SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ રીતે સાકાર ઉપયોગ ૮ પ્રકારે અને સાકાર પશ્યતા ૬ પ્રકારે છે. તથા અનાકાર ઉપયોગ ૪ પ્રકારે અને અનાકાર પશ્યતા ૩ પ્રકારે છે. આ રીતે ઉપયોગ-પશ્યતાનો ભેદ છે. એટલે ઉપયોગથી પશ્યતા ભિન્ન કહી છે. કેટલાક ગ્રંથોમાં - “તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યતા યુક્ત છે” તેના બદલે “તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યતા અયુક્ત છે” એવું જણાય છે, ત્યાં એમ અર્થ સમજવો કે પપ૩ મી ગાથામાં “પાસરૂ ય # સો પુ તમ વિવુદંગ” એ પાઠથી અચક્ષુદર્શનની અપેક્ષાએ શ્રુતજ્ઞાનમાં પશ્યતા કહી છે તે અયોગ્ય છે, કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં મતિજ્ઞાન-મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શન સિવાયની છ પ્રકારની પશ્યતા કહી છે. તેથી “શ્રુતજ્ઞાની જાણે પણ જુએ નહિ” એમ અર્થ સમજવો. પ્રશ્ન-૫૦૪ – શ્રુતજ્ઞાનના ગ્રહણનો ઉપાય શું છે? ઉત્તર-૫૦૪ – ગુરુપાસેથી વર્ણવાતા ૮ બુદ્ધિગુણો દ્વારા તેના ક્રમથી જ શ્રુતજ્ઞાનનું ગ્રહણ કરવું તે આ રીતે (૧) સાંભળવાની ઈચ્છા-વિનયવાનું એવો ગુરુ પાસેથી સાંભળવાની ઇચ્છા રાખે. (૨) પ્રતિકૃચ્છના-ભણેલું જ્ઞાન શંકા રહિત કરવું. (૩) સાંભળવું-ભણેલા શ્રતને અર્થથી સાંભળવું (૪) ગ્રહણ-સાંભળીને અવગ્રહથી ગ્રહણ કરે. (૫) ઈહન-ગ્રહણ કરીને વિચારે-આ એવું છે કે નહિ એમ વિચાર કરતાં સ્વબુદ્ધિથી પણ કાંઈક ઉત્મક્ષા કરે. (૬) અપોહ-ગુરુએ કહ્યું છે તે તેમ જ છે એવો નિશ્ચય કરે. (૭) ધારણા-નિશ્ચિત થયેલ અર્થને હંમેશા મનમાં ધારણ કરે. (૮) સમ્યકરણ-શ્રુતજ્ઞાનમાં કહેલું અનુષ્ઠાન સારી રીતે કરવું કેમકે-શ્રુતજ્ઞાનાવરણક્ષયોપશમ-ગુરુના ચિત્તની આવર્જના આદિમાં હેતુ હોવાથી શ્રત પ્રાપ્તિનો ઉપાય છે. અથવા ગુરુ જે આજ્ઞા કરે તે સમ્યગુ અનુગ્રહ માનતો સાંભળવાની ઇચ્છા કરે, પૂર્વે કહેલા કાર્યના કરવાના સમયે પ્રતિપુચ્છના કરે. એ રીતે આરાધિત ગુરુ પાસે સૂત્ર કે તેનો અર્થ સારી રીતે સાંભળે, સાંભળેલું અવગ્રહથી ગ્રહણ કરે વગેરે પૂર્વવત્ સમજવું. શ્રવણ વિધિ - મૌનપણે સાંભળ-પ્રથમવાર શ્રવણમાં સંયતગાત્રવાળો બધું અવધારણ કરે, બીજીવાર-હુંકાર કરે, ત્રીજીવાર-સત્યત હુંકાર કરે-આ એમજ છે અન્યથા નહિ એમ બોલે, ચોથીવાર-ગ્રહણ કરેલા પૂર્વા-પર સૂત્રનો જરાક અભિપ્રાય પૂછે એવું કઈ રીતે ? પાંચમીવાર-મીમાંસા-પ્રમાણની જીજ્ઞાસા કરે, ૬ઠ્ઠીવાર-પારગામી થાય અર્થાત ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિ અને ચાલતા વિષયની સંપૂર્ણ માહિતી થાય, ૭મીવાર-પરિપૂર્ણતા થાય આ શિષ્યગત શ્રવણવિધિ કહ્યો.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy