SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૧૭૦ – જેટલો હૃદયમાં છે તેટલો બધો અધ્યવસાય સમૂહ જાગતા એવા છદ્મસ્થને પણ સંવેદન થતો નથી તો પછી સુતેલાની વાત તો દૂરની છે. કારણકે, કેવલીગમ્ય એવા જે સૂક્ષ્મ અધ્યવસાય સ્થાનો છે. તે બધા એક જ અંતર્મુહૂર્તમાં પણ અસંખ્ય અતિક્રમે છે. તો પછી આખા દિવસની વાત શું કરવી ? છદ્મસ્થ પણ આ બધાનું સંવેદન કરી શકતો નથી. તેથી જે રીતે આ છદ્મસ્થ દ્વારા જોઇ ન શકાતા પણ કેવલીદષ્ટ હોવાથી સત્ તરીકે સ્વીકારાય છે તે રીતે વ્યંજનાવગ્રહ પણ જ્ઞાન તરીકે સ્વીકારાય છે. ૯૫ મતાંતરે – કેટલાક માને છે કે જેમ જલબિંદુઓ દ્વા૨ા બે-ત્રણ વાર સિંચાયેલું પણ નવું કોડિયું ભીનું થતું નથી. વારંવાર સિંચવાથી તે ધીરે-ધીરે ભીનું થાય છે, એ રીતે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થતા અર્થો બે વગેરે સમયે પ્રગટ થતા નથી. વારંવાર અવગ્રહ કરવામાં તો તેમ થાય છે એમ, વ્યક્ત અવગ્રહ પહેલાં જે અવ્યક્ત અવગ્રહ છે તે જ વ્યંજનાવગ્રહ, અવ્યક્ત વસ્તુ વ્યંજન છે એમ તેઓ વ્યંજન શબ્દ સિદ્ધ કરે છે. પણ એ બરાબર નથી. સર્વે વિષયોના વિષયો વ્યક્ત-અવ્યક્ત છે તેમ જ દેખાય છે તો સર્વઇન્દ્રિયોથી પણ વ્યંજનાવગ્રહ થાય એ તો જણાતું નથી “ન ચક્ષુરિન્દ્રિયાભ્યામ્” (તત્ત્વાર્થ ૧-૧૯) સૂત્રથી તે સર્વેન્દ્રિય અજન્ય સિદ્ધ થાય છે. પ્રશ્ન-૧૭૧ · ચલો, માન્યું કે સુતેલાદિને જ્ઞાન વચનાદિ ચેષ્ટાઓથી દેખાય છે, પણ વ્યંજનાવગ્રહમાં તો જ્ઞાનરૂપતા ગમક કોઇપણ લિંગ પ્રાપ્ત થતું નથી, તેથી જડરૂપ હોવાથી એ જ્ઞાન કઈ રીતે કહેવાય ? ઉત્તર-૧૭૧ જો અસંખ્યસમયના શબ્દાદિદ્રવ્યોના સદ્ભાવે પણ વ્યંજનાવગ્રહને અજ્ઞાન માનો તો ચરમસમયના શબ્દાદિદ્રવ્યોનું જ્ઞાનજનકસામર્થ્ય કઇ રીતે થાય ? ન થાય. જેમકે-વ્યંજનાવગ્રહમાં પ્રતિસમય અસંખ્યેય સમયો સુધી શ્રોત્રાદિ ઇન્દ્રિયો સાથે શબ્દાદિવિષય દ્રવ્યો જોડાય છે. તેથી જો અસંખ્યેય સમય સુધી શ્રોત્રેન્દ્રિયાદિ ઇન્દ્રિયો સાથે શબ્દાદિવિષયોનો દ્રવ્યસંબંધ હોવા છતાં વ્યંજનાવગ્રહરૂપ જ્ઞાન ન માનો તો ચરમસમયે શ્રોત્રાદિન્દ્રિયો સાથે સંબદ્ધ એવા શબ્દાદિવિષયક દ્રવ્યોનું અર્થાવગ્રહલક્ષણ જ્ઞાનજનન સામર્થ્ય બીજા પણ કઈ રીતે માને ? તે માનવું બરાબર નથી. જો શબ્દાદિવિષયદ્રવ્યોનો શ્રોત્રાદિ સાથે સંબંધ માનો તો પ્રથમ સમયથી માંડીને ઉત્પન્ન થતી કોઈક જ્ઞાનની માત્રા પ્રતિસમયે પ્રગટ થતી ન મનાય તો ચરમ સમયે પણ એકાએક એ ન જોડાય તેમ હોવાથી અર્થાવગ્રહાદિજ્ઞાનોના પણ અનુદયનો પ્રસંગ આવે. જેમકે, જે વસ્તુ સર્વથા અલગ નથી તે સમુદાયમાં પણ ન હોય, જેમ ધૂળના ઢગલામાં દરેક કણમાં ન રહેલું તેલ સમુદાયમાં પણ નથી હોતું. જો એમ તમે માનો તો તમે પણ પ્રત્યેકમાં જ્ઞાન નથી ઇચ્છતા અને સમુદાયમાં કેમ ઇચ્છો છો ? અર્થાત્ -
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy