SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ પ્રશ્ન-૪૦૪ પ્રથમ સમયથી માંડીને જો બીજા-બીજા કાર્યો શરૂ કરાય તો આ ચરમસમયનો નિયમ કેવો કે જેનાથી વિવક્ષિત કાર્ય પ્રથમ સમયે ન જ કરાય ? અને નહિ કરવાથી તે સમયે તે દેખાતું નથી ? અર્થાત્ પ્રથમ કાર્યની જેમ વિવક્ષિત કાર્ય પણ ત્યાં કરાય અને દેખાય ?-વ્યવહારનય. ગુજરાતી પ્રશ્નોત્તર - ઉત્તર-૪૦૪ – કારણ વિના ક્યાંય કાર્ય થતું નથી જો એમ માનીએ તો સદા વિદ્યમાન કે અવિદ્યમાન હોય. એટલે વિવક્ષિત કાર્યના અંતસમયે જ તે કારણ છે. પ્રથમાદિ સમયોમાં નથી, એટલે પ્રથમાદિ સમયોમાં ઉત્પન્ન થતું નથી કે દેખાતું નથી. ક્રિયા કાળે જ કાર્ય થાય છે ક્રિયા પૂરી થતાં નથી થતું. જો એમ માનીએ તો આભિનિબોધિક જ્ઞાનના સંબંધમાં પણ આવતી આપત્તિ કેમ રોકશો તમે. પ્રશ્ન-૪૦૫ – હે વ્યવહારવાદિ ! તમે કહ્યું ને કે ‘શ્રવણાદિ કાળે’ જ્ઞાન નથી તો તમને ક્યો શ્રવણાદિકાળ માન્ય છે કે જેમાં જ્ઞાનનો નિષેધ કરે છે ? તારે મતિજ્ઞાનનો ઉત્પાદકાળ જ શ્રવણાદિ કાળ માનવો જ્યાં તે શિષ્યને મતિજ્ઞાન થાય, શરૂઆતથી માંડીને ગુરુપાસે ધર્મ શ્રવણાદિ જ મતિજ્ઞાનનો ઉત્પાદકાળે છે બીજો નહિ સમજ્યો ? ઉત્તર-૪૦૫ – તે બરાબર નથી મતિજ્ઞાન અને તેના હેતુભૂત ક્રિયાલક્ષણ ઉત્પાદ આ બંને ધર્મશ્રવણાદિક્રિયા સમયરાશિના ચરમ સમયે જ થાય છે પ્રથમાદિ સમયોમાં થતા નથી તે સમયોમાં બીજા–બીજા ધર્માવબોધાદિ કાર્યો ઉત્પન્ન થાય છે. એ બોધાદિ માત્રથી સમ્યજ્ઞાનની ઉત્પત્તિ ઘટતી નથી, કેમ કે, તે બોધ તો અભવ્યોમાં પણ છે તેથી કોઈ વિશિષ્ટ જ ધર્મ શ્રવણાદિના ચરમ સમયે મતિજ્ઞાન અને તેનો ઉત્પાદ છે. એથી અમે પણ ક્રિયાકાળના અંત સમયે જ તે માનીએ છીએ તેથી ધર્મશ્રવણાદિ સર્વ ક્રિયાસમયોમાં મતિજ્ઞાન નથી, તે બધાના અંતે પણ નથી પરંતુ, ક્રિયાકાળના કોઈ એક ચરમ સમયે તે શરૂ થાય છે અને ઉત્પન્ન થાય છે એટલે ક્રિયામાણ જ કૃત છે. એમ માનવું જોઈએ. પ્રશ્ન-૪૦૬ - હે નિશ્ચયવાદી ! જો કરેલું પણ કરાય તો વારં-વાર કર્યા કરો. કારણ કે કરવાપણું તો સમાન જ છે અને એ રીતે કાર્ય થવાથી તો અનવસ્થા જ થશે ને ? ઉત્તર-૪૦૬ ના, ક્રિયાકાળ-નિષ્ઠાકાળનો અભેદ છે. કારણ કે, જો તેને ઉત્પન્ન કરવાની ક્રિયા શરૂ થયેલી છતી ઉત્તર સમયોમાં પણ પ્રાપ્ત થાય તો ફરીથી પણ તે ક્રિયા થાય, એ તો છે નહિ, જેથી એ તેને ઉત્પન્ન કરનારી ક્રિયા પહેલા નથી અને પછી પણ નથી પણ તે જ સમયે-ચરમસમયે શરૂ થાય છે અને પૂરી થાય છે. એટલે ફરીથી કાર્યકારણ કઈ રીતે થાય ? ન જ થાય, એટલે તેના કરણની અનવસ્થા નથી. તેથી જો સર્વ ધર્મશ્રવણાદિ -
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy