SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૭૫ ઉત્તર-૩૭૨ - ત્રસનાડીની બહાર ચારેમાંથી કોઈ એક દિશામાં રહેલા ભાષકનો પ્રથમ સમય નાડીમાં પ્રવેશમાં થાય છે. શેષ ત્રણસમયની ભાવના તો ગાથા ૩૯૦ ની વૃત્તિમાં મિતિ ૬ થી કહીશું. લોકાન્તે પણ ચારેમાંથી એક દિશામાં રહેલા ભાષકનો ઉર્ષ્યાડધોલોક હોવાથી ભાષાદ્રવ્યોનો પ્રથમ સમયે લોકમધ્યપ્રવેશમાં અને ત્રણ સમયો બચેલા તે રીતે જ જાણવા. ત્રસનાડીની બહાર વિદિશામાં રહેલા ભાષાદ્રવ્યો દ્વારા સર્વલોકપૂરણમાં ૫ સમયો લાગે છે. એ વિશેષ છે કેમકે-વિદિશામાંથી ભાષાદ્રવ્યો લોકનાડીની બહાર જ પ્રથમ સમયમાં દિશામાં આવે છે, બીજામાં લોકનાડીમાં પ્રવેશે છે. આમ નાડી મધ્યમાં પ્રવેશવા ૨ સમય લાગે છે. શેષ ત્રણ સમયો ચારસમયની વ્યાપ્તિ જેમ જાણવા. છે પ્રશ્ન-૩૭૩ – જો ઉક્તન્યાયથી ત્રણ, ચાર અને પાંચ સમયે લોક વાદ્રવ્યોથી પૂરાય તો શું વિચારીને નિર્યુક્તિકારે ચાર સમયનું ગ્રહણ કર્યું છે ? . ઉત્તર-૩૭૩ - ત્રણ અને પાંચ સમયોનું ગ્રહણ નિર્યુક્તિકારે કરેલું જ છે ચાર સમયરૂપ મધ્યને ગ્રહણ કરતે છતે. ‘મધ્યપ્રદળાવાદ્યાન્તયોર્પ્રદ્દળમેવેતિન્યાયાત્' પ્રશ્ન-૩૭૪ – શું બીજે પણ ક્યાંય મધ્યગ્રહણ કરતે છતે આદિ અંતનું ગ્રહણ જોયું છે ? ઉત્તર-૩૭૪ તુલા-ધનુષ્ય-બાણ-લાકડી આદિનું મધ્યગ્રહણ કરતાં આદિ-અંતરૂપ છેડાઓનું ગ્રહણ કરાયેલું જ થાય છે એમ અહીં થાય છે. આ ન્યાય આગમમાં ક્યાંય પણ દેખાય છે કે જેથી આમ બોલો છો ? - પ્રશ્ન-૩૭૫ ઉત્તર-૩૭૫ – સૂત્રની ગતિ વિચિત્ર દેખાય છે-જેમકે ક્યાંક સૂત્રમાં એકપક્ષસ્વરૂપ દેશનું ગ્રહણ કરેલું જણાય છે. જેમ અહીં જ ચાર સમયરૂપ ક્યાંક સૂત્રમાં નિરવશેષ પક્ષાન્તરો પણ ગ્રહણ કરાય છે, અને બીજું કોઈક સૂત્ર કાંઈપણ કારણવશ ઉત્ક્રમયુક્ત અને કેટલાંક ક્રમ બદ્ધ પણ દેખાય છે એમ સૂત્રગતિ વિચિત્ર છે. અથવા જેમ ભગવતી શ.૮માં મહાબન્ધ ઉદ્દેશકમાં ચાર સામયિક છતાં વિગ્રહગતિમાં ત્રણ સામયિક એમ નિયુક્ત છે તેમ અહીં પણ ત્રણ, પાંચ સમયોને છોડીને ચારસમયનો જ લોકવ્યાપ્તિપક્ષ નિયુક્ત છે એટલે દોષ નથી. લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ ? - ત્રણ, ચાર, પાંચ સમય વ્યાપ્તિમાં પ્રથમ-બીજા સમયનો નિયમા સર્વત્ર લોકાસંખ્ય ભાગમાં ભાષાઽસંખ્યભાગરૂપ વિકલ્પ જ સંભવે બીજો ન સંભવે. કારણ કે ત્રિસમય વ્યાપ્તિમાં પ્રથમસમયે ૬ દંડ થાય બીજા સમયે ૬ મંથાન થાય છે. આ દંડાદિ લંબાઈથી જોકે લોકાંતસ્પર્શી થાય છે તો પણ વક્તાના મુખથી નિકળતા હોવાથી તેના પ્રમાણાનુસાર
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy