________________
૧૬૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૩૫૧ - ના, જોકે કાયયોગ સર્વત્ર અનુગત છે તો પણ જેનાથી મન-વચનદ્રવ્યોનું ઉપાદાન કરે છે તે કાયિકયોગ, જેનાથી સંરંભથી તેને જ મૂકે છે તે વાચિકયોગ, જેનાથી મનોદ્રવ્યો ચિંતામાં વાપરે છે તે માનસિકયોગ, આ પ્રમાણે કાયયોગ જ ઉપાધિભેદથી ત્રણ પ્રકારે વિભાજન થયેલો છે. એટલે, માત્ર ભેદથી આ ત્રણે યોગો વ્યવહાર કરે છે. પરમાર્થથી તો સર્વત્ર એકલો કાયિક યોગ જ છે.
मनोवाग्योगौ तनुयोग एव, कायेनैव तद्रव्यग्रहणात् प्राणापानवत्, यथा कायेन द्रव्यग्रहणात् प्राणाऽपानव्यापारः कायिकयोगात् न भिद्यते, પર્વ મનો-વાળ્યો મા
જો તું પ્રાણ-અપાનવ્યાપારને કાયયોગ તરીકે ન માને તો પણ તે યોગાંતર થાય, તો ચાર યોગથવાની આપત્તિ આવે એ ઈષ્ટ નથી. તેથી એ કાયિક્લોગ જ છે.
પ્રશ્ન-૩૫૨ – તમારી કહેલી યુક્તિથી જ બધાનો મનો-વાગ્યોગની જેમ તનુયોગતતુલ્ય હોવા છતાં આ પ્રાણ અપાનવ્યાપાર કાયિક યોગથી યોગાન્તર કેમ ન કર્યો? કેમ ચોથો યોગ ન કર્યો? હવે જો એમ ન કરાય તો તનુયોગત્વ તુલ્ય હોવા છતાં મનો-વાગ્યોગ કાયયોગથી કેમ અલગ કર્યો? તેથી તનુયોગત્વ સર્વત્ર તુલ્ય હોવાથી એકલો કાયયોગ જ કરો અથવા ઉપાધિ ભેદથી ચાર યોગો કરો? નહિ તો અહીં માત્ર પક્ષપાત જ થશે યુક્તિ નહિ થાય?
ઉત્તર-૩૫ર – લોક-લોકોત્તરરૂઢ વ્યવહારની સિદ્ધિ માટે જ મનો-વાગ્યોગ અલગ કર્યા છે, પ્રાણ-અપાનયોગ નહિ.
પ્રશ્ન-૩૫૩ – વ્યવહાર પણ શું આ રીતે જ પ્રવૃત્ત કરાય છે?
ઉત્તર-૩૫૩ – કાયક્રિયા-કાયવ્યાપાર, તેનાથી અતિરિક્ત પ્રાણ-અપાન ફળ કાંઈ દેખાતું નથી, જેમ વાચા અને મનનું તે પ્રગટ દેખાય છે જેમકે વાણીનું સ્વાધ્યાયવિધાનપરપ્રત્યાયનાદિ અને મનનું ધર્મધ્યાનાદિ વિશિષ્ટ પ્રગટ કાયક્રિયાથી અતિરિક્ત ફળ દેખાય છે એ પ્રમાણે પ્રાણ-અપાનનું દેખાતું નથી, એટલે એ કાયયોગાન્તર્ગત પ્રાણઃઅપાનવ્યાપાર વ્યવહાર કરાય છે અલગ નહિ.
પ્રશ્ન-૩૫૪ – નીવત્યત એવી પ્રતીતિજનનાદિક પ્રાણાપાનવ્યાપર ફળ પ્રાપ્ત થાય જ છે ને?
ઉત્તર-૩૫૪ – અલગ યોગ તરીકે માનવાની આપત્તિ આવે તેથી વિશિષ્ટવ્યવહારના અંગભૂત પરપ્રત્યાયના ફળ હોવાથી મન-વાગ્યોગ જ અલગ કર્યા છે પ્રાણાપાનયોગ નહિ.