SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તેથી, મુગરાદિ (ધોકો) સહકારી કારણની વિષમતાથી વિસદશ કપાલાદિક્ષણ ઉત્પન્ન થાય છે ઘટાદિ તો ક્ષણિક હોવાથી નિર્દેતુક છે અને સ્વાભાવથી જ નાશ થાય છે. એટલું જ સારું છે. એથી, હેતુવ્યાપારથી નિરપેક્ષપણે ઉત્પન્ન થયેલા ભાવો ક્ષણિક હોવાથી સ્વભાવથી જ નાશ પામે છે હેતુ વ્યાપારથી નહિ. તેથી એ સિદ્ધ થયું કે ઉત્પત્તિ-વિનાશમાં કોઈનાથી કોઈ અપેક્ષા નથી, અને અપેક્ષાભાવે કોઈ કોઈનું કારણ બનતું નથી. તેથી કોઈ દ્રવ્ય નથી પરંતુ પૂર્વાપર થયેલા અપરાપર ક્ષણરૂપ પર્યાયો જ છે. પ્રશ્ન-૬૦ – તો પછી દૂધની જેમ પરિણામ જનક હોવાના લીધે પિંડ જ કારણ છે એ જ પદ ઈષ્ટ માનોને? ઉત્તર-૬૦ – કૃષિG: કાર્યમેવ ન તુ વારંમ્ પ્રતિસમય ૨/પરક્ષાવેજી ભાવાત્ વધ્યાતિવત્ ! એમ કહેવાથી પ્રતિસમય અપરાપરભવન સિદ્ધ ન થતું હોય તો વસ્તુના પુરાણાદિભાવોની અનુપપત્તિ થઈ જાય. प्रतिसमयं यदि न भवेदपरापररूपतेह वस्तूनाम् । न स्यात् पुराणभावो न युवत्वं नापि वृद्धत्वम् ॥१॥ जन्मान्तरसमये न स्याद् यद्यपररुपतार्थानाम् । तर्हि विशेषाभावाद् न शेषकालेऽपि सा युक्ता ॥२॥ પ્રશ્ન-૬૧ – તો પછી જેમ પ્રતિસમય અન્યાખ્યરૂપે થતો હોવાથી પિંડ એ કાર્ય છે તેમ ઘટપટાદિ સર્વ વસ્તુસમૂહ પણ કાર્ય છે તેથી જ હેતુને પણ કાર્ય સમજવું? ઉત્તર-૬૧ - ના એ અમને માન્ય નથી અન્યમાન્ય એવી કારણનામની કોઈ વસ્તુ નથી કારણ કે કાર્યના અભાવે કાર્યત્વનો સ્વીકાર ન હોવાથી પ્રતિસમય ભવનનો પણ अस्वी १२ 25 14 छ यत् प्रतिसमयमपरापररुपेण न भवति तद् वस्तु नास्ति, यथा વિષાણ, અન્ય પક્ષ પ્રતિસમય અપરાપર રૂપે ન થનારા માટીના પિંડાદિને સ્વીકારે છે તેથી મૃત્પિડાદિ વસ્તુ નથી. એમ માને છે અને જે દરેક સમયે અપરાપર ક્ષણરૂપે થાય છે તે ઘટાદિની જેમ વસ્તુ છે એમ માને છે. આ રીતે નામાદિનયોની પરસ્પર વિપ્રતિપત્તિ દર્શાવીને ઉપસંહારપૂર્વક મિથ્યા-અમિથ્યા ભાવ બતાવે છે -
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy