SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ જો ઇન્દ્રિય વિષય સંબંધના પ્રથમ સમયથી માંડીને વ્યંજનાવગ્રહ સંબંધિ અસંખ્ય સમયો સુધી પ્રતિસમય પુષ્ટ થતી કોઇપણ જ્ઞાન માત્રાને માનતો નથી તો ચરમસમય ના શબ્દાદિવિષયદ્રવ્યસંબંધથી સંપૂર્ણ સમુદાયમાં પણ કઇ રીતે જ્ઞાનમાત્રને માને ? ચરમ સમયના શબ્દાદિદ્રવ્યના સંબંધમાં જો અર્થાવગ્રહ જ્ઞાન માનો તો પણ પ્રત્યેક અસત્ ચરમ રેતીના કણમાં તેલની જેમ પ્રાપ્ત ન થાય. તેથી તલમાં તેલની જેમ દરેક સમયોમાં પ્રત્યેક જે અને જેટલું જ્ઞાન છે તે માનવું. હે સમુદાય જ્ઞાનવાદિ ! જો અસંખ્યવિષય અને દ્રવ્યસંબંધના સમયોના સમુદાયમાં અર્થાવગ્રહરૂપ જ્ઞાન માને છે તો, ચરમસમય રૂપ જે દેશ છે તેનાથી ન્યૂન સમુદાયમાં અર્થાત્, ચરમ એક સમયન્યૂન અસંખ્યાત સમયોમાં તે કેમ નથી ? છે જ, પ્રમાણથી ઉપપન્ન છે જેમકે - શન્વવિદ્રવ્યસવન્યસમયેષુ જ્ઞાનં અસ્તિ, જ્ઞાનોપારિશાવિદ્રવ્યસંવન્યसमयसमुदायैकदेशत्वात्, अर्थावग्रहसमयवत् । ૯૬ પ્રશ્ન-૧૭૨ – શબ્દાદિવિષયના ઉપાદાનરૂપ સમય સમુદાયમાં જ્ઞાન કોણ માને છે ? કે જેથી સમુદાયનો એક દેશ હોઇ પ્રથમાદિ સર્વ સમયોમાં તે જણાય ? કારણકે હું તો એક જ ચરમ સમયે શબ્દાદિદ્રવ્યોપાદાનમાં જ્ઞાનોત્પત્તિ માનું છું. ઉત્તર-૧૭૨ – જો એક જ સમયે (ચરમ સમયે) જ્ઞાન માનો તો એ સર્વસમયસમુદાયની અપેક્ષાએ એક દેશ જ છે. તેથી આ એકદેશથી ન્યૂન શેષસમય સમુદાયમાં જે જ્ઞાન થયું તે ભલા ! ચરમસમયલક્ષણ દેશમાં એકાએક જ સંપૂર્ણ કઇ રીતે થાય ? એમાં કોઇ પ્રમાણ મળતું નથી. કેમકે, એક જ ચરમશબ્દાદિદ્રવ્યોપાદાનના સમયમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી समयमात्रशब्दादिद्रव्योपादानात्, व्यञ्जनावग्रहाऽऽद्यसमयवत् । પ્રશ્ન-૧૭૩ - તો પછી ચરમ સમયે અર્થાવગ્રહજ્ઞાનના અનુભવના પ્રત્યક્ષથી તે જ્ઞાન અનુભવાય છે એટલે તમારી આ પ્રતિજ્ઞા પ્રત્યક્ષથી વિરુદ્ધ જ થાય છે ને ? ઉત્તર-૧૭૩ – તો પછી તમને જ એમાં મુશ્કેલી થશે કારણ કે ચરમ તત્ત્તમાં આખો પટ ઉત્પન્ન થાય છે વચનની જેમ ચરમ સમયે જ સમગ્ર જ્ઞાન ઉત્પન્ન થાય છે એવી તમારી પ્રતિજ્ઞા જ પ્રત્યક્ષથી વિરોધ થાય છે. તથા, સર્વે શબ્દાદિદ્રવ્યસંબન્ધ સમયોમાં જ્ઞાન છે એવો આપના પક્ષનાં પૂર્વોક્ત અનુમાનનો પણ વિરોધ થાય છે. પ્રશ્ન-૧૭૪ – ઠીક છે, પણ હવે અંતિમ નિષ્કર્ષ શું આપશો ? ઉત્તર-૧૭૪ જેમ, એક તંતુ પટમાં ઉપકારી છે તેના સિવાય પણ સમગ્ર પટના અભાવથી કાંઇ એક તંતુ આખો પટ બનતું નથી, તે તો પટના એક દેશ રૂપ છે, પણ સમુદાયરૂપ થયેલા તે તંતુઓ આખા પટના વ્યપદેશવાળા થાય છે. તેમ, અહીં પણ બધા જ -
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy