SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ હોય છે, એટલે તેના વ્યવચ્છેદ માટે જેને મિથ્યાત્વનો ક્ષય ન કર્યો હોય, અને ત્રણ પુંજ શુદ્ધ-અશુદ્ધ-મિશ્રરૂપ ન કર્યા હોય, તે જ ઔપથમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે. જેને મિથ્યાત્વનો ક્ષય કર્યો છે તે તો ક્ષાયિક સમ્યક્ત જ મેળવે. પ્રશ્ન-૪૭૩ – એ ત્રણ પુંજ કઈ રીતે કરાય છે? ઉત્તર-૪૭૩ – કોઈ અનાદિ મિથ્યાષ્ટિ તથાવિધ ગુરૂઆદિ સામગ્રીના સદ્ભાવે અપૂર્વકરણથી મિથ્યાત્વના પૂંજથી પુદ્ગલોને શુદ્ધ કરતો અર્ધવિશુદ્ધ પુદ્ગલરૂપ મિશ્રપુંજ કરે છે. તથા શુદ્ધપુદ્ગલરૂપ સમ્યક્ત પૂંજ કરે છે. ત્રીજો અવિશુદ્ધ જ રહે છે. તે મિથ્યાત્વ પુંજ કહેવાય છે. આમ, મદનકોદ્રવના ઉદાહરણથી ત્રણ પૂંજ કરીને સમ્યક્ત પુંજ પુદ્ગલોને વિપાકથી વેદતો લાયોપથમિક સમ્યગ્દષ્ટિ કહેવાય છે. એ ત્રણ પુંજમાંથી સમ્યકત્વ પુંજની ઉદ્દેલના કરી હોય અને મિશ્રપૂજને વેદતો હોય તો, મિશ્રદષ્ટિ થાય છે. અને તેની પણ ઉદ્વેલના કરી ફક્ત એક મિથ્યાત્વ પુંજને જ વેદે ત્યારે મિથ્યાદષ્ટિ થાય છે. પૂર્વપ્રણીત શ્લોકો – तद्यथेह प्रदीपस्य स्वच्छाभ्रपटलैर्गृहम् । न करोत्यावृत्ति काञ्चिदेवमेतद् रवेरपि । આ પણ શોધિત મિથ્યાત્વપુંજ પુદ્ગલવેદન છે. પુસ્ત્રી દિપુણી ર ત્રિપુટ્ટી વાડનનુમાન્ ! રમવાશેવ મિથ્યાષ્ટિશ વર્તિતઃ શા પશ્ચાનુપૂર્વીથી ત્રિપુંજથતોસમ્યગ્દર્શની, સમ્યક્તપુંજ ઉલાતા દ્વિપુંજી થતો ઉભયવાળો, મિશ્રપુંજ ઉલાતા એક મિથ્યાત્વપુંજના વેદનથી એકjજી મિથ્યદષ્ટિ હોય છે. ત્રિપુશ્રી સ સત્ત્વમેવં મુદ્દે विपाकतः । द्विपुज्यपि च मिश्राख्यमेकपुज्यपि चेतरत् ॥१॥ પ્રશ્ન-૪૭૪ – તો જેને ત્રણ પુંજ કરેલા ન હોય તે ઔપશમિક સમ્યક્ત કઈ રીતે મેળવે? અને તે કેટલા કાળનું હોય? ઉત્તર-૪૭૪ – કોઈ અનાદિ મિથ્યાદષ્ટિ આયુ વિના સાત કર્મપ્રકૃતિની દીર્ઘસ્થિતિને યથાપ્રવૃત્તકરણથી ખપાવીને પ્રત્યેક અન્તઃસાગરોપમકોટીકોટિપ્રમાણ થયેલી છતે અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. કલ્પભાષ્યમાં કહ્યું છે – ના હિ તી પઢમં નહિ સમરૃચ્છમો વડું વીર્ય | નિયઠ્ઠીવાર પુન સન્મત્ત પુરવડે નીવે શા “જ્યાં સુધી ગ્રન્થી છે ત્યાં સુધી પ્રથમ યથાપ્રવૃત્તિકરણ, ગ્રન્થી ઓગતાં બીજું અપૂર્વકરણ અને જીવ સમ્યકત્વાભિમુખ થાય તે ત્રીજું અનિવૃત્તિ કરણ.” અનિવૃત્તિકરણમાં ઉદયમાં આવેલું મિથ્યાત્વ અનુભવથી જ ક્ષીણ થતા અને શેષ સત્તાગત મિથ્યાત્વનો અનુદય છતે પરિણામ
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy