________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૪૩ ઉત્તર-૫૧૩ – ના, કલ્પના પણ જે વાતમાં વિરોધ સંભવ ન હોય એમાં જ કરાય એ કારણથી ઉપરના પાંચેય પ્રકારો અનાદેશ હોવાથી ગ્રહણ યોગ્ય બનતા નથી. અહીં અસંખ્ય આકાશપ્રદેશ રૂપ અવગાહમાં પંક્તિથી એક-એક જીવની સ્થાપનાથી જે સૂચિલક્ષણ છઠ્ઠો પક્ષ છે, તે શ્રુતમાં આદેશ કરેલો હોવાથી ગ્રહણ કરવો, શેષ પાંચ અનાદેશો તો સંભવ ઉપદર્શન માત્રથી કહેલા હોવાથી ત્યાગવા. આ યથોક્ત સૂચિ જ એક એક જીવના અસંખ્ય આકાશ પ્રદેશ અવગાહમાં વ્યવસ્થિત કરાયેલી હોવાથી ઘણા ક્ષેત્રને સ્પર્શે છે એ એક ગુણ,તથા એ રીતે અવગાહ માનવામાં કોઈ વિરોધ નથી એ બીજો ગુણ છે. તેથી આ અગ્નિજીવસૂચિ અવધિજ્ઞાનીની છએ દિશાઓમાં અસત્ કલ્પનાથી ભમતી છતી અલોકમાં લોકપ્રમાણ અસંખ્ય ટુકડાઓને સ્પર્શે છે એટલું ઉત્કૃષ્ટક્ષેત્ર અવધિનો વિષય છે.
પ્રશ્ન-૫૧૪ – એક-એક આકાશપ્રદેશમાં અવગાઢ જીવથી થયેલ ધન-પ્રત-શ્રેણીથી આક્રાંત આકાશપ્રદેશોનું સંખ્યારૂપ ગણિત તો તુલ્ય જ છે. તથા અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ જીવથી થયેલ ધન-પ્રત-શ્રેણીથી આક્રાંત આકાશ પ્રદેશોનું પણ ગણિત સ્વસ્થાને પરસ્પર તુલ્ય જ છે. જેમકે, એક-એક આકાશ પ્રદેશમાં અવગાહી જીવોનો ધન આકાશ પ્રદેશોને આક્રમે છે, પ્રતર પણ તેમનાં તેટલા જ આકાશ પ્રદેશોને ઘેરે છે. સૂચિ પણ તેમના તેટલા જ પ્રદેશોને સ્પર્શે છે. એમ, અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ જીવ ધન-પ્રતશ્રેણીથી આકાશ પ્રદેશોની પણ સ્વસ્થાને પરસ્પર ગણિત તુલ્યતા છે. એટલે અવગાહના બે ભેદથી બે પ્રકારનું માન સમજવું એ જ બરાબર છે પણ પ્રતર કે સૂચિના બે-બે વધારે ભેદ કરીને છ ભેદોની કલ્પના શા માટે કરાય છે?
ઉત્તર-૫૧૪ – એ છ પ્રકારની કલ્પનાનો ભેદ પુરુષના પરિક્ષેપથી ભલે ન થાય અર્થાત અહીં ધનાદિથી વ્યાપ્ત આકાશ પ્રદેશોનાં સંખ્યા સમત્વ અને વિષયમ– વિચારાતા નથી. પરંતુ ધનાદિમાંથી જે કોઈ રચના વિશેષ અવધિજ્ઞાનીની સર્વ દિશાઓમાં ભમે છે તે ભમતો છતો બહુતર ક્ષેત્રને સ્પર્શે છે તે જ અહી લેવો. એ રીતે એમનો ભેદ છે-તે આ રીતે-એક એક પ્રદેશમાં અવગાઢ જીવ ધન ભમતો એવો જેટલું ક્ષેત્ર સ્પર્શે છે તેનાથી અસંખ્ય પ્રદેશાવગાઢ જીવ ધન અસંખ્ય ગણું ક્ષેત્ર સ્પર્શે છે. તેથી પણ એક-એક પ્રદેશમાં અવગાઢ જીવ પ્રતર અસંખ્ય ગુણ, તેનાથી અસંખ્ય પ્રદેશ અવગાઢ જીવ પ્રતર અસંખ્ય ગુણ, તેનાથી એક-એક પ્રદેશાવગાઢ જીવ સૂચિ અસંખ્ય ગુણ, તેનાથી પણ અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ એક-એક અગ્નિજીવની સૂચિ અવધિજ્ઞાનીની સર્વ દિશાઓમાં ભમતી અસંખ્ય ગુણ ક્ષેત્રને સ્પર્શે છે. તે અલોકમાં લોકપ્રમાણ અસંખ્ય આકાશખંડો જેટલું થાય છે એથી એટલો અવધિનો ઉત્કૃષ્ટ ક્ષેત્ર વિષય છે.