SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૨) નામનિષ્પન્ન:- પ્રસ્તુત અધ્યયનનું સામાયિક એવું નામ. તે નામાદિ ૪ પ્રકારે છે. એનું અર્થથી સ્વરૂપ નિયુક્તિમાં કહીશ અથવા નિયુક્તિ અનુગમ ભેદરૂપ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં કહીશ. પ્રશ્ન-૬૧૧ – જો કે અહીં ૪ પ્રકારના વિશેષનામ કહેવાનો અવસર છે તો નિર્યુક્તિ આદિમાં કહીશ એમ શા માટે કહો છો ? ઉત્તર-૬૧૧ – અહીં નામાદિ નિક્ષેપમાત્ર કહેવાનો અવસર છે તે નામાદિ ચતુર્વિધ ભણવાથી કહ્યો જ છે. નિર્યુક્તિમાં તો તેનો અર્થ નિરૂપણ કરાશે એટલે દોષ નથી. પ્રશ્ન-૬૧૨– જો નિરુક્તિમાં સામાયિકનું વ્યાખ્યાન છે તો કરોમિ ભદૂત! સામાયિકમ્ એમ ફરીથી સૂત્રમાં કેમ કહેવાય છે? ઉત્તર-૬૧૨ – એમ નથી. ત્યાં સામાન્ય સૂત્રની વ્યાખ્યા નહિ કરાય. પરંતુ સૂત્રાલાપકમાં જ તે વ્યાખ્યાય છે તે નામ વ્યાખ્યાન નથી, અહીં નામાદિ ભેદોથી સામાયિક નામ છે. તે નિરુક્તિમાં તેના અર્થનું વ્યાખ્યાન કર્યું છે. એટલે વિષય વિભાગથી બધું બરાબર છે. પ્રશ્ન-૬૧૩ – તો આ નિક્ષેપદ્વારમાં જ કેમ કહેતા નથી કે સામાયિકનું વ્યાખ્યાન નથી? જેથી નિરુક્તિમાં વ્યાખ્યાન કહો છો? ઉત્તર-૬૧૩ – કારણ કે, એ નિક્ષેપ જ અહીં પ્રસ્તુત છે, પ્રસ્તુતમાં વ્યાખ્યાનનો કેવો અવસર ? અને પાછી તે કહેવાનારી નિરુક્તિ ઉપોદ્યાત નિરુક્તિદ્વારરૂપ હોવાથી નિર્યુક્તિ છે. પ્રશ્ન-૬૧૪ – જો તે નિરુક્તિ હોય તો પણ વ્યાખ્યાન કરવાનું શું કામ? ઉત્તર-૬૧૪ – નિરુક્તિ અનુગમનો ભેદ હોવાથી વ્યાખ્યાન રૂપ જ હોય છે એટલે તેમાં વ્યાખ્યાન ઘટે છે. પ્રશ્ન-૬૧૫ – તો નિક્ષેપ પણ વ્યાખ્યાન રૂપ થશે? ઉત્તર-૬૧૫ - નિક્ષેપ તો નામાદિન્યાસમાત્રરૂપ જ છે વ્યાખ્યાન રૂપ નથી, અનુગમ જ વ્યાખ્યાનરૂપ છે. એટલે આ નિક્ષેપમાં વ્યાખ્યાનાવસર કયો હોય ? પ્રશ્ન-૬૧૬ - જો આમ નિર્યુક્તિમાં જ વ્યાખ્યાન માનો છો તો અમે અહીં પણ કહીએ છીએ કે આ ન્યાસ નિરુક્તિ નિયુક્તિ અનુગમમાં પણ કહી છે. આ પ્રસ્તુત નિક્ષેપ પણ અહીં કહેવાનારા નિયુક્તિ અનુગમમાં નિક્ષેપ નિર્યુક્તિ તરીકે કહેવાશે અનુગમ ૨ પ્રકારે છે -
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy