SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૬૭. પ્રશ્ન-૩૪૮ – ક્યા યોગથી આ ભાષાદ્રવ્યોનું ગ્રહણ થાય? અથવા કઈ રીતે ઉત્સર્ગ થાય? ઉત્તર-૩૪૮ – વક્તા કાયિક યોગથી શબ્દદ્રવ્યો ગ્રહણ કરે છે અને વાચિક્યોગથી છોડે છે. પ્રશ્ન-૩૪૯ – દરેક સમયે જ ગ્રહણ કરે છે અથવા છોડે છે કે અન્યથા ગ્રહણ-મોચન કરે છે? ઉત્તર-૩૪૯ – એકાંતરે ગ્રહણ કરે છે અને એકાંતરે જ મોચન કરે છે. ભાવાર્થ - પ્રતિસમય ગ્રહણ કરે છે અને મૂકે છે. કઈ રીતે ? ગ્રામથી અન્ય ગ્રામ ગ્રામોત્તર પુરુષથી અન્ય પુરુષ-પુરુષાન્તર એમ એક-એક સમયથી એક-એક એકાન્તર સમયે જ કરે છે. પ્રશ્ન-૩૫૦ - ભાષક કાયિક યોગથી વાદ્રવ્યોને ગ્રહણ કરે છે એ અયોગ્ય નથી કારણ કે કાયવ્યાપાર સિવાય તે ગ્રહણ ન કરી શકાય પણ વાચિકયોગથી છોડે છે એ અમને સમજાતું નથી કે કઈ રીતે વાચિકયોગથી છોડે? ગ્રહણ કરાતી વાણીનો જીવવ્યાપારરૂપ યોગના અભાવે એ ઘટતું નથી ચલો, આ સંક્ષેપથી શું ? વિસ્તારથી પુછીએ છીએ-આ વાગ્યોગ ક્યો કે જેનાથી છોડે છે એણે કહ્યું? વાવ છોડાતીભાષા પુદ્ગલોનો સમૂહરૂપ વાગ્યોગ કે કાયસંરક્ષ્મઃ કાયવ્યાપારનો નિસર્ગ હેતુ વાગ્યોગ? એમ બે વિકલ્પો છે ત્યાં પહેલાનું નિરાકરણ-વાયા ન નીવોનો ત્યાદિ યોગ અહીં શરીર જીવવ્યાપાર છે તે વાણી થતો નથી. વાણી પુગલપરિણામવાળી રસ-ગંધાદિ જેમ હોય છે, અને જે જીવવ્યાપારરૂપ યોગ છે તે પુદ્ગલપરિમાણ પણ થતો નથી. જેમકે જીવાધિષ્ઠિત કાયવ્યાપાર. પણ તે વાચા દ્વારા કાંઈ મૂકાતું નથી કારણ કે તે જ નિસૃજ્યમાન છે અને કર્મ જ કરણ બનતું નથી એટલે વાવ વાગ્યોગ એવો પ્રથમ વિકલ્પ ઘટતો નથી. હવે બીજો વિકલ્પ-કાયવ્યાપર આ વાગ્યોગ છે તો કાયાથી છોડે છે એમ કહેવાત તો કેમ કહ્યું કે, વાચિક યોગથી છોડે છે? ઉત્તર-૩૫૦ – બીજો વિકલ્પ જ અહીં સ્વીકાર કરાય છે. ફક્ત અવિશિષ્ટ કાયયોગ વાગ્યોગતયા અમે માનતા નથી. પરંતુ, કાયયોગ વિશેષ જ મન-વાક્યોગો માનીએ છીએ, તેથી એ દોષરહિત છે કાયિકયોગ કોઈપણ અવસ્થામાં સંસારીઓનો નષ્ટ થતો નથી, અશરીરી સિદ્ધોનો જતે નિવૃત્ત થયેલો છે. એથી વાણીના નિસર્ગ સમયે પણ તે કાયયોગ છે જ. પ્રશ્ન-૩૫૧ – તો મન-વચનયોગની સ્થાનો છેદ થઈ જાય?
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy