SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૫૩૫ - • રૂપાતં નમતે સર્વ એવું આગળની ૬૭૯મી ગાથામાં અર્થથી કહેલું જ છે, તો અહીં શા માટે ફરી કહ્યું ? ૨૫૮ ઉત્તર-૫૩૫ – ભૂલકણા સ્વભાવવાળાને આ પ્રેરણા રૂપ છે અથવા અહીં રુપાતું એ પ્રસ્તુત ક્ષેત્ર-કાળના વિશેષણ તરીકે વ્યાખ્યા કરાય છે તે આ રીતે-લોકપ્રમાણ અસંખ્ય ખંડો અને અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ પ્રસ્તુત ક્ષેત્ર-કાળ બંને રૂપી જ છે. તે રૂપી દ્રવ્યયુક્ત ક્ષેત્ર અને કાળને જાણે છે. રૂપી દ્રવ્ય રહિત ક્ષેત્ર-કાળને જાણે નહિ. કારણ કે ક્ષેત્ર-કાળ એ અમૂર્ત છે અને અવધિ રુપિદ્રવ્યનો વિષય છે. પ્રશ્ન-૫૩૬ – જે અગ્નિજીવો દ્વારા ક્ષેત્રોપમાન છે તે નિર્યુક્તિ કારે સવ્વવદુગાળિનીવા ગા.૫૯૮માં પહેલાં જ જણાવેલું છે તો અહીં ફરીથી શા માટે શ્વેતોમિયં અળિનીવા ગા.૬૮૫માં કહ્યું છે ? ઉત્તર-૫૩૬ પ્રાગુક્ત અગ્નિજીવો દ્વારા ક્ષેત્રોપમાન કહ્યું છે તે અહીં પરોહિ અસંàા એ ગાથાના અવયવથી અલોકમાં લોકપ્રમાણ સંખ્યાતીત ટુકડાઓ જેટલું હોય છે. એવા નિયતમાન તરીકે બતાવેલું હતું. કાંઈ નવું નથી કહ્યું. વળી, અહીં રુવયં હિફ (૬૮૫) એ ગાથા દ્વારા “સર્વરૂપી પદાર્થોને જાણે છે” એમ કહ્યું અને પછી ભાષ્યકારે ‘∞ સર્વાં' (૬૮૬) એ ગાથાથી અવધિનું દ્રવ્યથી વિષયપ્રતિપાદન કર્યું છે. અથવા પÇોનું ઇત્યાદિથી અવધિવિષયભૂત દ્રવ્ય કહ્યું છે, એથી રુપાતું એનાથી દ્રવ્યથી અવધિના વિષયાભિધાયક તરીકે વ્યાખ્યા નથી, પણ અહીં જે અસંખ્યલોકખંડઅસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી લક્ષણક્ષેત્ર-કાળદ્રય અવધિના વિષયતરીકે કહ્યું છે તે તે રુપગત સર્વ જોવે છે. અર્થાત્-રુપાનુગત ત્યાં રહેલા રૂપિદ્રવ્યોના દર્શનથી રૂપિદ્રવ્ય સંબંદ્ધ જ પ્રેક્ષા કરાય છે. પણ તે ક્ષેત્ર-કાળદ્રયને જ ફક્ત જોતો નથી. કારણ કે, તે અમૂર્ત છે, અવધિ મૂર્ત વિષયક છે. પરમાધિજ્ઞાનીને પરમાવધિ ઉત્પન્ન થયે છતે અંતર્મુહૂર્તમાં અવશ્ય કેલવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉદયપદવીએ આરૂઢ થતા કેવલજ્ઞાન સૂર્યની પ્રથમપ્રભાના સ્ફોટ રૂપ પરમાધિજ્ઞાન છે, એથી તેના પછી અવશ્ય કેવલજ્ઞાન સૂર્યનો ઉદય થાય જ છે. એ પ્રમાણે મનુષ્યસંબંધિ ક્ષાયોપમિક અવિધ કહ્યો. તિર્યંચસંબંધિ ક્ષાયોપમિક અવધિ : ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ્ દ્રવ્યો તથા તેના અંતરાલોમાં તેમને અયોગ્ય દ્રવ્યોના લાભ ઉત્કૃષ્ટથી તિર્યંચ યોનિયોમાં મત્સ્યાદિમાં થાય છે. આ દ્રવ્યાનુસાર ક્ષેત્ર-કાળ-ભાવ સ્વયં વિચારવા.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy