SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કાર્યો એવા અપાયાદિમાં પણ તેના અભાવનો પ્રસંગ આવે છે. કારણ કે અતિમત્તમૂચ્છિતના જ્ઞાનને અનધ્યવસાય કહેવાય છે. ત્યાં યોગ્યતાથી પણ અધ્યવસાય કહેવો શક્ય નથી. ત્યાં તેના કાર્યભૂત અપાયાદિ અધ્યવસાય પણ અલક્ષણ છે આ રીતે અવગ્રહાદિનું સંશયાદિત્વ અસિદ્ધ છે તો પણ તે માનીને તેમની સંશયાદિરૂપતા કહીએ છીએ. સંશયવિપર્યય-અધ્યવસાય એ જ્ઞાન જ છે. તેથી, સંશયાદિરૂપ હોવા છતાં સંશયાદિ મતિજ્ઞાનના ભેદ તરીકે વિરોધ થતા નથી. અને “સમીહિત વસ્તુ પ્રાપકસજ્ઞાન છે અને બીજું અજ્ઞાન છે” એવું વ્યવહારિઓને પ્રમાણ-અપ્રમાણભૂત જ્ઞાન-અજ્ઞાનની વિચારણા કરતા નથી પરંતુ “જેનાથી કંઈપણ જણાય, તે સમ્યગ્દષ્ટિ સંબંધી જ્ઞાન” એટલી માત્ર વ્યાખ્યા જ કરીએ છીએ. વસ્તુપરિજ્ઞાન માત્ર તો સંશયાદિમાં પણ છે. એટલે, તેમાં સમ્યગ્દષ્ટિ સંબંધી તેમના જ્ઞાનત્વની હાની નથી. પ્રશ્ન-૩૦૪ – સંશયાદિ જ્ઞાન કઈ રીતે? ઉત્તર-૩૦૪ – સંશયો જ્ઞાનમેવ, વસ્તુ (નવારે વપરપર્યરનન્તધર્માધ્યસિત) एकदेशगमकत्वभावात्, परमतप्रमाणनिश्चयज्ञानवत् । यद्वस्तु एकदेशस्य गमकं तज् ज्ञानं, यथा પરમાં નિશ્ચયપપ્રમi વસ્તુફ્લેશ મારું સંશય: તતતે જ્ઞાનમ્ ! સ્વપરપર્યાયો વડે અનંતધર્મયુક્ત ગાય વગેરે વસ્તુના એક દેશને જણાવનારા હોવાથી સંશયાદિ બીજાઓએ માનેલા નિશ્ચયજ્ઞાનરૂપ પ્રમાણની જેમ જ્ઞાનરૂપ જ છે. આ રીતે, સંશયાદિ જ્ઞાન છે. પ્રશ્ન-૩૦૫ – સંશયાદિ વસ્તુ એક દેશ વિજ્ઞાનના હેતુઓ કઈ રીતે? વસ્તુ તો નિરંશ હોવાથી તેના દેશનો જ અભાવ હોવાથી તે એકદેશગ્રાહી ઘટતા નથી. ઉત્તર-૩૦૫ – ઘટાદિ વસ્તુના મૃત્મયત્વ-પૃથુબુનત્વ-વૃત્તત્વ-કુંડલાયતગ્રીવાયુક્તત્વાદિ અર્થ પર્યાયો અનંત હોય છે ઘટ-કુંભ-કળશાદિ વચનપર્યાયો પણ અનંત હોય છે. આદિ શબ્દથી પરવ્યાવૃત્તિરૂપ પર્યાયો પણ અનંતા છે. આવી અનંત શક્તિઓથી યુક્ત વસ્તુ હોય છે. એટલે, સંશયાદિ તેના એકદેશનો વિચ્છેદ (વિભાગ) કરનારા જાણવા. અમે નિરંશવસ્તુવાદિ નથી. પરંતુ, યથોક્તઅનંત ધર્મરૂપ વસ્તુના અનંત દેશો હોય છે, એવું માનીએ છીએ, તેમાંથી એકદેશગ્રાહી સંશયાદિપણ હોય જ છે. એટલે, એ અજ્ઞાન કઈ રીતે થાય ? હવે જો તે કાંઈપણ ગ્રહણ ન કરે તો એમનું ઉત્થાન જ ન થાય, સર્વથા નિર્વિષયજ્ઞાન ઉત્પત્તિ માટે અયોગ્ય હોય જેમકે આકાશકુસુમનું જ્ઞાન. તેથી જ્ઞાતેિનેનેતિ જ્ઞાનમ્ એવા વ્યુત્પત્તિ અર્થથી સંશયાદિની પણ જ્ઞાનતાનો વિરોધ નથી. પ્રશ્ન-૩૦૬ – એકદેશને ગ્રહણ કરનારી ગવાદિવસ્તુ સમગ્રધર્મગ્રાહી ન હોવાથી સંશયાદિ જ્ઞાન છે એવું ઈષ્ટ નથી કેમકે સર્વસંપૂર્ણ વસ્તુગ્રાહી જ જ્ઞાન હોય છે?
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy