SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ આ રીતે, ભાવમન અને દ્રવ્યમનના બહાર નીકળવાના અભાવે મન અપ્રાપ્યકારી છે એમ જણાવ્યું, હવે મનની અપ્રાપ્યકારિતામાં અનુગ્રહોપઘાતાભાવાત” એવો જે હેતુ કહેલો તે અસિદ્ધ છે. એમ, પર વાદી વાંધો ઉઠાવે છે. પ્રશ્ન-૨૦૨ – દુર્બળતા-હૃદયપીડા વગેરે રોગો દ્વારા મૃત્યુ પામેલ સ્વજન કે નષ્ટ થયેલી વસ્તુને વિચારતા આર્ત-રૌદ્ર ધ્યાન કરતા મનને ઉપઘાત થાય છે એવું અનુમાન કરાય છે. અને ઇષ્ટસંગમ-વૈભવલાભાદિ વસ્તુને વિચારતા મનને હર્ષાદિથી અનુગ્રહ થાય છે એવું પણ દેખાય છે. તે કારણથી, મન ઉપઘાત-અનુગ્રહરૂપ ઉભયધર્મક જ છે. ભાવાર્થ - જે શોકાદિ અતિશયથી દેહોપચયરૂપ, આદિધ્યાનાતિશયથી હૃદયરોગાદિ સ્વરૂપ ઉપઘાત અને જે પુત્રજન્માદિ ઈષ્ટ પ્રાપ્તિચિંતાથી ઉત્પન્ન થયેલ હર્ષાદિ દ્વારા થતો અનુગ્રહ તે જીવન હોવા છતાં ચિંત્યમાન વિષયથી મનનો છે એમ અન્ય માને છે. કારણ કે, તે જીવથી કથંચિતુ અવ્યતિરિક્ત છે, આ રીતે મન ઉપઘાતાનુગ્રહયુક્ત હોવાથી તશૂન્યત્વલક્ષણરૂપ તમે જે હેતુ કહો છો તે અસિદ્ધ જ થાય છે. ઉત્તર-૨૦૨ – જો દ્રવ્યમન મનસ્વથી પરિણત અનિષ્ટ પુદ્ગલ સમૂહરૂપ અતિશય બલિષ્ટ છે એટલે શોકાદિથી ઉભી થતી પીડાથી કર્મપણાને પ્રાપ્ત થયેલા જીવને મન કર્તા થઈને દેહદુર્બળતા આપાદન કરવા પૂર્વક હૃદયના રૂંધાયેલા વાયુની જેમ પીડા કરે છે. અને જ્યારે તે જ દ્રવ્યમનના અનુગ્રહથી જીવને હર્ષાદિ થાય છે તો પછી ચિત્તનીય મેરૂઆદિ શેય મનનું અનુગ્રહ-ઉપઘાત કરવાથી શું આવી પડ્યું? ભાવાર્થ - મનસ્વરૂપે પરિણત થયેલા અનિષ્ટપુદ્ગલના સમુહરૂપ દ્રવ્યમન અનિષ્ટચિંતાના પ્રવર્તન દ્વારા જીવને દેહ દુર્બલતા આદિ પીડા દ્વારા હૃદયરુદ્ધવાયુની જેમ ઉપઘાત ઉત્પન્ન કરે છે. અને તે જ શુભપુદ્ગલપિંડરૂપ મન જીવને અનુકૂલચિંતા ઉત્પન્ન કરવાપૂર્વક હર્ષાદિ અભિનિવૃત્તિથી વૈદ ઔષધ ની જેમ અનુગ્રહ કરે છે. એટલે જીવને દ્રવ્યમન જ અનુગ્રહ ઉપઘાત કરે છે. નહિ કે મનાતા મેરૂ આદિ શેયમન માટે કાંઇપણ કરે છે. એથી, દ્રવ્યમનથી આત્માનો જ અનુગ્રહ-ઉપઘાત થાય છે મનને તો જોય હોવાથી તેની ગંધ પણ આવતી નથી. એટલે અમારું તો કહેવું છે કે જે આ અમે આપેલા હેતુની તમે અસિદ્ધતા બતાવી છે તે ગાંડાની અસંબદ્ધભાષા જેવું છે. પ્રશ્ન-૨૦૩ - તમારી વાત તો અલૌકિક છે કે દ્રવ્યમનથી જીવને દેહોપચય-દુર્બળતારૂપ અનુગ્રહ-ઉપઘાત કરાય છે એવી તો પ્રતીતિ જ થતી નથી. તો પછી એ માનવું કઈ રીતે? ઉત્તર-૨૦૩ – એમાં વળી અલૌકિક જેવું છે શું ? કે જે તમને અને સબાલગોપાલ આખા લોકને આ વાત પ્રતીત છે કે જે ઈષ્ટઆહાર ખાવાથી જીવોનાં શરીરની પુષ્ટિ થાય છે. અને જે અનિષ્ટ આહાર છે તેને ખાવાથી હાનિ થાય છે. જે રીતે ઈષ્ટ-અનિષ્ટ આહાર
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy