________________
૨૭૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૫૫૩ – ના, તેમને કેવલોત્પત્તિમાં પણ વસ્તુતઃ તેનો પરિચ્છેદ પણ નષ્ટ થતો ન હોવાથી સુતરાં કેવલજ્ઞાનથી સંપૂર્ણ અનંતધર્માત્મક વસ્તુની પરિચ્છિત્તિ છે અથવા અહીં છમસ્યકાળની વિવક્ષા કરવાથી દોષ નહિ આવે.
(૧૩) ક્ષેત્રદ્વાર
ક્ષેત્રથી અવધિ અવધિવાળા જીવનમાં પ્રદીપમાં પ્રભાપટલની જેમ સંબદ્ધ હોય છે અર્થાત જીવથી અધિષ્ઠિત ક્ષેત્રથી માંડીને નિરંતર જોવાયોગ્ય વસ્તુને પ્રકાશે છે. કોઈ અત્યંત પ્રકૃષ્ટ અંધકારથી વ્યાકુળ વચ્ચેના પ્રદેશને ઓળંગીને દૂર રહેલી ભીત ઉપર પ્રતિબિંબિત પ્રદિપપ્રભા જેમ જીવમાં અસંબદ્ધ હોય છે. હેતુભૂત પુરુષાબાધાથી જીવમાં અસંબદ્ધ હોય છે.
પ્રશ્ન-૫૫૪ – તે સંબદ્ધ અને અસંબદ્ધ અવધિ ક્ષેત્રથી કેટલો હોય છે?
ઉત્તર-૫૫૪ – યોજનાપેક્ષા સંખ્યય કે અસંખ્ય યોજનો પ્રત્યેક પુરુષાબાધા સાથે હોય છે. ફક્ત તે સંખ્ય કે અસંખ્ય યોજન નથી હોતો. પરંતુ, પુરુષાદિ અંતરાલરૂપ બાધા પણ એટલી હોય છે. આ અંતર અસંબદ્ધ અવધિનું છે. અસંબદ્ધ અવધિમાં અને અંતરમાં ચતુર્ભગી-સંખેય અંતર–સંખ્યય અવધિ, સંખેય અંતર-અસંખેય અવધિ, અંસખેય અંતર-સંખેય અવધિ, અસંખેય અંતર-અસંખેય અવધિ સંબદ્ધમાં તો વિકલ્પ જ નથી કેમકે એમાં અંતર રૂપ દ્વિતીયપદ જ નથી.
આ અવધિ લોક અને અલોકમાં સંબદ્ધ પણ હોય છે. અહીં પણ ૪ ભંગા છે (૧) જે લોકપ્રમાણાવધિ છે તે પુરુષમાં સંબદ્ધ હોય છે અને લોકાન્તમાં પણ સંબદ્ધ છે (૨) જે લોકના દેશમાં રહેલો અભ્યત્તરાવધિ છે તે પુરુષમાં સંબદ્ધ છે લોકાંતે સંબદ્ધ નથી, (૩) લોકાન્ત સંબંધ-પુરુષે અસંબદ્ધ એ શૂન્યભંગ કારણ કે જે લોકાંતે સંબદ્ધ હોય તે પુરુષમાં નિયમ સંબદ્ધ જ હોય એટલે આ ભાંગો અસંભવ છે લોકાન્ત કે પુરુષમાં અસંબદ્ધ બાહ્યાવધિ જે અલોકે સંબદ્ધ છે તે પુરુષમાં સંબદ્ધ જ હોય એટલે ત્યાં ભંગાનો અભાવ છે.
(૧૪) ગતિદ્વાર પ્રશ્ન-૫૫૫ – અવધિજ્ઞાનનો મતિજ્ઞાનથી શું વિશેષ છે?
ઉત્તર-૫૫૫ – જે મતિજ્ઞાનના પ્રતિપત્તાઓ પૂર્વે કહ્યા છે તે જ અવધિના પણ પામનારા જાણવા. ફક્ત અહિં અધિક પણ કેટલાક હોય છે. જેમકે-અવેદી અને અકષાયી અને મન:પર્યાવજ્ઞાનીએ મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ના જ કહ્યા છે. એ અવધિના પ્રતિપદ્યમાન પણ હોય છે. કારણ કે, બંને શ્રેણીમાં વર્તતા અવેદકો અને અકષાયોમાં કેટલાકને અવધિજ્ઞાન