________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ભવપ્રત્યયિક અવધિજ્ઞાન :- ગા. ૫૬૮નું અનુસંધાન.
તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવ-નારકને હોય છે. તેમાં નારકોનો ભવપ્રત્યયિક અધિ જાણવે છે. તે ક્ષેત્રથી ૧ યોજન ઉત્કૃષ્ટ અને ૧ ગાઉ જઘન્ય છે. એમા ૧ યોજન સુધી જોનાર અવધિજ્ઞાન પહેલી રત્નપ્રભા નારકીમાં અને ગાઉ સુધી જોનાર સાતમી તમસ્તમઃ પ્રભા નારકીમાં હોય છે.
૨૫૯
(૧) નારકનું અવધિજ્ઞાન
(૧)રત્નપ્રભામાં-૪ ગાઉ, (૨) શર્કરાપ્રભામાં-૩ છુ ગાઉ, (૩) વાલુક પ્રભામાં-૩ ગાઉ (૪) પંકપ્રભામાં-૨ ! ગાઉ, (૫) ધુમપ્રભામાં-૨ ગાઉ, (૬) તમઃપ્રભા-૧ અે ગાઉ (૭) તમસ્તમઃ-૧ ગાઉ દરેકમાં અે ગાઉ ઓછો કરતાં જઘન્ય અવધિ પ્રમાણ આવે છે. તે આ રીતે (૧) રત્નપ્રભા ૩ o ગાઉં (૨) શર્કરા પ્રભા-૩ ગાઉ (૩) વાલુકા પ્રભા ૨ અે ગાઉ (૪) પંકપ્રભા ૨ ગાઉ (૫) ધુમપ્રભા ૧ રૂ ગાઉ (૯) તમઃ પ્રભા ૧ ગાઉ અને (૭) સમસ્તમઃ પ્રભા અે ગાઉ.
પ્રશ્ન-૫૩૭ જો એ પ્રમાણે જઘન્યાવધિક્ષેત્ર અડધો ગાઉ છે તો નાનામોહી નરસું ય “નરકમાં અવધિજ્ઞાન જઘન્યથી ૧ ગાઉ જાણે છે” ગા.૬૯૦ એ વાત સાથે વિરોધ થશે ને ?
ઉત્તર-૫૩૭ - નં શાકત્રં જે ગાઉપ્રમાણ જઘન્ય કહ્યું છે તે ઉત્કૃષ્ટ વિષયમાં જે જઘન્ય છે તેને આશ્રયીને કહ્યું હોવાથી દોષ નથી. અર્થાત્ સાતે પૃથ્વીઓમાં જે ચારગાઉ આદિ ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર છે. તેમાં ૭મી નારકમાં ગાઉ રૂપ અવધિક્ષેત્ર સ્વસ્થાને ઉત્કૃષ્ટ છતાં શેષ પૃથ્વીની ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ સર્વસ્તોક હોવાથી જઘન્ય કહ્યું છે તેથી કાંઈ વિરોધ નથી.
(૨) દેવોનું ભવપ્રત્યયાવધિ જ્ઞાન :
(૧) સૌધર્મ-ઇશાન કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી પ્રથમ પૃથ્વીને દેખે છે. (૨) સનત્-માહેન્દ્ર કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી બીજી પૃથ્વીને દેખે છે. (૩) બ્રહ્મ-લાંતક કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી ત્રીજી પૃથ્વીને દેખે છે. (૪) શુક્ર-સહસ્રાર કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી ચોથી પૃથ્વીને દેખે છે. (૫) આનત-પ્રાણત કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી પાંચમી પૃથ્વીને દેખે છે. (૬) આરણ-અચ્યુત કલ્પના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી પાંચમી પૃથ્વીને
વિશુદ્ધતર દેખે છે.