SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ७४४ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૬૭પ – પ્રાયઃ આ પ્રવૃત્તિ છે કે અસંયતને બહુકર્મનો ઉપચય અને અલ્પતરનો અપચય છે. જો એમ હંમેશા થાય તો ઉપચિત બહુ કર્મવાળા જીવોમાં ક્યારેય કોઈનેય સમ્યક્તાદિ લાભ ન થાય, પણ એકાંતે એમ નથી. સમ્યગ્દષ્ટિઆદિમાં સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલાં ઘણા કર્મનો ક્ષય થવાથી સમકિત પ્રાપ્તિ થયેલી પ્રત્યક્ષ જ જણાય છે. જો હંમેશ માટે બહુતર કર્મો બંધાતા હોય તો કાલક્રમે સમગ્ર પુદ્ગલરાશિ કર્મતયા જ ગ્રહણનો પ્રસંગ થાય. એમ પણ થતું નથી. નહિ તો પછીથી કોઈપણ પુદ્ગલ ગ્રહણ કરવાનું રહે નહિ, સ્તંભ, કુંભ, અભ્ર, પૃથ્વી, ભવન, તનું, તરુ, ગિરિ, નદી-સમુદ્રાદિ ભાવથી પણ તે સદા પરિણત દેખાય છે. તેથી અહીં બંધ અને નિર્જરાના સંબંધમાં ત્રણ ભાંગા જાણવા. (૧) કોઈને બંધહેતુઓના પ્રકર્ષથી અને પૂર્વોપચિત કર્મલક્ષણ હેતુઓના પ્રકર્ષથી ઉપચય પ્રકર્ષ થાય. (૨) કોઈનો બંધ અને પણ હેતુઓના સામ્યથી ઉપચય-અપચય સરખો થાય છે. (૩) કોઈને બંધહેતુ અપકર્ષ અને પણ હેતુના પ્રકર્ષથી બંધ થોડો થાય છે અને નિર્જરા વધુ થાય છે. આ ત્રણમાંથી ત્રીજા ભાંગામાં જયારે મિથ્યાદષ્ટિ વર્તે ત્યારે ગ્રંથિદેશને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન-૬૭૬ – અનાભોગપણે એટલા બધા કર્મનો ક્ષય કઈ રીતે થાય? ઉત્તર-૬૭૬ – ગિરિનદીપાષાણ - ગિરિનદીપાષાણો અને માર્ગમાં પડેલા પાષાણોના પરસ્પર ઘર્ષણની ઉપમાથી ગ્રંથિ સુધી કર્મસ્થિતિ ક્ષપણ અનાભોગથી જ તે જીવને યથાપ્રકૃતકરણથી થાય છે. જેમ આ બંને પથ્થરો અનાભોગથી અમે આવા થઈએ એવા અધ્યવસાયવિના પણ પરસ્પર કે લોકના ચરણાદિથી ઘસાતા ઘંચનઘોલ ન્યાયથી ગોળત્રિકોણ-ચોરસ-હસ્વ-દીર્ઘ અનેક આકારવાળા થાય છે. એમ અહીં પણ કોઈપણ રીતે અનાભોગથી યથાપ્રવૃતકરણથી જીવો કર્મ ખપાવીને ગ્રંથી દેશને પ્રાપ્ત કરે છે. કીડી - કડીના પાંચ અર્થો વિવલિત છે (૧) પૃથ્વી પર સ્વાભાવિક આમ-તેમ ભમવું (૨) ક્યાંક સ્થાણુ કે ખીલા પર ચડ-ઉતર કરવી (૩) પાંખ આવતાં તેઓનું તે સ્થાણુથી ઉડવું (૪) કેટલીક સ્થાણુના ખીલા ઉપર રહેવું (૫) કેટલીકનું સ્થાણુના ખીલાથી ઉતરવું. ત્યાં કીડીઓનું પૃથ્વી પર જવા સમાન સ્વાભાવિક સદા પ્રવૃત યથાપ્રવૃતકરણ. સ્થાણુ, આરોહણ સમાન અપ્રાપૂર્વથી અપૂર્વકરણ. ખીલા ઉપરથી ઉડવા સમાન અનિવર્તિકરણ. તેના બળથી મિથ્યાત્વથી કુદીને સમ્યગ્દષ્ટિ ગુણઠાણે જવું. તથા સ્થાણુના ખીલા ઉપર કીડીઓના અવસ્થાન જેમ ગ્રંથિ સાથે રહે તે ગ્રંથિકસત્ત્વ અભિન્ન ગ્રંથિજીવ. તેનું તે ગ્રંથિદેશમાં રહેવું જેમ કીડીઓનું ઉતરવું તેમ જીવની પાછી કર્મસ્થિતિ વધારવી. પુરુષ - કોઈ ત્રણ પુરુષો અટવીમાંથી નગરમાં જવા રવાના થયેલા સ્વભાવગતિથી સુદીર્ઘ માર્ગ પસાર કરે છે. વેળા વીતવાના ભયથી ઉતાવળા થાય છે. ત્યાં ભયસ્થાનમાં ૨
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy