SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૧૩ ઉપોદ્ધાત અનુગમનો જ ભેદ છે, અને અનુગમ એ વ્યાખ્યાન રૂપ હોવાથી ઉપોદ્દાત પણ વ્યાખ્યાનાર્થ સિદ્ધ થયો છે. અથવા અધ્યયન સંબંધિ નામાદિ નિક્ષેપનું સંબંધ છે. તદ્ યોગ્યતા આપાયન ઉપક્રમ કહેવાય છે. કારણ કે, ઉપોદ્દાત અંતે ઉપક્રમનું પ્રતિપાદન છે. આ ઉપોદ્દાત સૂત્ર વ્યાખ્યાનો સંબંધ છે. તેની યોગ્યતા વ્યવસ્થાપનરૂપ છે. એટલે ઉપોદ્યાતના અંતે તે જ સૂત્રવ્યાખ્યા કહેવાય છે એટલો બંનેમાં ફરક છે. (૩) સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ - સૂત્રનું જે વ્યાખ્યાન તે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ. હવે તે કહેવાનો અવસર છે પણ હમણાં અહીં કહેતા નથી. પ્રશ્ન-૬૨૫ – કયા કારણે અહીં ક્રમ પ્રાપ્ત પણ તે કહેવાતી નથી? ઉત્તર-૬૨૫ – સૂત્ર વિના તે કોની હોય? જે સૂત્રને સ્પર્શે તે સૂત્ર સ્પર્શિકા કહેવાય અને અહીં સૂત્ર તો છે નહિ તો તેનો અવસર ક્યાંથી હોય ? પ્રશ્ન-૬૨૬ – તો તે ક્યારે થશે? ઉત્તર-૬૨૬ – ક્રમ પ્રાપ્ત સૂત્રાનુગમમાં તે સૂત્ર જ્યારે કહેશે ત્યારે તેના અર્થવાખ્યાન રૂપ હોવાથી અવસર આવશે. પ્રશ્ન-૬૨૭ – જે અત્યારે તે સ્થાને નથી તો કેમ કહેવાય છે? ઉત્તર-૬૨૭ – અહીં નિયુક્તિ કહેવાના પ્રસ્તાવમાં તે નિયુક્તિની સમાનતા માત્રથી કહેવાય છે. પરંતુ સૂત્ર સ્પર્શિક તરીકે પ્રવર્તતી નથી. કારણ કે હજુ સુધી સૂત્ર તો નથી. આમ ત્રણે પ્રકારની નિયુક્તિ કહી. (૩) સૂત્રાનુગમ :- સૂત્ર હોય તો જ સૂત્રસ્પર્શિક નિયુક્તિ હોય છે. તેથી અત્યારે સૂત્રાનુગમ ક્રમપ્રાપ્ત છતે સૂત્ર કહેવું – અનવદ્ય-ઉનાધિક દોષરહિત, અસ્મલિતાદિ વિશુદ્ધવગેરે “ઉત્પાદ-વ્યય અને ધ્રુવ યુક્ત હોય તે સત્ કહેવાય” વગેરે સૂત્રની જેમ જે અલ્પગ્રંથ અને મહાર્થવાળું હોય તથા બત્રીશ દોષરહિત અને લક્ષણયુક્ત આઠગુણોથી યુક્ત સૂત્ર હોય છે. બત્રીશ દોષો : ૧. અલીક - અભૂતોભાવન – ઇશ્વરકર્તક જગત આદિ ભૂતનિહ્નવ = આત્મા નથી વગેરે અસત્યનું પ્રતિપાદન કરવું તે અલિક વચન કહેવાય. ૨. ઉપઘાત જનક - જીવ ઉપઘાતાદિ પ્રવર્તક, જેમ-“વેદમાં કહેલી હિંસા ધર્મ છે” માટે વગેરે ઉપઘાતજનક છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy