SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉપાદાનાદિ ક્રિયા હેતુ હોવાથી ચક્ષુવાળા માટે પ્રકાશક કહેવાય છે. ચરણ રહિતનું જ્ઞાન નિષ્ફળ છે એ વાતતો દૂર રહી, પરંતુ પઠન-ગુણન-ચિંતનાદિથી પણ ક્લેશફળ આપનારૂં થાય છે. જેમ કે નિષ્ફળવહન થી ચંદનનો ભાર ગધેડાને નિષ્ફળ છે. અને ક્લેશ આપનારો છે. જેમ ચંદનનો ભાર વહન કરનાર ગધેડો તેના ભારનો જ ભાગી છે. પણ ચંદનની સુગંધનો ભાગી નથી. તેમ ચારિત્રરહિત એવો જ્ઞાની માત્ર જ્ઞાનનો જ ભાગી છે, તે જ્ઞાનનું પઠન-ગુણન-પરાવર્તન ચિંતનાદિકથી થયેલા કષ્ટનો ભાગી છે. પણ દેવ-મનુષ્યસિદ્ધિગતિરૂપ સુગતિનો ભાગી થતો નથી. જ્ઞાન-ક્રિયા બંનેનું ઈષ્ટફળ સાધકત્વ: ક્રિયાહીન જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનથી ક્રિયા હણાયેલી છે. જેમ કે જોતો એવો પંગુ બળ્યો અને દોડતો એવો અંધ બળ્યો. ___हतं ज्ञानमेव केवलम्, सत्क्रियाहीनत्वात्, महानगरप्रदीपनकदाहे पलायनक्रिया रहित પત્નોનાાનવતા જેમ કોઈ મોટું નગર સળગ્યું હોય, ત્યારે તેમાંથી ભાગવા માટે ચક્ષુવાળો પંગુ જેમ અશક્ત છે તેમ, સલ્કિયા રહિત એવું એકલું જ્ઞાન પણ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર ન હોવાથી નિષ્ફળ છે. એમ કહેતા ક્રિયાથી જ મોક્ષને ઇચ્છતો શિષ્ય જ્ઞાનમાં અનાદરથી તેનો त्याग न ४३ भेट हताऽज्ञानतः क्रिया, तथाविधफलत्वात्, सर्वतः संकूटप्रदीप्तनगरे દામનગૃહમમુસ્લપનાયમાનથતિદિયાવત્ ા આચાર્ય કહે છે કે સમ્યગૂજ્ઞાન વિનાની ક્રિયા પણ સળગતા એવા સાંકડા નગરમાંથી નીકળવા ઈચ્છતા આંધળા મનુષ્યની જેમ નિષ્ફળ છે. પરંતુ આંધળો જો પાંગળાને ખભે બેસાડીને તેણે બતાવેલા માર્ગે જાય તો બંને જણા બચીને સુરક્ષિત સ્થાને સુખ પામે છે. તેથી અન્યોન્યાપક્ષે સમુદિત જ જ્ઞાન-ક્રિયા મોક્ષનું સાધન માનવા. પ્રશ્ન-૬૬૧ – આપના બતાવેલા ન્યાયથી પ્રત્યેકાવસ્થામાં જ્ઞાન-ક્રિયામાં નિર્વાણ સાધક સામર્થના અભાવે સમુદિત એવા જ્ઞાન-ક્રિયા દ્વારા પણ નિર્વાણ કહેવું બરાબર નથી. ધૂળના ઢગલામાં તેલની જેમ. પ્રયોગ - રૂદ ય યતઃ પ્રત્યેાવાયાં નોદ્યતે, તત્ તતઃ समुदायेऽपि न भवति यथा सिक्ताकणेषु प्रत्येकमभवत् तैलं तत्समुदायेऽपि न भवति, न जायते च प्रत्येकं ज्ञानक्रियाभ्यां मोक्षः, अतस्तत्समुद्दायादप्यसौ न युज्यते । ઉત્તર-૬૬૧ – તમારું કહેવું ઉચિત નથી, પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જેમકે, માટી-તંતુ-ચક્રચીવરાદિમાંથી પ્રત્યેકમાં ન રહેલ પણ તેના સમુદાયથી ઘટાદિપદાર્થ સમૂહો પ્રગટ થતા દેખાય
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy