________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૬૭ ઉત્તર-૧૧૨ – બોલનાર-સાંભળનાર નું જે કાંઈપણ શ્રુતાનુસારિ પરોપદેશ અહિંદુ વચનાનુસારિ જ્ઞાન છે તે બધું શ્રત છે અને જે બંને માટે શ્રુતાતીત છે ઇન્દ્રિય-મનમાત્ર નિમિત્તક અવગ્રહાદિરૂપ જ્ઞાન છે તે સર્વ મતિજ્ઞાન છે. એ પ્રમાણે બંનેને પ્રત્યેક મતિ-શ્રુત યથોક્ત રૂપે જાણવા, એકેકનું એકેક એમ નહિ સમજવાનું.
પ્રશ્ન-૧૧૩ – ભલે એમ સમજો. પરંતુ સરોવર્સદ્ધિી ન સુ' ઇત્યાદિ (૧૧૮મી) ગાથા દ્વારા જે અમે પૂર્વપક્ષ કર્યો છે તેનો પરિહાર કઈ રીતે કરશો?
ઉત્તર-૧૧૩ – શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ કોઈક અશ્રુતાનુસારિણી અવગ્રહ-ઈહાદિ માત્ર રૂપા મતિજ્ઞાન જ છે એથી, “કોન્દ્રિયો વ્યિ કૃતમેવ' એમ ધારી ન લેવું. એમ કરવાથી તે નામ નો ડાહીદ્રો વુદ્ધી' ઇત્યાદિ જે તમે દોષ આપતા હતા તેનો શ્રોત્રાવગ્રાહાદિ વગેરે પણ મતિ રૂપે સમર્થિત હોવાથી પરિહાર થાય છે.
સેયે તુ મડનાઈ' શેષ મતિજ્ઞાન છે કોઈક અનપેક્ષિત પરોપદેશ-અહંદુવચન રૂપ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ મતિજ્ઞાન છે તેથી શ્રોત્રના-અવગ્રહાદિ પણ મતિભેદો થાય છે અને મતિના આ રીતે ૨૮ ભેદ નો પણ પરિવાર નથી થતો આ રીતે પણ તમારી વાત અમે ઉડાવી દીધી છે.
પ્રશ્ન-૧૧૪ – મૂળગાથામાં “શ્રોત્રાવગ્રહાદિ અને શેષમતિજ્ઞાન' એમ કહી ઉત્સર્ગથી બધું મતિ થઈ જવાથી તમે અપવાદ કહો છો - “કોનુvi બ્રભુયં તિ' તો શું એ દ્રવ્યદ્ભુત છે કે જેનું અહીં વર્જન કરો છો?
ઉત્તર-૧૧૪ – પુસ્તકાદિમાં લખેલું દ્રવ્યૠત એ શબ્દની જેમ ભાવતનું કારણ છે તેથી દ્રવ્યદ્ભુત છે. તે સિવાયના શેષ ચક્ષુઆદિ ઇન્દ્રિયોપલબ્ધિરૂપ મતિજ્ઞાન છે. શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ ફક્ત શ્રત નથી પણ શ્રુતાનુસારી હોવાથી ભાવઠુતરૂપ જે છે તે શેષ ઇન્દ્રિયોના વિષયમાં અક્ષરલાભ-પરોપદેશ અહિંદુવચનાનુસારિણી અક્ષરોપલબ્ધિ છે તે પણ શ્રુત છે આ રીતે મૂળગાથામાં સંબંધ કરવો તે અમે વૃત્તિમાં આગળ કરેલો જ છે. તે અક્ષરલાભથી ચક્ષુરાદીન્દ્રિયોમાં જે શેષ અશ્રુતાનુસારી અવગ્રહ-ઈહાદિ રૂપ છે તે મતિ જ્ઞાન છે.
પ્રશ્ન-૧૧૫ – જો ઉક્તન્યાયથી શેષ ઇન્દ્રિયાક્ષરલાભ પણ શ્રત હોય તો શ્રોત્રેન્દ્રિયોપબ્બિરેવ શ્રતમ્' એ વાત અસંગત ઠરશે.
ઉત્તર-૧૧૫ – જો એ અક્ષરલાભ પણ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ ન થાય તો જ એ વાત અસંગત થાય ને. અહીં તો એવું છે જ નહિ કારણકે શ્રોત્રેન્દ્રિય દ્વારા આવેલા જ્ઞાનમાં પણ પ્રતિભાસતા અક્ષરો શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ જ છે.