SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રશ્ન-૧૩ – છતાં સર્વપ્રથમ અધિકારમાં આવશ્યકના અનુયોગ જ કેમ આપવામાં આવે છે? ઉત્તર-૧૩ – જેનાથી શિષ્યવર્ગને હિત માટે ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય, તથા સ્થવિર ગચ્છવાસી સાધુઓનો જે આ વિશેષ કલ્પ-સામાચારી છે જેનો ક્રમ આગળ જણાવાશે અને એ કારણથી જ અહીં પ્રથમ અધિકારનો ક્રમ આવશ્યકના અનુયોગનો કહ્યો છે. પ્રશ્ન-૧૪ – એ સ્થવિર કલ્પનો ક્રમ કયો છે? ઉત્તર-૧૪ – (૧) સર્વ પ્રથમ યોગ્ય, વિનિત, વિધિવત્ અપાયેલી આલોચનાવાળા શિષ્યને પ્રશસ્ત દ્રવ્યાદિ સ્વયંગણમાં સ્થિત એવા ગુરૂ પ્રવ્રજ્યા આપે (૨) પછી શિક્ષાનું સ્થાન આપે, વિધિપૂર્વક દિક્ષિત એવા શિષ્યને ત્યારપછી શિક્ષાનો અધિકાર મળે છે. તે શિક્ષા ૨ પ્રકારની છે - (૧) ગ્રહણ શિક્ષા (૨) આસેવન શિક્ષા. બારવર્ષ સુધી સૂત્ર ભણવાનો આદેશ એ ગ્રહણ શિક્ષા કહેવાય છે અને પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાનો આદેશ એ આસેવન શિક્ષા. “સ પુ વિદ્યા સિવ+gી ગઇ માવજે ય નાયબ્રા પર સુત્તાહિબ્રુપ લેવUT તિખMારું ” દીક્ષા આપ્યા પછી શિષ્યને બાર વર્ષ સૂત્ર ભણાવવું. પછી બાર વર્ષ સૂત્રનો અર્થ સમજાવવો આ રીતે સ્થવિર કલ્પ થાય છે. નિગમો વારો' શિષ્ય સૂત્ર અને અર્થને પ્રાપ્ત કરીને અનિયત વાસ કરે. ગામનગર-સંનિવેશાદિમાં અનિયત વાસદ્વારા આ પ્રહણકરેલ સૂત્ર-અર્થવાળો શિષ્ય જયારે આચાર્યપદને યોગ્ય થાય ત્યારે જઘન્યથી પણ બે સહાયક આપી ૧૨ વર્ષ સુધી વિવિધ દેશ દર્શન નિયમા કરાવે, અયોગ્ય માટે નિયમ નથી. પ્રશ્ન-૧૫ – આચાર્યપદ યોગ્ય શિષ્યને દેશ દર્શન શા માટે કરાવાય છે? ઉત્તર-૧૫ – તે વિવિધ દેશોમાં ફરતો પરમાત્માઓના જન્મકલ્યાણકાદિ ભૂમિઓને જૂએ છે, તે જોઈને વિચારે પરમાત્મા અહીં જન્મ્યા, અહીં દીક્ષા લીધી, અહીં નિર્વાણ પામ્યા એવા અધ્યવસાયથી હર્ષાતિરેકથી તેમનું સમ્યત્વ સ્થિર થાય છે. પાછળથી બીજાઓને પણ સ્થિર કરાવે છે. વિવિધ સ્થાનોમાં શ્રુતાદિ અતિશયવાળા આચાર્યોને જોવાથી સૂત્રાર્થોમાં અને એમની સામાચારી વિષયમાં વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે. વિવિધ દેશોની ભાષા અને સામાચારી પણ જાણે અને એમના આચારોનું પણ જ્ઞાન થાય છે. તે પછી તે તે દેશવાસી શિષ્યોને તે-તે ભાષામાં ધર્મ કહે છે અને પ્રતિબોધ કરી પ્રવજ્યા આપે, પૂર્વપ્રવ્રજિત તેમની ઉપસંપદો-નિશ્રા સ્વીકારે અને સમગ્ર સામાચારીમાં કુશળ થયેલા એવા એના ઉપર
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy