SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમુ ઉત્તર-૪૨૬ – જેમકે (૧) અત્યન્તાનુપલબ્ધિ-ખરવિષાણ અશ્વશૃંગ, વંધ્યાપુત્ર આદિ વસ્તુઓનો અત્યંત અભાવ હોવાથી તે જણાતી નથી તેથી તેની અત્યંત અનુપલબ્ધિ કહેવાય. (૨) સામાન્યાનુપલબ્ધિ-જેમકે રૂપથી જોવાતા અડદના દાણા મોટી અડદના દાણાની રાશિમાં નાખેલા હોય તો દેખાતા નથી તેથી તેની અનુપલબ્ધિ સામાન્ય અનુપલબ્ધિ કહેવાય છે. (૩) વિસ્મૃતિ અનુપલબ્ધિ-વિસ્મૃતિથી “આ તે છે” એવું અનુસંધાન ન કરી શકનારની જાણવી. પ્રશ્ન-૪ર૭ – અક્ષરોપલબ્ધિના અધિકારમાં અનુપલબ્ધિ અપ્રસ્તુત છે માટે, આ ત્રણે અનુઉપલબ્ધિનો અહીં અધિકાર જ નથી, તો શા માટે કહો છો? ઉત્તર-૪૨૭ – ઉપલબ્ધિનો વિપક્ષ અનુપલબ્ધિ એટલે વિપક્ષ તરીકે તે ત્રિવિધા અનુપલબ્ધિ પણ અહીં અધિકૃત છે. પ્રશ્ન-૪૨૮ – તો પણ અનુપલબ્ધિ ત્રણ છે એવો જે નિયમ છે એ ઘટતો નથી અતિસંનિકષ્ટ-અતિવિપ્રકૃષ્ટ રહેલી વસ્તુ જણાતી નથી તેથી તે પણ અનુપલબ્ધિથી પ્રસિદ્ધ છે તેથી તે બધી સાક્ષાત્ અથવા આદિ ગ્રહણથી કહેવી. પણ તેનો નૈવિધ્યનિયમ બરાબર નથી. માટે બધી અનુપલબ્ધિ કહોને? ઉત્તર-૪૨૮ – ના, ગ્રંથવિસ્તાર થઈ જાય અને અન્યત્ર કહેલી છે તથા બધી જ અનુપલબ્ધિઓ પ્રત્યક્ષ-અનુમાનાન્તર્ગત છે. અત્યારે અક્ષરશ્નતાધિકારથી જ સૂત્રમાં જે કવરવરદ્ધિમસ દ્ધિઅવqાં સમુપ્પન્ન કહ્યું છે એમાં પ્રતિપક્ષ પ્રશ્ન ઉઠાવે છે.... પ્રશ્ન-૪૨૯ – પુરુષ-સ્ત્રી-નપુંસક-ઘટ-પટાદિ વર્ણવિજ્ઞાનરૂપ અક્ષરલાભ સંજ્ઞીઓને થાય. એ એમ માનીએ છીએ પણ અસંશીઓને તો આ વર્ણવિજ્ઞાન ક્યાંય પણ સંભવતું નથી કારણ અક્ષરલાભ પરોપદેશજન્ય છે, એટલે મન વગરનાને તે નો અસંભવ છે ને? ઉત્તર-૪૨૯ - શ્રુતમાં તે એકેન્દ્રિયાદિ અસંજ્ઞીઓને પણ કહ્યું છે. રિયા ને મન્નાઈ સુમન્નાળી ય એ વચનથી અને શ્રુતજ્ઞાન વિના અક્ષરે સંભવતું નથી. પ્રશ્ન-૪૩૦ – તો એ વાતની શ્રદ્ધા કઈ રીતે કરવી? ઉત્તર-૪૩૦ – દાંત-(૧) જેમ ચૈતન્ય-જીવત-અકૃત્રિમસ્વભાવ આહારદિસંજ્ઞાદ્વારથી અસંજ્ઞીનું જ્ઞાન માનીએ છીએ તેમ લધ્યક્ષરાત્મક સમૂહજ્ઞાન પણ તેમનું જાણવું, પૃથ્વી આદિ એકેન્દ્રિયોનો જીવ જેમ દેખાતો નથી તેમ થોડું હોવાથી સ્થૂલદષ્ટિ તેને જોઈ શકતા
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy