SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ ગુજરાતી પ્રશ્નોત્તર ૧. અંતર્નિવૃત્તિ અને ૨. બાહ્યનિવૃત્તિ – ૧. અંગુલાસંખ્યભાગાદિમાપવાળી કદમ્બફલના ગોળા જેવી – ધાન્યમસૂર-કાહલા-સુરખા આકારના માંસના ગોળા જેવી, અને શરીરાકારથી રહેલી ક્ષોત્રેન્દ્રિયાદિ પાંચે ઈન્દ્રયો યથા સંખ્ય અંતર્નિવૃત્તિ અને કર્ણશષ્ફલિકાદિરૂપ બહિર્નિવૃત્તિ છે. ત્યાં કદમ્બના ફૂલના આકાર વાળા માંસના ટુકડા રૂપ અંતર્નિવૃત્તિ છે તેના શબ્દાદિવિષયપરિચ્છેદમાં હેતુરૂપ જે શક્તિ વિશેષ છે તે ઉપકરણેન્દ્રિય. શબ્દાદિ શ્રોત્રાદીન્દ્રિયોના વિષય છે. તેના ભાવથી પરિણત થયેલા ભાષાવર્ગણાદિ સંબંધી દ્રવ્યોશબ્દાદિ પરિણત દ્રવ્યો, તેમનો જે પરસ્પરસંબંધ થાય છે તે વ્યંજન કહેવાય છે અને ઇન્દ્રિયથી પણ અર્થનું વ્યજન થઈ શકે છે તેથી તે પણ વ્યંજન કહેવાય છે. તથા શબ્દાદિ પરિણત દ્રવ્યસમૂહને વ્યજન-પ્રગટ કરતું હોવાથી વ્યંજન કહેવાય છેઆમ, ત્રણ રીતે વ્યંજન જાણવું. તે ઇન્દ્રિય રૂપ વ્યંજનથી શબ્દાદિપરિણતદ્રવ્યસંબંધરૂપવ્યંજનનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ અથવા તે વ્યંજનથી શબ્દાદિપરિણત થયેલ દ્રવ્યરૂપવ્યંજનો નો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. પ્રશ્ન-૧૬૪ – વ્યંજનાવગ્રહ અજ્ઞાન છે જ્ઞાન નથી કારણ કે તેના કાળ જ્ઞાનઉપલબ્ધ થતું નથી અને સંવેદન પણ થતું નથી જેમકે કોઈ બહેરો માણસ. બહેરાને ઉપકરણ ઇન્દ્રિયનો જ્યારે શબ્દાદિ વિષયો સાથે સંબંધ થાય છે ત્યારે પણ કોઈપણ પ્રકારના જ્ઞાનનો અનુભવ થતો નથી, અને એમ હોવાથી તેને જ્ઞાન થતું નથી એમ અહીં પણ સમજવું યોગ્ય છે ને? વ્યંજનાવગ્રહમાં જ્ઞાનાભાવ ઉત્તર-૧૬૪ – એ જડરૂપ હોવાથી જ્ઞાનરૂપે અનુભવાતું ન હોવાથી અજ્ઞાન છે એમ નથી પણ વ્યંજનાવગ્રહ જ્ઞાન જ છે. કારણકે તેના અંતે તેનાથી જ જ્ઞાનાત્મક અર્થાવગ્રહ ઉપલબ્ધ થાય છે, જેમકે – જે જ્ઞાનના અંતે તેનાથી શેય વસ્તુનું ઉપાદાન થાય છે તેથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન છે. જેમ અર્થાવગ્રહના અંતે તેનાથી જાણવા યોગ્ય વસ્તુના ઉપાદાનથી ઇહાના સદૂભાવે અર્થાવગ્રહ જ્ઞાન છે અને વ્યંજનાના અંતે તે જાણવા યોગ્ય વસ્તુના ઉપાદાનથી તે જ અર્થાવગ્રહ જ્ઞાન થાય છે તેથી વ્યંજનાવગ્રહ જ્ઞાન છે ભલે વ્યંજનાવગ્રહમાં જ્ઞાન અનુભવાતું નથી છતાં જ્ઞાન નું કારણ હોવાથી ઉપચારથી એ જ્ઞાન છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનાભાવની અસિદ્ધિ - તે વ્યંજન સંબંધકાળે પણ ત્યાં અનુપતઇન્દ્રિય સંબંધિ વ્યંજનાવગ્રહમાં જ્ઞાન છે. ફક્ત તેજના એક અવયવની જેમ અલ્પ છે તેથી અવ્યક્ત એવો સ્વસંવેદનથી પણ પ્રગટ થતો નથી.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy