SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૬૩ લાખયોજનથી ૨૧માં ભાગે રહેલા હોઈ તે બે વચ્ચે ઘણું અંતર છે. તેથી એકબાજુ સાતિરેક લાખ અને બીજી બાજુ સાતિરેક ૨૧ લાખ યોજનોનું ચક્ષુનું વિષયપ્રમાણ કહેતા શાસ્ત્રનો પૂર્વાપર વિરોધ કેમ નહિ ? ઉત્તર-૩૩૪ – સાતિરેક લાખ યોજન ચક્ષુવિષયપ્રમાણ કહેતા સૂત્રનો આ અભિપ્રાય છે કે–સ્વયં તેજરૂપપ્રકાશ રહિત હોવાથી પરપ્રકાશનીય વસ્તુ પર્વત-ગર્તાદિકમાં તે સાતિરેક લાખ યોજન ચક્ષુવિષયપ્રમાણથી જોવું. સ્વયં તેજયુક્ત પ્રકાશવાળા ચંદ્ર-સૂર્યાદિ પ્રકાશક વસ્તુમાં નહિ. કહેવાય છે કે કોઈ નિર્મળ ચક્ષુવાળો જીવ સાતિરેક લાખ યોજન રહેલા પર્વતાદિને જોવે છે, એ પ્રમાણે પ્રકાશનીય પર્વત-ગર્તાદિક વસ્તુમાં ચક્ષુનુ તદ્વિષયપ્રમાણ કહ્યું છે, પણ સૂર્યાદિમાં નિયમ નથી. પ્રશ્ન-૩૩૫ આ સૂત્રાભિપ્રાય ક્યાંથી જણાય છે ઉત્તર-૩૩૫ — વિશેષ જાણકારી સર્વજ્ઞ કથિત સૂત્રના વિવેચન દ્વારા પ્રાપ્ત કરવી પરંતુ સંદેહથી (ઉભયપક્ષોક્તિ લક્ષણ) સર્વજ્ઞપ્રણીત સૂત્રની અલક્ષણતા ન કરવી, વ્યાખ્યાનથી સૂત્રને વિષયવિભાગથી ધારણ કરવું નહિ કે ઉભયપક્ષોક્તિમાત્રથી ભ્રમિત થઈને તેનો વિરોધ કરવો. કહ્યું છે ને કે - - जं जह सुत्ते भणियं तहेव जह वियालणा नत्थि । किं कालियाणुओगो दिट्ठे વિકિબહાનેહિં? (જો જેમ સૂત્રમાં કહ્યું હોય તેમજ તે વસ્તુ માનવાની હોય ને વિચાર કરવાનો ન હોય તો આચાર્યોએ શ્રુતનો અનુયોગ ક૨વાની શી જરૂર હતી ?) શ્રોત્રનું વિષય પરિમાણ : શ્રોત્ર ઉત્કૃષ્ટથી ૧૨ યોજનથી આવતા મેઘગર્જનાદિ શબ્દને ગ્રહણ કરે છે. અને બીજી પ્રાણરસન-સ્પર્શન ઇન્દ્રિયો ગન્ધ-રસ-સ્પર્શલક્ષણ અર્થને ઉત્કૃષ્ટથી ૯ યોજનથી પ્રાપ્તને ગ્રહણ કરે છે. એના આગળથી આવેલા શબ્દાદિકને એ ગ્રહણ કરતી નથી. પ્રશ્ન-૩૩૬ – મેઘગર્જિતાદિ વિષયક શબ્દ પ્રથમવર્ષામાં - પ્રથમ વરસાદ થતાં દૂરથી પણ આવેલી માટીઆદિની ગંધને ઘ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાતી અનુભવાય છે પરંતુ રસસ્પર્શ કઈ રીતે ગ્રહણ કરાય? ઉત્તર-૩૩૬ – દૂરથી આવેલા ગંધદ્રવ્યોનો રસ પણ ક્યાંક હોય જ છે તે તેમનો જીભ સાથે સંબંધ થતાં યથાસંભવ ક્યારેક કોઈ ગ્રહણ કરે જ છે. ઘ્રાણેન્દ્રિય સાથે ગંધનો સંબંધ થાય તે વખતે રસનો પણ રસનેન્દ્રિય સાથે સંબંધ થાય છે એટલે ઘણા લોકો કહે છે- ‘કડવી
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy