SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૯૨ કેવલિ સિવાય બીજા બધા સંસારીજીવોને પણ અતિસ્તોકબહુ-બહતરબહુતમાદિ તરતમતાથી દ્રવ્યેન્દ્રિય હોતા છતાં પાંચ લબ્ધિ ઇન્દ્રિયાવરણનો ક્ષયોપશમ છે એવું કેવલી વચન છે. તેથી જે પ્રકારે પૃથિવિ આદિ એકેન્દ્રિયોને શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસના સ્વરૂપ પ્રત્યેક નિવૃતિ-ઉપકરણરૂપ દ્રવ્યન્દ્રિયો ત–તિરોધક કર્મથી આવૃત્ત હોવાથી અભાવ હોવા છતાં પણ સૂક્ષ્મ-અવ્યક્ત લબ્ધિ ઉપયોગ રૂપ શ્રોત્રાદિભાવેન્દ્રિય જ્ઞાન હોય છે. લબ્ધિ ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમથી થયેલી એકદમ અલ્પ જ્ઞાનશક્તિ તો બધી ઈન્દ્રિયોને હોય છે. તે પ્રકારે દ્રવ્યેન્દ્રિય સ્થાનીય દ્રવ્યશ્રુતના અભાવે પણ ભાવેન્દ્રિયજ્ઞાનરૂપ ભાવકૃત પૃથ્વી આદિને હોય છે એ સ્વીકારવું જ રહ્યું. એકેન્દ્રિયોને શ્રોત્રાદિદ્રવ્યન્દ્રિયાભાવે પણ ક્યાંક ભાવેન્દ્રિય જ્ઞાન દેખાય જ છે (જેમકે – કોયલના ઉદ્ગારેલા પંચમ મધુર ધ્વનિના શ્રવણથી વિરહક વૃક્ષાદિમાં ફૂલ-પાંદડાનો જલ્દી પ્રસવ થાય છે તેથી તેમાં શ્રવણેન્દ્રિય જ્ઞાનનું વ્યક્તલિંગ જોવાય છે. તિલકાદિ વૃક્ષોમાં કમનીય કામિનીના કમળદળ જેવા લાંબા શરદચંદ્ર જેવા ધવલ નયનકટાક્ષના વિક્ષેપથી કુસુમાદિનું આવિર્ભાવ ચક્ષુરિન્દ્રિયનું લિંગ સ્પષ્ટ સમજાય છે, ચંપકાદિ વૃક્ષોમાં વિવિધ સુગંધિ વસ્તુથી મિશ્રિત નિર્મળ શીતલ જલના સિંચનથી ધ્રાણેન્દ્રિય જ્ઞાનનું લિંગ જણાય છે, બકુલાદિ વૃક્ષોમાં રસ્માથી અતિશાયી શ્રેષ્ઠ રૂપવાળી સુંદર તરૂણીના મુખથી છંટાયેલા સ્વચ્છ સુસ્વાદુ સુરભિ મદિરાના ઘૂંટડાના આસ્વાદથી કુસુમાદિનું પ્રગટીકરણ રસનેન્દ્રિય જ્ઞાનનું લિંગ છે કુરબકાદિ વૃક્ષો અશોક વગેરે વૃક્ષોમાં હસ્તીના કુંભ જેવા નક્કર જાડા ઊંચા કઠિન સ્તનના વિભ્રમથી શોભતી રણકતા મણિના વલયના ધ્વનિ કરતા કંકણવાળા આભરણથી ભૂષિત ભામિનીની ભૂજલતાના આલિંગનના સુખથી, પીસ્તાવિનાના પારાગના ચૂર્ણ જેવા રક્ત તળવાળા તેના પાદપ્રહારથી જલ્દી ફૂલ-પાંદડા નો પ્રસવ સ્પર્શેન્દ્રિયજ્ઞાનનું સ્પષ્ટ લિંગ દેખાય છે.) એ પ્રમાણે આ બધામાં દ્રવ્યેન્દ્રિય ન હોવા છતાં આ ભાવેન્દ્રિયજ્ઞાન સકલજન પ્રસિદ્ધ છે. તે રીતે દ્રવ્યશ્રુતાભાવે ભાવશ્રુત પણ એમાં માની શકાય છે. અને જલાદિ આહાર ઉપર જીવવાથી વનસ્પતિ આદિમાં આહારસંજ્ઞા સંકોચ-વેલડી વગેરેનો હસ્તસ્પર્શદિના ડરથી અવયવનો સંકોચથી ભયસંજ્ઞા, વિરહક તિલક ચંપક કેશરઅશોકાદિની મૈથુનસંજ્ઞા, બિલ્વપલાશાદિની નિધાન કરેલા દ્રવ્ય ઉપર પગ મુકવાદિથી પરિગ્રહસંજ્ઞા તે સંજ્ઞાઓ ભાવશ્રુત સિવાય ઉત્પન્ન થતી નથી. તેથી ભાવેન્દ્રિયપંચકાવરણક્ષયોપશમથી ભાવેન્દ્રિયપંચકના જ્ઞાનની જેમ ભાવકૃતાવરણના ક્ષયોપશમના સંભાવથી દ્રવ્યશ્રુતાભાવે પણ એકેન્દ્રિયોને ભાવઠુત છે જ. પ્રશ્ન-૯૩ જો શ્રુતાનુસારિતા સિવાય પણ એકેન્દ્રિયોને ભાવૠત તમે સ્વીકારો તો “ વિUIvi સુયાનુસાર ' એ શ્રુતજ્ઞાનના લક્ષણમાં વ્યાભિચાર આવે છે ને?
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy