SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર રૂપવાળો થવા છતાં સર્વઅવસ્થામાં નટ એક જ હોવાથી નિત્ય છે. તેમ ફણાના સંકોચફેલાવાદિ ભાવોથી જો કે બહુરૂપવાળું હોવા છતાં આકાશની જેમ દ્રવ્ય પણ નિત્ય છે. ૩૫ तथापि नित्यमेव स्वयमविकारित्वात्, आकाशवत् यथा घटपटादिसंबंधेन बहुरुपमप्याकाशं स्वयमविकारित्वात् नित्यम्, एवं द्रव्यमपि । આખા લોકમાં સર્વત્ર કારણ જ છે ક્યાંય કાર્ય નથી. જે કારણ છે તે બધું દ્રવ્ય જ છે. मृदादिपिण्डः कारणं परिणामित्वात् पयोवद् । यथा च पिण्डस्तथाऽन्यदपि सर्वंस्थास - कोश- कुशूलादिकं त्रैलोक्यान्तर्गतं वस्तु कारणमात्रमेव, परिणामित्वात्, पयोवत्, યદ્ યત્ વ્હારળ તત્ સર્વ દ્રવ્યમેવ, આ રીતે દ્રવ્યનય સ્વપક્ષને સિદ્ધ કરે છે. પ્રશ્ન-૫૫ – માટીના પિંડના કાર્યભૂત સ્થાસ-કોશ-કુશલ-ઘટ વગેરે પ્રત્યક્ષ જ દેખાય છે. અને કારણ શબ્દ સર્વદા કાર્યાપક્ષી જ છે તો માત્ર કારણ જ છે કાર્ય નથી એમ કઇ રીતે કહેવાય ? - ઉત્તર-૫૫ આ બરાબર નથી. આવિર્ભાવ-તિરોભાવ માત્રમાં જ કાર્યનો ઉપચાર છે અને ઉપચાર એ કોઇ વસ્તુ નથી. આ રીતે પોતાના પક્ષની સ્થાપના દ્રવ્યનયે કરી. હવે, પરપક્ષમાં દોષ આપે છે :- સ્થાપનાદિનય જે દ્રવ્યમાત્ર છોડીને આકારાદિ સ્વીકારે છે તે બધું અવસ્તુ છે કેમકે-આારાવિ સર્વ અવસ્તુ, નિષ્ઠારળાત્, કારણમાત્રથી તેનો તમે સ્વીકાર કરતા નથી, જો એમ કરો તો પછી અમારા મતમાં જ આવી જાઓ યત્ कारणं न भवति तन्न वस्तु गगनकुसुमवत् તમે બધું અકારણ માનો છો એટલે આકારાદિ બધુ અવસ્તુ જ છે. (૪) ભાવનયનો મત : ભાવથી ભિન્ન દ્રવ્ય વળી શું હોય કે જેથી તમે ‘∞પરિણામમિત્તમિત્યાવિ' કહો છો. લોકમાં જે વસ્તુ નો સમૂહ દેખાય છે તે ભાવ જ છે. જો કોઇ અનાદિકાલીન સટ્વસ્તુ અન્યવસ્તુના આરંભમાં વપરાય તો ન્યાયી કલ્પના થાય. જો કે તે પ્રતિક્ષણ થતું જ અનુભવાય છે. ભાવનો એક પર્યાય ઉત્પન્ન થાય છે અને બીજો નષ્ટ થાય છે. પ્રશ્ન-૫૬ — જે ભાવની ઉત્પત્તિ-નષ્ટતા કહો છો તે અન્ય હેતુને અપેક્ષીને છે અને જે અન્ય હેતુની અપેક્ષા રાખે છે તે જ અવસ્થિત કારણ છે, અને તે જ દ્રવ્ય છે. એથી તમે ‘ભાવઅંતર મૂઝં' ઇત્યાદિ દ્વારા જે દ્રવ્યનું નિરાકરણ કરો છો તે બરાબર નથી.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy