________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૧૬૯
આ રીતે જ તનુયોગ, વાગ્નિસર્ગવિષયમાં વપરાતો વાગ્યોગ, મનનમાં વપરાતો મનોયોગ, વાગ્વિષયો યોગ વાગ્યોગ, મનોવિષયો યોગ મનોયોગ, એમ કરીને તનુયોગવિશેષ જ વાડ્મનોયોગ છે એમ બતાવ્યું.
અથવા તે બંને સ્વતંત્ર છે એમ બતાવે છે...
તનુયોગદ્વારા ગ્રહણ કરાયેલો જે સહકારી કારણભૂત વાદ્રવ્યસમૂહ છે. તેના સાથે તેના નિસર્ગમાટે જીવનો વ્યાપાર તે વાગ્યોગ. સહકારી કારણભૂત વાચા સાથે જીવનો યોગ વાગ્યોગ. તે વાચા જીવવ્યાપાર દ્વારા પરપ્રત્યાયન માટે બોલાય છે. તથા તન-વ્યાપારથી ગ્રહણ કરાયેલો સહકારી કારણભૂત મનોદ્રવ્યસમૂહ, તેની સાથે વસ્તુચિંતન માટે જે જીવનો વ્યાપાર તે મનોયોગ. સહાકરી કારણભૂત મન સાથે જીવનો યોગ મનોયોગ. કારણ કે તેના દ્વારા જિનમૂર્તિ આદિક વિચારાય છે, એટલે તે મનોયોગ છે.
આ પક્ષમાં-વાદ્રવ્યનિસર્ગાદિકાળે તનુનો વ્યાપાર હોવા છતાં વિવક્ષિત નથી, પરંતુ વાગ્યનોદ્રવ્યસાચિવ્યથી જીવનો વ્યાપાર વિવક્ષિત છે. એ પ્રમાણે મન-વાગ્યોગ સ્વતંત્ર જ છે કાયયોગમાં વિશેષ રીતે રહેલા નથી.
પ્રશ્ન-૩૫૫ – તો અમે કહીશું પ્રાણ-અપાનદ્રવ્યસાચિત્રથી તેના મોચનમાં જંતુનો તે યોગ પણ સ્વતંત્ર છે?
ઉત્તર-૩૫૫ - ના, મહું વવહી સિદ્ધભં-ગાથા કલ-૩૬૧, ઇત્યાદિ દ્વારા આગળ વિધાન કરેલું છે એટલે એમ ન માની શકાય.
પ્રશ્ન-૩૫૬ – એક ગામથી અન્ય ગામ અંતરિત ન હોવા છતાં લોકરૂઢિથી ગ્રામોત્તર કહેવાય છે અથવા પુરુષથી અન્ય પુરુષ અનંતર છતાં પુરુષાંતર કહેવાય છે એમ અહીં પણ સમયથી જે અન્ય સમય છે તે અનંતર હોવા છતાં એકાંતર કહેવાય છે, તેથી તમે કહેવા શું માંગો છો?
ઉત્તર-૩૫૬ – એક સમયથી અનંતર સમય એકાંતર અને એ પ્રમાણે દરેક સમયે ગ્રહણ-મોચન કરે છે એવો નિષ્કર્ષ થાય છે.
પ્રશ્ન-૩૫૭ – કેટલાક વ્યાખ્યાતા માને છે કે-ગ્રહણ-મોચન એક-એક સમયથી અંતરિત એકાંતર કહેવાય?
ઉત્તર-૩૫૭ – એ બરાબર નથી, કેમકે વચ્ચે વચ્ચેના બધા ગ્રહણ સમયોમાં ન સંભળાવાથી, તેમને વચ્ચે-વચ્ચે ખાલી રત્નાવલીરૂપ ધ્વનિ પ્રાપ્ત થાય છે તથા સૂત્ર વિરોધ