________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૩૭ જ છે. એટલે મોક્ષ પણ જ્ઞાન-ક્રિયાના સમુદાયથી પ્રાદુર્ભત થાય છે એ અવિરુદ્ધ જ છે. રેતીના કણોમાં તેલની જેમ સર્વથા સાધ્ય મોક્ષમાં જ્ઞાન-ક્રિયા તરફ સાધનસ્વાભાવ નથી. પરંતુ જે અને જેટલી તે બંનેની મોક્ષ પ્રતિ દેશોપકારિતા પ્રત્યેકાવસ્થામાં પણ છે, તે સમુદાયમાં સંપૂર્ણ થાય છે. એટલો વિશેષ છે. એથી જ્ઞાન-ક્રિયાના સંયોગમાં જ કાર્ય સિદ્ધિ છે. લોકમાં પણ એક ચક્રથી રથ ચાલતો નથી.
ઉદાહરણ :- અંધ-પંગ સાથે જોડાયા તો નગરને પ્રાપ્ત થયા. એમ સર્વત્ર સંયોગથી ફળસિદ્ધિ ભાવવી.
અન્વયે પ્રયોગ :- જ્ઞાન-જ્યિાં સંયોગ પર્વ રૂછત્તમોક્ષની સિદ્ધિ, યત્ર યત્ર લખ્ય क्रियाज्ञाने तत्र तत्रेष्टफलसिद्धिः, यथाऽन्ध-पङ्गु सम्यक्क्रिया-ज्ञान संयोगे, सम्यक्क्रिया-ज्ञाने चात्र द्वय संयोगे, तस्मादतो मोक्षफलसिद्धिः ।
વ્યતિરેક પ્રયોગ :- ય વિનં ર તત્ર સજ્યિાં -જ્ઞાને દૃશ્યતે, યથા મુવિ પૃથિવ્યાં गतिक्रिया रहिते विघटितैकचक्रे रथे, सम्यक्क्रिया-ज्ञाने चात्र द्वयसंयोगे, तस्मादतो मोक्षफलप्राप्तिः ।
પ્રશ્ન-૬૬૨ – જ્ઞાન-ક્રિયા સહકારિ હોતે છતે કયા કયા સ્વભાવથી ઉપકાર કરે છે શું સામાન્યથી શિબિકા વાહક પુરુષ સમૂહની જેમ સરખી રીતે ઉપકાર કરે છે? અથવા ભિન્ન સ્વભાવથી ગતિક્રિયામાં ચક્ષુ અને પગ આદિ જેમ ઉપકાર કરે છે?
ઉત્તર-૬૬૨ – ભિન્ન સ્વભાવથી ઉપકાર કરે છે. તે સમજવા માટે અથવા જ્ઞાન સ્વભાવનું સ્વતંત્ર રીતે નિરૂપણ કરવા દૃષ્ટાંત બતાવે છે.
દૃષ્ટાંત :- જેમ કોઈ ખુલ્લા દરવાજાવાળું ઘણી બારીઓની જાળીઓના છિદ્રોવાળું પવનથી ખેંચાયેલા ઘણા કચરાથી ભરેલું શૂન્ય ઘર છે. ત્યાં રહેવા ઇચ્છતો કોઈ તેને સાફકરવા દરવાજા બારીની જાળીઓ બધી જ બહારની રજ-કચરાના પ્રવેશને રોકવા બંધ કરે છે. વચ્ચે દીવો જલાવે છે અને માણસને કચરો કાઢવા વાપરે છે. ત્યાં દીવો રેણુ વગેરે મલ બતાવવાના વ્યાપારથી ઉપકાર કરે છે. દરવાજાદિનું ઢાંકવું બહારની રજાદિનો પ્રવેશ રોકવાદ્વારા અને પુરુષ ધૂળ કાઢીને સાફ કરવા દ્વારા ઉપકાર કરે છે. ઉપનય :- એમ અહીં જીવરૂપી ઓરડો ઉઘડેલા આશ્રવ દ્વારવાળરો સંગુણ શૂન્ય મિથ્યાત્વાદિ હેતુથી ખેંચાયેલા કચરાથી ભરેલો મુક્તિસુખના નિવાસ માટે સાફ કરવો ત્યાં દીવાના સ્થાને જ્ઞાન જીવાદિ વસ્તુઓનું પ્રકાશક છે. તપ પુરુષના સ્થાને કર્મરૂપી કચરાને સાફ કરે છે. સંયમ દ્વારાદિ બંધકરવા રૂપ ગુપ્તિ કરનાર નવા કર્મ કચરાનો પ્રવેશ અટકાવે છે. એમ ત્રણેય જ્ઞાનાદિના સમાયોગમાં જીવનો મોક્ષ જિનશાસનમાં કહ્યો છે.
ભાગ-૧/૨૨