SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ નથી) ને છોડીને બીજો કોઇ નિયામક અહીં મળતો નથી. તેથી એકત્વપરિણતિને પ્રાપ્ત થયેલા નામાદિભેદોમાં જ શબ્દાદિની પરિણતિ દેખાવાથી સર્વ વસ્તુ ચતુષ્પર્યાયરૂપ છે એ સિદ્ધ થાય છે. ૪૦ પ્રશ્ન-૬૩ ઉત્તર-૬૩ પૂર્વે જે નામાદિ ધર્મો કહેલા છે તે સર્વ સ્વાશ્રયભૂતવસ્તુઓના ભેદ અભેદને કરનારા છે તેથી તેમને ઉત્પાદાદિ ધર્મની પેઠે પ્રતિ વસ્તુમાં જોડવા તે સ્વાશ્રયવાળી દરેક વસ્તુના કાંઇક ભેદ કરનારા, કાંઇક અભેદ કરનારા છે જેમકે-કોઇ બોલ્યું ‘ઇન્દ્ર’ ત્યારે કોઈ પૂછે - એને નામ ઇન્દ્રની વિવક્ષા કરી છે કે સ્થાપના ઇન્દ્ર, દ્રવ્યેન્દ્ર કે ભાવેન્દ્રની વિવર્ષા કરી છે, આ નામેન્દ્ર પણ દ્રવ્યથી ગોપાલદારક છે, હાલિકદારક છે, ક્ષત્રિયબાળ છે કે બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્રનો બાળ છે તથા ક્ષેત્રથી તે ભારત, ઐરવત કે મહાવિદેહનો છે. કાલથી પણ અતીત-વર્તમાન-અનાગતકાલ સંભવી છે, અતીતકાલ ભાવિ પણ શું અનંતસમય ભાવી-અસંખ્યાત સમયભાવી કે સંખ્યાતસમયભાવી છે, અથવા ભાવથી, તે કાળો, ગોરો, લાંબો, ટુંકો છે ? એ પ્રમાણે એક નામેન્દ્રનો પણ આશ્રયભૂત એવો અર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ ભેદથી અધિષ્ઠિત અનંતભેદવાળો થાય છે. – જો સર્વ વસ્તુ નામાદિ ચતુષ્પર્યાય છે તો શું નામાદિનો ભેદ છે જ નહિ ? - તે રીતે સ્થાપના-દ્રવ્ય-ભાવાશ્રય પણ આ રીતે અનંતભેદવાળું જાણવું. આ રીતે એ નામાદિભેદ કરનારા છે. તેમજ - જ્યારે એક જ વસ્તુમાં નામાદિ ચારેય જણાય ત્યારે અભેદકરનારા થાય છે. જેમકે એક જ શચીપતિ આદિમાં ‘ઇન્દ્ર’ એવું નામ, તેની આકૃતિ તે સ્થાપના, ઉત્તરાવસ્થાનું કારણત્વ-દ્રવ્યત્વ, દિવ્યરૂપ-સંપત્તિ-વજધારણ-પરમૈશ્વર્યાદિ સંપન્નતા-ઇન્દ્રપણાનો ભાવ છે. આ રીતે ચારેય જણાય છે. એ પ્રમાણે સ્વાશ્રયભૂત સર્વ વસ્તુના ભેદ કરનારા ભિન્નલક્ષણવાળા આ નામાદિ ધર્મો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રિકની જેમ સર્વ વસ્તુમાં જોડવા. "नत्थि नएहिं विहुणं सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोआरं नएण य विसारओ बूया ॥ " નામ સ્થાપનાદિની નો દ્વારા વિચારણા નામ-સ્થાપના અને વ્ય એ ત્રણ નિક્ષેપા દ્રવ્યાસ્તિક નયને માન્ય છે. પર્યાયાસ્તિક નયને માન્ય નથી એ ત્રણે ભાવશૂન્ય છે જ્યારે પર્યાયાસ્તિક ભાવગ્રાહી છે. તથા ભાવનિક્ષેપ
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy