીએ એટલે તમારો સ્વતંત્રતઃિ હેતુ જ અહીં અસિદ્ધ થઈ જાય છે. કારણ કે જે છદ્મસ્થ વ્યક્તિ પરમગુરુની અપેક્ષા વગર સ્વતંત્ર રીતે જ શેરીમાં રખડતા માણસની જેમ બોલે છે એતો અમે પણ સ્વીકારતા નથી. પ્રશ્ન-૫– તમે કહ્યું ને કે શ્રીમદ્ ભદ્રબાહુપ્રણીત સામાયિક નિર્યુક્તિ અત્રે ભાષ્યમાં અમે કહીશું તો પછી આ આવશ્યકાનુયોગ શા માટે કહો છો આમ કરવામાં તો સ્પષ્ટ વિરોધ જ થાય છે ને? ઉત્તર-૫ – વાત એમ નથી તમે અમારો મતલબ સમજ્યા નથી. કેમકે સામાયિક એ ૬ આવશ્યકનો જ એક ભાગ હોવાથી તે પણ આવશ્યક જ છે અને એના વ્યાખ્યાનરૂપ જ એની નિર્યુક્તિ છે અને વ્યાખ્યય-વ્યાખ્યાનનું એકત્વ સ્વરૂપ પહેલાં જણાવેલું જ છે એટલે આખી સામાયિક નિર્યુક્તિ પણ આવશ્યક જ થઈ અને એની જ અમે અહીં વ્યાખ્યા કરવાના છીએ એટલે એમાં વિરોધ જેવું કાંઈ થતું નથી. ગાથામાં પ્રથમ પદમાં વિઘ્નસમૂહના વિનાશ માટે મંગલનું કારણભૂત હોવાથી ઈષ્ટદેવતા ને નમસ્કાર કરાયો છે. અને શેષ ત્રણ પાદથી અભિધેય-પ્રયોજન-સંબંધનું અભિધાન કરાયું છે. (૧) “માવસયાજુમો વોજી” એ પદથી ગ્રંથમાં આવશ્યકનો અનુયોગ તે અભિધેય છે. (૨) ચરણ-ગુણના સંગ્રહથી આ શાસ્ત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આધાર છે એટલે તેવું શાસ્ત્ર શ્રવણાદિ દ્વારા સ્વર્ગ કે મોક્ષનું કારણ બનવાથી તે આ શાસ્ત્રના શ્રવણાદિનું પ્રયોજન છે. (૩) આ શાસ્ત્રમાં વાચ્ય-વાચક ભાવનો સંબંધ છે એટલે એમાં આવશ્યકનો અનુયોગ એ વાચ્ય છે અને અક્ષર રૂપ ગ્રંથ વાચક છે. મંગલ પ્રશ્ન-૬ – “યપવયUTHUTIો' પદના અનુસાર તમે અરિહંતાદિ ઈષ્ટદેવતા તરીકે પ્રસિદ્ધ હોવા છતાં તેમને છોડીને અહીં ગ્રંથકારે પ્રવચનને નમસ્કાર શા માટે કર્યો છે? ઉત્તર-૬ – “નમસ્તીથય" એ વચનથી અરિહંતાદિઓને પણ પ્રવચન નમસ્કાર્ય છે, અને અરિહંતાદિની ઓળખાણ આપણને પ્રવચનાદિથી થાય છે, તીર્થ પણ લાંબા સમય
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy