SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૪૯ હોવાથી વિરતિમત્ત્વની આપત્તિ આવે. તેથી તે પ્રત્યાખ્યાન સંભવ એવી પ્રત્યાખ્યાન પરિણતિના આવારક પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. જેમના ઉદયે આત્માને વિરતિ પરિણતિ થતી નથી, જેના ક્ષય-ક્ષયોપશમાદિથી વિરતિ પરિણામ ઉત્પન્ન થાય છે. આ જ વાતને દષ્ટાંતથી વધુ સ્પષ્ટ કરે છે. (૧) કેવલજ્ઞાનાવરણથી કેવલજ્ઞાન સતુ માનો તો આવરાય નહિ. કારણ કે, અભવ્યમાં પણ કેવલજ્ઞાન તો પડેલું છે. તો તેને પણ કેવલિપણાની આપત્તિ આવશે. જો એમ કહો કે ભલેને અભવ્યને પણ કેવલજ્ઞાન છે, પણ આવૃત માનો તો એ પણ બરાબર નથી. કોડીયાના સંપૂટમાં ઢંકાયેલા પ્રદીપ દ્વારા કોડીયામાં રહેલા સ્વાત્માના તેના દ્વારા પ્રકાશનની આપત્તિ આવે એટલે સત્ કેવલજ્ઞાનનું આવરણ કહેવું બરાબર નથી. (૨) હવે જો અસત કેવલજ્ઞાનનું કેવલાવરણથી આવરણ માનો તો અસત એવા ખરવિષાણના પણ આવરણની આપત્તિ આવશે. એટલે અસતુ કેવલનું પણ આવરણ માની શકાય નહિ. તેથી સદઅસદ્ રૂપ કેવલજ્ઞાન તેના આવરણથી આવરાય છે. તે જીવરૂપે સદ્ કેવળજ્ઞાન આવરાય છે. અને નવી પ્રગટ થતી પરિણતિથી અસ આવરાય છે. અને સદ્ અસદુ રૂપ કથંચિત્ એક જ છે. તેથી સદસક્રુપ કેવલજ્ઞાનનો યથા સ્વરૂપથી પરિણતિ સંભવ તેના આવરણથી આવરાય છે. અર્થાત્ આવરણ સામર્થ્યથી જીવ કેવલજ્ઞાનની પરિણતિથી પરિણત થઈ શકતો નથી, તેમ પ્રત્યાખ્યાનાવરણીય કષાયો દ્વારા પણ વિરતિ પરિણતિનો સંભવ આવરાય છે અર્થાત્ જીવ વિરતિપરિણામથી પરિણત થઈ શકતો નથી. (૪) સંજવલન કષાયનું આવરણ : ઇષદ્ વેલનથી સંજ્વલના અથવા સપદિ જવલનથી સંજવલના અથવા પરિષહાદિ સંપાતમાં ચારિત્રિને પણ જલાવે તે સંજવલન ક્રોધાદિ કષાયો. તેમના ઉદયે ચારિત્ર ન મળે, મળે તોય છોડી દે. કયું ચારિત્ર ?-જેવું તીર્થકર ગણધરોએ આખ્યાત છે, યથાખ્યાત-અકષાય ચારિત્ર, સકષાય તો મળે. આ સંજ્વલનો માત્ર યથાખ્યાત ચારિત્રના ઘાત કરનારા નથી પણ શેષ ચારિત્રોના ય દેશોપઘાતિ હોય છે. તેમના ઉદયમાં શેષ ચારિત્રોમાં અતિચાર સિદ્ધ છે. પ્રશ્ન-૬૮૭ - મૂળ ગુણો કયા કયા છે? ઉત્તર-૬૮૭– અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય આ ૧૨ કષાયો સમ્યક્ત, અણુવ્રત, મહાવ્રત એ મૂળ ગુણોના ઘાતક છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy