SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રીતિ થઈ. જીર્ણશ્રેષ્ઠિની પુત્રી હૃદયમાંથી કાલુષ્ય મુકતી નથી. અમે એમના દ્વારા પદથી ભષ્ટ કરાયાં છીએ. એકવાર બંને તળાવમાં ગઈ આભરણો કિનારે મૂકી બંને નાહવા પ્રવેશી. જુના શેઠની પુત્રી જલ્દીથી બહાર આવી. બધાં ઘરેણાં લઈને ચાલી નીકળી. બીજીએ બૂમ પાડીને રોકી, તો પેલી બોલી તું કોણ છે ? તારા આભરણો ક્યાં છે ? મેં તો મારા જ લીધા છે એમ બોલતી અત્યંત ગુસ્સે થતી ઘરે ગઈ. પોતાના મા-બાપને કહ્યું તેઓએ માન્યું અને કહ્યું મૌન કરીને રહે. શું થાય છે તે જોયા કર બીજીએ પણ ઘરે જઈને તેના મા-બાપને કહ્યું. ઘરેણાં માંગ્યા. નથી આપતા. રાજકુળમાં ફરિયાદ થઈ, ન્યાયાધીશોએ સાક્ષી પુછ્યો કોઈ નથી બંને બાળિકાને બોલાવી જીર્ણશ્રેષ્ઠીની પુત્રીને કહ્યું. જો તારા ઘરેણાં હોય તો જલ્દી અમારા જોતાં પહેરીને બતાવ. શરૂ કર્યું પણ અભ્યાસ વગર અન્ય સ્થાનોચિત ઘરેણાં અન્યત્ર ગોઠવે છે. જે કોઈ સ્થાને પહેર્યા તે પણ ખરાબ જ લાગે છે. એ ક્ષુભિત હોવાથી કાંઈ જાણતી નથી. હવે નવશ્રેષ્ઠિપુત્રીને કહ્યું. તેણે સ્વભ્યસ્ત હોઈ સ્થાનૌચિત્યથી બધા ઘરેણાં જલ્દી પહેર્યા અને અત્યંત શોભે છે. ફરીથી તેઓએ કહ્યું આ જલ્દીથી ઉતાર. તેણે અનુક્રમે બધા તે જ રીતે ઉતાર્યા. ન્યાયાધિશોએ સદ્ભાવ જાણ્યો. શરીરનિગ્રહથી જીર્ણશ્રેષ્ઠિ દંડાયો. તેની પુત્રી અનર્થનું પાત્ર થઈ. એમ જીર્ણશ્રેષ્ઠિની પુત્રીની જેમ અસ્થાને અર્થોને જોડનાર ગુરુ-ગુરુપદ યોગ્ય થતો નથી, એ આ લોક-પરલોકમાં અસંખ્ય અનર્થોનું પાત્ર થાય છે. ગુરુએ વિધિથી કહેલા છતાં અજ્ઞાનાદિથી વિપરિત જોડનારો શિષ્ય પણ સાંભળવાને યોગ્ય નથી જ થતો કે કલ્યાણનો ભાગી પણ નથી થતો. સ્વસ્થાને જોડનાર શિષ્ય કલ્યાણનું ભાજન થાય છે. (શ્રાવક તેમજ બહેરાના ઉદાહરણો ગા.૧૪૧૨ ઉ૫૨થી જાણવાં) ૩૮૨ (૪) ટંકણવણિકનું દૃષ્ટાંત :- ટંકણ મલેચ્છો સોનાના બદલે દક્ષિણાપથથી આવેલા કરિયાણા લે છે, વેપારી તેમજ તેઓ એકબીજાની ભાષા જાણતા નથી. એટલે સોના તેમજ કરિયાણાનો ઢગલો કરાય છે. બંનેની ઇચ્છા જ્યાં પૂરી થાય ત્યાં સુધી જ્યાં સુધી એકની પણ ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી સોના-કરિયાણાથી હાથ હટાવતા નથી. પૂરી થતા હટાવે છે. આમ પરસ્પર વ્યવહાર ચાલે છે. ઉપનય-જેમ બંને ઇચ્છિત-પ્રતીચ્છિત વ્યવહારથી વ્યાપાર કરે છે. તેમ આક્ષેપ-નિર્ણય-પ્રસંગદાન-ગ્રહણાનુવર્તી બંને શિષ્ય-આચાર્યો અનુયોગ યોગ્ય થાય છે. અથવા શિષ્ય ઔચિત્યાનતિક્રમથી સર્વ ગુરુવિનય કરે છે. ગુરુપણ શિષ્યોચિત્યથી સર્વશ્રુતદાન કરે. ગુરુવિનય અને શ્રુતદાન તે બંને ગ્રાહ્ય દેય ક્રયાણકમાં તે બંનેનો વિનિયોગ છે. તેથી ગુરુવિનય-શ્રુતપ્રદાન રૂપ ભાંડના વિનિયોગથી બંને શિષ્ય અને આચાર્ય કર્મનિર્જરા ન લાભ સહિત ટંકણક-વણિકની ઉપમાવાળા અનુયોગને યોગ્ય થાય છે. અયોગ્ય શિષ્યના લક્ષણો :- (૧) અનલ્યુપગત-શ્રુતસંપદાથી ઉપસંપન્ન ન હોય (૨) નિરૂપકારી-ગુરુનો અનુપકા૨ક સર્વરીતે ગુરુકાર્યોમાં અપ્રવર્તક (૩) આત્મછંદમતિ-પોતાની
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy