SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ગ્રહણ કરે છે. અને લિંગથી તો વહ્નિ આદિનો ત્રિકાળવિષય પણ અનુમાન કરી શકાય છે તેથી લૈંગિક એવું વતિનું જ્ઞાન મનોનિમિત્ત જ છે, ઇન્દ્રિય નિમિત્ત નથી. અને ઇન્દ્રિય-મન નિમિત્ત એવા મતિશ્રતને અમે અહીં જ કહીશું. એમ ફક્ત મનોવિષયલૈંગિક જ્ઞાન મતિશ્રતરૂપ કઈ રીતે થાય ? અને બીજું કે ઇન્દ્રિય જન્ય જ્ઞાન માનવા જતાં મતિ-શ્રુતથી ભિન્ન એવા છઠ્ઠા જ્ઞાનની આપત્તિ આવશે. તેથી ઇન્દ્રિય જન્ય જ્ઞાન મતિ-શ્રુતમાં જ અંતર્ભાવ છે એટલે મતિ-શ્રુત પરોક્ષ હોવાથી તે પણ પારમાર્થિક પરોક્ષ છે. મનોનિમિત્ત જ્ઞાન પણ અનુમાનની જેમ પરનિમિત્તક હોવાથી પરોક્ષ છે એમ પૂર્વે કહેલું છે. પ્રશ્ન-૮૧ – પણ આગમમાં તો મતિ-શ્રુતનું પરોક્ષત્વ ક્યાંય વિશેષથી જણાવેલું નથી? ઉત્તર-૮૧ – આગમમાં મતિ-શ્રુતનું પરોક્ષત્વ વિશેષથી કહેલું જ છે મનોનિમિત્ત જ્ઞાન તેમાં જ અંતર્ગત હોવાથી ઇન્દ્રિયજન્ય જ્ઞાનની જેમ તે પણ પરોક્ષ સિદ્ધ જ છે. પ્રશ્ન-૮૨– પણ સિદ્ધાંતમાં “વિયપત્રવં ચ નોટ્ટવિયપત્રd a" થી મનોનિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ કહ્યું છે. ત્યાં નોઈદ્રિય એટલે મન તે ઇન્દ્રિયના એક દેશમાં વૃત્તિ છે અહીં નોશબ્દ “એકદેશવાસી' છે તેથી “ોજિનિમિત્ત પ્રત્યક્ષ નોકિયપ્રત્યક્ષમ” એ વ્યુત્પત્તિથી મનોનિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ જ થાય ને પરોક્ષ કઈ રીતે થાય? ઉત્તર-૮૨ - તમે આગમનો અર્થ જાણતા નથી ત્યાં (૧) નો શબ્દ સર્વનિષેધવાચી છે તેથી ઇન્દ્રિયાભાવ જ નોઇન્દ્રિય કહેવાય છે. તેમ હોવાથી આત્માનું પ્રત્યક્ષ નોઇન્દ્રિય પ્રત્યક્ષ એવો સમાસ થાય છે સર્વથા ઇન્દ્રિયની પ્રવૃત્તિ રહિત એવા આત્માના પ્રત્યક્ષ અવધિ-મનઃપર્યાય-કેવલજ્ઞાન જ થાય છે મનોનિમિત્તે જ્ઞાન નહિ (૨) જો ત્યાં ઇન્દ્રિયને મન કહીએ ત્યારે મનોનિમિત્ત જ અવધિ આદિ જ્ઞાન પ્રત્યક્ષ થાય એમ થતાં મનઃપયતિથી અપર્યાપ્ત એવા મનુષ્ય-દેવાદિને ત્યાં મન જ ન હોવાથી, અવધિજ્ઞાન ન થાય તે બરાબર નથી. “ નાખવું વચનથી સિદ્ધાંતમાં તેને અવધિજ્ઞાન માન્યું છે. (૩) અને મનવગરના હોવાથી સિદ્ધોને પણ પ્રત્યક્ષજ્ઞાનનો અભાવ થઈ જાય અને (૪) બીજું, મનોનિમિત્ત જ્ઞાન મનોદ્રવ્યથી જ થાય છે તેથી પરનિમિત્તક હોવાથી અનુમાનની જેમ તે પરોક્ષ જ છે તો પ્રત્યક્ષ કઈ રીતે થાય ? (૫) જો એ પરમાર્થથી પ્રત્યક્ષ હોય તો પરોક્ષ એવા મતિ-શ્રુતમાં અન્તર્ભાવ ન થાત અને અઠ્યાવીશ ભેદથી ભિન્ન મતિ ન થાત કરાણકે તેમ માનવામાં મનોજ્ઞાનસંબંધિ અવગ્રહ-ઇહા વગેરે ભેદો ભિન્ન થઈ જાય તેમની ભિન્નતા થતાં છો જ્ઞાનની આપત્તિ આવે. આ રીતે મનોનિમિત્ત જ્ઞાન પ્રત્યક્ષ છે એમ માનવાથી ટી ૧. અત્યંતર અને બાહ્ય નિવૃત્તિ તથા ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય તેમજ લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવ ઇન્દ્રિયમાં મનના વિષયમાં બાહ્યનિવૃત્તિ વગેરે ન હોવાથી મનને નોઈદ્રિય કહેવાય છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy