SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૬૩ – જીવરૂપી ઓરડાને સાફ કરવા જ્ઞાનાદિ ત્રણેયની અપેક્ષા કેમ રખાય, કોઈ એકથી પણ શુદ્ધિ થઈ જાય ? ૩૩૮ ઉત્તર-૬૬૩ न ज्ञानमसहायमेकाक्येव शोधयितुमलम्, प्रकाशमात्रस्वभावत्वात्, यदक्रियं प्रकाशमात्रस्वभावं न तद् विशुद्धिकरं दृष्टम्, यथा न गृहरजो - मलविशुद्धिकृद् दीपः यच्च विशुद्धिकरं न तत् प्रकाशमात्रस्वभावम्, यथेष्टानिष्टप्राप्ति - परिहारपरिस्पन्दवान् नयनादि प्रकाशधर्मा देवदतः, प्रकाशमात्रस्वभावं च ज्ञानं तस्मादसहायत्वाद् न विशुद्धिकरं तद् । - क्रियाप्येकाकिनी न सर्वशुद्धिकरी, अप्रकाशधर्मकत्वात्, यदप्रकाशधर्मकं न तत् सर्वविशुद्धिकरम्, यथा न समस्तगृहरजो - मलविशुद्धयेऽन्धक्रिया, चक्षुमतो वा क्रिया यथा तमोगृहस्य न सर्वविशुद्धयेऽलम्, या च सर्वविशुद्धयेऽलम् न साऽप्रकाशस्वभावा, यथा चक्षुष्मतो नरस्य वितमस्कगृहे समस्त रजो - मलापनयनक्रिया, अप्रकाशस्वभावा चैकाकिनी क्रिया, अतो न सर्वविशुद्धिकरी । જેમ સારા પ્રકાશવાળો દીપક પણ ઘરનો કચરો શુદ્ધ કરતો નથી. તેમ જ્ઞાન પણ પ્રકાશ માત્ર સ્વભાવવાળું હોવાથી સંયમાદિની સહાય વિના જીવધરને શુદ્ધ કરી શકતું નથી. તથા અંધકારવાળા ઘરનો કચરો જેમ મનુષ્યની ક્રિયાથી દૂર થઈ શકતો નથી. તેમ એકલી ચારિત્રરૂપ ક્રિયા પણ અપ્રકાશ ધર્મવાળી હોવાથી સર્વથા વિશુદ્ધિ કરી શકતી નથી. પ્રશ્ન-૬૬૪ – તો ત્રણેય ભેગા થવાથી પણ શુદ્ધિ નહિ થાય ? ઉત્તર-૬૬૪ એમ નથી દીવાનો પ્રકાશ વાળું ઘર જેમ સન્ક્રિયાથી સાફકરેલા કચરાવાળું બંધ કરેલા દ્વારવાળું સર્વથા શુદ્ધ થાય છે. તેમ જ્ઞાનદીપથી નિર્મળ તપક્રિયાથી સાફકરેલા કર્મકચરાવાળું સંયમથી બંધ કરેલા સમસ્ત આશ્રવદ્વારવાળું જીવઘર સુવિશુદ્ધ સિદ્ધિ સુખ સંદોહ નિવાસ યોગ્ય થાય છે. — - પ્રશ્ન-૬૬૫ – પહેલાં તો તમે જ્ઞાન-ક્રિયાથી મોક્ષ કરવો હતો અને અત્યારે જ્ઞાન-તપસંયમ-ત્રણથી કહો છો તો પૂર્વાપર વિરોધ કેમ ન થાય ? ઉત્તર-૬૬૫ – સંયમ-તપોમયી સંવર-નિર્જરા ફળવાળી ક્રિયા તીર્થંકર-ગણધરોને સંમત છે તેથી જ્ઞાન-તપ-સંયમનો સંયોગ પણ તે પૂર્વોક્ત જ્ઞાન-ક્રિયા જ છે. અધિક કાંઈ નથી. એક જ ચારિત્રક્રિયા સંયમ-તપના ભેદથી બે પ્રકારની છે. કારણ ચારિત્ર એ તપ-સંયમ રૂપ છે અને સંવર-નિર્જરા તેનું ફળ છે. સંયમ આશ્રવદ્વારના સંવરમાં અને તપ કર્મનિર્જરામાં કારણ છે. એટલે જો કે અહીં જ્ઞાનાદિ ત્રણથી મોક્ષ કહેવાય તો પણ તપ-સંયમ ક્રિયામાં જ અંતર્ભાવ હોવાથી એ જ્ઞાન-ક્રિયારૂપ જ છે, એટલે કોઈ વિરોધ નથી.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy