SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય) જે સ્વાધ્યાયમાં નિત્ય રત રહેતા ધન તે મુનિવરા... પૂ. જિનભદ્ર ગણિક્ષમાશ્રમણજી દ્વારા મૂળ પ્રાકૃત ભાષામાં શ્લોકબદ્ધ રચાયેલ આવશ્યક સૂત્ર ઉપરના સંક્ષિપ્ત વિવેચનરૂપ “વિશેષ આવશ્યક ભાષ્ય” ઉપર રચાયેલી નમસ્કાર તેમજ સામાયિક સૂત્રની બૃહદ્ ટીકા જે આશરે હાલમાં ૨૮,૦૦૦ શ્લોક પ્રમાણ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ ગ્રંથ ઉપર છે આવશ્યક ઉપર ૮૦,૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચાઈ હતી, પરંતુ કાળના પ્રવાહમાં કેટલાક શાસ્ત્રોનો નાશ થઈ ગયો એમાં એ વિસ્તૃત વૃત્તિ પણ નષ્ટ પ્રાયઃ થઈ ગઈ તેમ છતાં જેટલું મળ્યું તે પણ અત્યારના સમય માટે ગાગરમાં સાગર સમાન છે. ૨૮,૦૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથમાં અત્યારે લગભગ ૨૫,૦૦૦ શ્લોક પ્રમાણ તો શાસ્ત્રના આરંભ રૂપ ભૂમિકા છે. એના પરથી જ ટીકાકારની અપ્રતિમ વિદ્વતાનો રણકાર ઉપસી આવે છે. અને નતમસ્તક થઈ જવાય છે. હૃદયમાંથી સહસા ઉદ્દગારો સરી પડે છે. જે સ્વાધ્યાયમાં નિત્ય રત રહેતા... ધન તે મુનિવરા રે... સંયમ સ્વીકાર કર્યા પછી અનેક ગ્રંથોના દોહન કર્યા પછી લગભગ છઠ્ઠા વર્ષે બરલૂટ જૈન સંઘના જ્ઞાન ભંડારમાંથી શ્રી વિશેષ આવશ્યક ભાષ્યની પ્રાચીન પ્રત પ્રાપ્ત થઈ અને વાંચવાનો આરંભ કર્યો. થોડું વાંચન થયા પછી મનમાં વિચાર સ્ફર્યો. આ ગ્રંથ ઉપર પ્રશ્નોત્તરરૂપે નોટ તૈયાર થાય તો ભવિષ્યમાં એમાં પડેલા જ્ઞાનના અમૂલ્ય પદાર્થોનું ભવિષ્યમાં પણ પાન કરવાનો અવસર મળશે. એમ વિચારી વિસ્તૃત નોટ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર વિવેચન લખવાનો ભાવ હતો પરંતુ વાંચન શરૂ કરતાં જ
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy