SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ગોપતુલ્ય-સ્વ શિષ્યોને ગાયોના સમૂહસમાન-પુદ્ગલાસ્તિકાયના અસંમોહ માટે પરમાણુ આદિ વર્ગણાના વિભાગથી પુગલ વર્ગણાનું સ્વરૂપ બતાવ્યું છે. સમસ્ત લોકાકાશ પ્રદેશવર્તિ એક-એક સજાતીય પરમાણુઓનો સમુદાય એક વર્ગણાપછી સમસ્તલોક વર્તી દ્વિપ્રદેશિક સ્કંધોની બીજી વર્ગણા પછી ત્રિપ્રદેશિક સ્કંધોની ત્રીજી, ચાર પ્રદેશિક સ્કંધોની ચોથી, પાંચ પ્રદેશિક સ્કંધોની પાંચમી, છ પ્રદેશિક સ્કંધોની છઠ્ઠી, આમ એક-એક પ્રદેશની વૃદ્ધિથી અનંત વર્ગણાઓ ઔદારિકશરીરની અગ્રહણ યોગ્ય ઓળંગીને એટલામાં તેવા પ્રકારના વિશિષ્ટ પરિણામોથી પરિણિત અનંત પ્રદેશિક સ્કંધોની એકોત્તરવૃદ્ધિથી ઔદારિક શરીર ગ્રહણ પ્રાયોગ્ય અનંતવર્ગણાઓ હોય છે. ત્યારબાદ પ્રદેશવૃદ્ધિથી વધતી ઔદારિકની જ અગ્રહણ યોગ્ય અનંત વર્ગણાઓ હોય છે આ બધી વર્ગણાઓ ઘણા દ્રવ્યોથી બનેલી હોવાથી અને સૂક્ષ્મ પરિણામથી યુક્ત હોવાથી ઔદારિકની અગ્રહણ યોગ્ય માનવી. તેમજ સ્વલ્પપરમાણુથી બનેલી હોવાથી અને બાદરપરિણામયુક્ત હોવાથી એ વૈક્રિયની પણ અગ્રહણ યોગ્ય જ છે. ફકત ઔદારિકવર્ગણાની સમીપ હોવાથી તેવા આભાસવાળી હોવાથી, તેની અગ્રહણ યોગ્ય કહેવાય છે. તેના ઉપર એકોત્તરવૃદ્ધિથી વધતી સ્વલ્પદ્રવ્યથી નિષ્પન્ન હોવાથી અને બાદરપરિણામથી યુક્ત હોવાથી વૈક્રિયશરીરની અગ્રહણયોગ્ય અનંતવર્ગણાઓ હોય છે, અને આ બધી પ્રચુરદ્રવ્યથી બનેલી અને સૂક્ષ્મપરિણામવાળી હોવાથી ઔદારિકની પણ અગ્રહણ પ્રાયોગ્ય જ છે, ફક્ત વૈક્રિય વર્ગણીસમીપ હોવાથી તેના આભાસથી તેની અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે, એમ આગળ પણ સર્વત્ર ભાવના કરવી. પછી એકોત્તરવૃદ્ધિથી વધતી પ્રચુરદ્રવ્યથી બનેલી અને સૂક્ષ્મપરિણામવાળી હોવાથી વૈક્રિય શરીરની ગ્રહણ યોગ્ય અનંત વર્ગણા થાય છે પછી એકોત્તરવૃદ્ધિથી વધતી પ્રચુરદ્રવ્યવાળી અને સૂક્ષ્મપરિણામવાળી હોવાથી વૈક્રિયની અગ્રહણ યોગ્ય અનંત વર્ગણા હોય છે. પછી એકોત્તરવૃદ્ધથી વધતી સ્વલ્પદ્રવ્યનિષ્પન્ન અને બાદરપરિણામવાળી આહારક શરીરની અગ્રહણ યોગ્ય અનંત વર્ગણા હોય છે, પછી એકએક વૃદ્ધિથી વધતી પ્રચુરદ્રવ્યવાળી સૂક્ષ્મપરિણામવાળી આહારક શરીરની ગ્રહણયોગ્ય અનંત વર્ગણા હોય છે, પછી વધતી બહુમદ્રવ્ય-અતિસૂક્ષ્મપરિણામ આહારક શરીરની અગ્રહણયોગ્ય અનંત વર્ગણાઓ હોય છે, એમ તૈજસની, ભાષાની, અનાપાનની, મનની અને કર્મની યથોત્તર એકોત્તર વૃદ્ધિ યુક્ત પ્રત્યેક અનંત અયોગ્ય-યોગ્ય-અયોગ્ય વર્ગણાઓના અલગઅલગ ત્રણ પ્રકારવાળી અનંતી વર્ગણાઓ સમજવી. પ્રશ્ન-૫૨૩ – એક-એક દારિકાદિની અલગ ત્રણ-ત્રણ વર્ગણાઓ કઈ રીતે પ્રાપ્ત થાય ?
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy