SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૩૧૮ - ના, સંશયાદિ કાળે તો દૂર રહ્યું પણ નિશ્ચયકાળે ય મિથ્યાષ્ટિઓ જેમ પરમગુરુએ જોયું છે તેમ અનંતપર્યાય વસ્તુને જાણતા નથી. કેટલીક જોયેલી છતાં યથાવસ્થિત વસ્તુના સ્વીકારનો પણ તેમનો હંમેશા અભાવ જ હોય છે નહિ તો મિથ્યાષ્ટિ તરીકે યોગ્ય ન થાય એટલે તેમનું નિશ્ચયરૂપ અને સંશયાદિ રૂપ બધું જ્ઞાન અજ્ઞાન જ છે. અથવા માત્ર અજ્ઞાન જ નહિ પણ તેનાથી ય અધિક છે. એ બતાવીએ છીએ, સંશયાદિને ફક્ત સમાન્યથી અજ્ઞાનપણે જ આપ કહો છો મિથ્યાષ્ટિને તો મહાદુઃખનો હેતુ હોવાથી કષ્ટતર વિશેષિતતર અજ્ઞાન છે. કારણ કે તેને તો સર્વજ્ઞ કથિત વસ્તુમાં વિપર્યાસ જ છે. સંશયઅનધ્યવસાય નથી થતા એટલે તે બંનેથી વિશેષતર મિથ્યાદષ્ટિને અજ્ઞાન છે. પ્રશ્ન-૩૧૯ – એને વિપર્યય જ કઈ રીતે હોય? ઉત્તર-૩૧૯ – મિથ્યા અભિનિવેશથી-આગ્રહથી સર્વત્ર મોક્ષના વિષયમાં, તેના સાધનરૂપ સંસારમાં અથવા નરકાદિવસ્તુમાં તેના મિથ્યા આગ્રહથી સર્વજ્ઞ કથિત વિપરિત અધ્યવસાયથી ઘટમાં પટની બુદ્ધિની જેમ હોય છે. એ પ્રમાણે સર્વજ્ઞ કથિત યથાવસ્થિત અનંતપર્યાયવસ્તુ સ્વીકારના સદા ભાવથી સમ્યગ્દષ્ટિને જ્ઞાનનું સમર્થન કર્યું, હવે અન્ય પ્રકારે પણ સમર્થન કરે છે... અથવા ... જેમ ઈન્દ્રજ્ઞાનના ઉપયોગથી તે ઉપયોગવાળો જ્ઞાતા દેવદત્તાદિ પરઐશ્વર્યાદિના અભાવે પણ ઇન્દ્ર થાય છે તે ભાવેન્દ્ર તરીકે જ ગણાય છે તેમ સમ્યગ્દષ્ટિને પણ સમ્યગ્દર્શન લાભકાળે જ મત્યાદિજ્ઞાનલાભથી, જ્ઞાનપરિણામરૂપ જ્ઞાનોપયોગમાત્રના સર્વદા ભાવથી જ્ઞાન હોય છે અને જો એમ ન માનીએ તો તેમાં પણ મિથ્યાદૃષ્ટિવની આપત્તિ આવે એટલે સદા જ્ઞાન સ્વીકારવું, કારણ કે, સમ્યગ્દષ્ટિ હંમેશા તેમાં ઉપયોગવાળો અને તન્મય હોય છે. ઇન્દ્રજ્ઞાનોપયુક્ત દેવદત્ત ઇન્દ્રની જેમ, સમ્યગ્દર્શન સદ્ભાવે એને હંમેશા જ્ઞાનોપયોગમાત્ર છે જ. તેથી સંશયાદિકાળે પણ મૂળજ્ઞાનોપયોગથી એ જ્ઞાની જ છે. જેમકે દરિદ્રતા વગેરે હોતે છતે ઈન્દ્રજ્ઞાનના ઉપયોગથી જ્ઞાતા ઈન્દ્ર જ છે. જેમ મહારસથી ભરેલી રસકૂપિકામાં પડેલું તણખલું પણ તરૂપ થાય છે. તેમ સમ્યગ્દર્શન હોવાથી જ્ઞાની જ કહેવાય છે. પ્રશ્ન-૩૨૦- તો મિથ્યાષ્ટિને પણ એમ કેમ નહિ થાય? સમ્યગ્દષ્ટિને જ્ઞાનોપયોગથી જે જ્ઞાન કહ્યું છે તે મિથ્યાષ્ટિને પણ સમાન હોવાથી તેને પણ જ્ઞાનનો ઉપયોગ હોય ને? - ઉત્તર-૩૨૦ – એ બરાબર નથી. કેમકે, તે સમ્યક્તાદિ ભાવ રહિત છે. એટલે એને જ્ઞાનોપયોગ હોય જ ક્યાંથી ? સમ્યક્તાદિ-મતિશ્રુતજ્ઞાનાદિભાવ વિના જ્ઞાનોપયોગનો અભાવ હોય છે. જો ભાવ હોય તો તે મિથ્યાષ્ટિ ન હોય તેથી મિથ્યાષ્ટિને ઉપયોગ હોવા છતાં નિત્ય અજ્ઞાન પરિણામ જ છે, મહાવિષથી પણ ભયંકર અજ્ઞાનપરિણામને છોડીને
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy