SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ ગુજરાતી પ્રશ્નોત્તર કાચબાનું દૃષ્ટાંત - જેમ કોઈ કાચબો તણખલા-પાંદડા અને શેવાળથી ઢંકાયેલા મહાદ્રહમાં અનેક જળચર પ્રાણીઓથી વ્યથિત ચિત્તવાળો થઈ, ચારે બાજુ ભમતો મહામુશ્કેલીથી શેવાલના છિદ્રને પામીને, દ્રહની ઉપર આવી શરદ પૂર્ણિમાના ચંદ્રની ચાંદનીના સ્પર્શનો અનુભવ કરી, પોતાના બંધુઓના સ્નેહથી ખેંચાયેલા મનવાળો વિચારવા લાગ્યો - “મારા સ્નેહીઓ ક્યારે આવો સુખનો અનુભવ કરશે? તેમને પણ આ સુખનું દર્શન કરાવું એમ વિચારી પાછો દ્રહમાં ઘુસ્યો પછી બધાને લઈને પાછું છિદ્ર શોધવા લાગ્યો. પણ એ છિદ્ર તો તરત જ પુરાઈ ગયું હોવાથી ન મળ્યું એટલે તે મહાદુઃખ અનુભવવા લાગ્યો.” એ જ પ્રમાણે જીવરૂપ કાચબો અનાદિ કર્મપરંપરાથી આવરાયેલ મિથ્યાજ્ઞાનરૂપી અંધકારયુક્ત અનેક પ્રકારની શારીરિકમાનસિક વેદનારૂપ જળચરના સમૂહવાળા સંસાર સમુદ્રથી મહામુશીબતે મનુષ્યભવની પ્રાપ્તિ યોગ્ય કર્મોદયરૂપ છિદ્ર પામીને ઉપરના ભાગે આવીને જિનેશ્વર ચંદ્ર વચનરૂપ ચાંદનીના સંગમ સુખને અનુભવીને “આ જિનવચનરૂપ બોધિલાભ દુર્લભ છે” એમ જાણવા છતાં સ્વજનના મોહવશ જીવ પાછો સંસારમાં ડુબે છે. પ્રશ્ન-૬૫૯ – હિત-અહિત વિભાગના જ્ઞાનથી શૂન્ય અજ્ઞાની કાચબો તે જ પાણીમાં ફરીથી ડૂબે અહીં કોઈ આશ્ચર્ય નથી. પણ જૈનમાર્ગજાણનારો-હિતાહિત વિભાગનો જાણકાર જ્ઞાની પણ ભવસાગરમાં ફરીથી કેમ ડૂબે? ઉત્તર-૬૫૯- જેમ અજ્ઞાની કાચબો સમુદ્રમાં ડૂબે તેમ સમ્યક ક્રિયાના વિરહે જ્ઞાની પણ ફરી ભવસાગરમાં ડૂબે છે. અથવા નિશ્ચયનય મતે-સર્જિયા વગરનો એ જાણતો છતાં અજ્ઞાની છે. જ્ઞાનના ફળરૂપ વીરતિ છે, અને તે ફળશૂન્ય હોવાથી અકિંચિકર જ છે. જેમ, અંધને લાખો-કરોડો પ્રગટાવેલા દીપ પણ કાંઈ કરતા નથી. એટલે તે કાચબાની જેમ જન્મ-જરારોગ-મરણરૂપ પ્રવાહવાળા સંસાર સમુદ્રમાં ડુબે છે. પ્રશ્ન-૬૬૦ – અહીં દાંત-દત્તિક વિષમતા છે કારણ કે અંધ અજ્ઞાન જ છે તેને કરોડો દિપક પ્રગટાવવા છતાં ઘટાદિનું જ્ઞાન થતું નથી. તે પોતે જ ચક્ષુ વગરનો હોવાથી અને શ્રુતજ્ઞાન સતુ ચક્ષુવાળાને પ્રદીપ જેમ બોધ ફળ જ છે, તો એ અજ્ઞાન કેમ કહેવાય? અને ફક્ત ભણેલા શ્રુતનું તે અકિંચિત્થર કેમ કહેવાય? ઉત્તર-૬૬૦ – એ શ્રુતજનિત બોધ પણ ચારિત્ર હીનને વિફળ છે. તેથી તે અજ્ઞાન જ છે. જેમ અંધનો અવબોધ. અલ્પ ગ્રુત ભણેલું પણ પ્રકાશક કહેવાય છે ક્રિયા હેતુત્વેન સફળ હોવાથી તેનો જ્ઞાન તરીકે વ્યપદેશ કરાય છે. જેમ એક પણ પ્રદીપ-ઉપાદેય, પરિહાર
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy